કચરામાં ન ફેંકશો કેળાની છાલ, એક પણ રૂપિયાના ખર્ચ વગર જડમૂળથી મસા અને ખીલ કરો દૂર

helth tips

કેળુ એક એવુ ફળ છે જેનાથી સ્વાસ્થ્યને અને સુંદરતાને લગતા અનેક ફાયદાઓ થાય છે. કેળાથી થતા સ્વાસ્થ્યને લગતા ફાયદા અંગે તો તમે જાણતા જ હશો. જોકે, ઘણા ઓછા લોકો આ અંગે જાણે છે કે માત્ર કેળામાં જ નહીં પરંતુ કેળાની છાલમાં પણ સુંદરતાને લગતા અઢળક ગુણ હોય છે. તેમા એન્ટી ઓક્સિડેન્ટ્સ, મિનરલ્સ અને મોઇશ્ચરાઇજિંગ પ્રોપર્ટી હોય છે. જેના કારણથી આ એક બેસ્ટ બ્યુટી પ્રોડક્ટનું કામ કરે છે. આવો જોઇએ કેળાની છાલથી શુ ફાયદા થાય છે.

– આજકાલ ઘણા લોકો ખીલની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. જેના માટે અવનવા ઉપાય કરે છે. પરંતુ જાણીને તમને હેરાની થશે કે કેળાની છાલની મદદથી તમે ખીલની સમસ્યા દૂર કરી શકો છો. કેળાની છાલથી તમે ખીલ પર મસાજ કરો. જેથી ખીલ થોડાક દિવસમાં ઓછા થઇ જશે.

– કેળાની છાલ સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. જે ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને કરચલીઓથી બચાવે છે. કેળાની છાલથી તમે મસાજ કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

– કેળાની છાલ તમારી ત્વચાને સૂરજની ખતરનાક યુવી કિરણોથી પણ બચાવે છે. આ છાલને થોડીક વાર માટે તડકામાં સૂકવી દો અને ત્વચા પર લગાવી લો. જેથી તડકામાં તમારી ત્વચાને રાહત મળે છે.

– કેળાની છાલથી દાંતમાં ચમક આવી છે. એક અઠવાડિયા સુધી કેળાની છાલને રોજ દાંત પર રગડો. જેથી પીળા દાંતની સમસ્યાથી તમને છૂટકારો મળી શકે છે.

– કેળાની છાલની મદદથી તમે મસાને પણ દૂર કરી શકો છો. જેના માટે તમે મસા પર છાલને રગડો. તેને પટ્ટીની મદદથી મસા પર રાતે લગાવી લો અને તે બાદ તેને સવારે નીકાળી લો. જેથી તમને થોડાક દિવસમાં મસાની સમસ્યાથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *