કાબુલ છોડવા માટે એરપોર્ટ પર યુવતીઓને કરવું પડતું જબરદસ્તીથી આ કામ, રિપોર્ટમાં ખુલાસો

WORLD

અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાને કબ્જો કર્યો તો હજારોની સંખ્યામાં લોકો કોઇપણ રીતે દેશ છોડવા માંગતા હતા. લાચારીની આ વાર્તાઓ હવે બહાર આવી રહી છે. મહિલાઓને અફઘાનિસ્તાન છોડવામાં સૌથી વધુ મુશ્કેલી પડી, હવે ખબર પડી છે કે કાબુલ એરપોર્ટ પર કેટલીય છોકરીઓના જબરદસ્તી લગ્ન કરાવ્યા જેથી કરીને તેઓ દેશ છોડી શકે.

CNNના રિપોર્ટ પ્રમાણે કાબુલ એરપોર્ટ પર જ્યારે એકલી છોકરીઓ અને મહિલાઓને એન્ટ્રી મળવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે કેટલીય યુવતીઓના અહીં જબરદસ્તી લગ્ન કરાવ્યા. આ સિવાય કેટલીક મહિલાઓએ પુરુષોને પોતે પતિ બતાવ્યા અને ત્યારે જઇ તેમણે ફ્લાઇટમાં એન્ટ્રી મળી શકી.

આ ઘટના મોટાભાગે એ મહિલાઓ સાથે બની છે જે અફઘાનિસ્તાનથી પહેલાં UAE ગઇ અને બાદમાં અમેરિકા માટે રવાના થઇ. એટલું જ નહીં કેટલાંય પરિવારોએ કેટલાંક પુરુષોને પૈસા આપ્યા જેથી કરીને તેમની દીકરીઓ લગ્ન કરી લે અને ત્યારબાદ પરિવાર સાથે અફઘાનિસ્તાનને છોડી દે.

અમેરિકન વિદેશ મંત્રાલયે આ મામલે UAEમાં હાજર પોતાના અધિકારીઓની મદદ માંગી રહ્યા છે. સાથો સાથ અમેરિકા પહોંચી ચૂકેલી કેટલીક આવી મહિલાઓની શોધ પણ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાને જ્યારે 15મી ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારબાદ દેશમાં મહિલાઓના ભવિષ્યને લઇ પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. કાબુલ એરપોર્ટ પરથી જે વિમાન જઇ રહ્યા હતા તેમાં મોટાભાગના પુરુષ પેસેન્જર્સની સંખ્યા હતી.

મહિલાઓના ભવિષ્યને લઇ જે ડર સતાવી રહ્યો હતો તે હવે સાચો પણ દેખાઇ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓના કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. છોકરા-છોકરીઓ સાથે અભ્યાસ કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *