કબજિયાત માટે અજમો છે બેસ્ટ દવા, જાણો તેના અન્ય ફાયદાઓ

helth tips

આપણી રસોઇમાં રહેલા દરેક મસાલાના તેની અલગ જ કહાની છે. દરેક મસાલાની જેમ અજમો પણ એવો જાદુઇ મસાલો છે જે તેની અલગ જ ઓળખ રાખે છે અને તેનો સ્વાદ પણ મજાનો હોય છે. તેના સ્વાદમાં થોડીક કડવાશ હોય છે છતા પણ તે ભોજનના સ્વાદને બમણો કરે છે. પોષક તત્વોથી ભરપૂર આ મસાલાની અનેક ખાસિયત છે તેને પેટથી જોડાયેલી સમસ્યાઓ માટે રામબાણ ઔષધિ માનવામાં આવે છે. એવામાં કબજિયાત માટે અજમામાંથી મળતા ફાયદાઓ અંગે જણાવીશું.

– અજમામાં કાર્બોહાઇડ્રેટ, આયોડિન, સોડિયમ, સેપોનિન, પોટેશિયમ, થાયમિન, થાઇમોલ, ટેનિન, ફોસ્ફરસ અને રિબોફ્લેવિન જેવા અનેક પોષક તત્વ રહેલા હોય છે. જે આપણા શરીરથી જોડાયેલી કેટલીક સમસ્યાઓમાં રાહત પહોંચાડે છે.

– જેમ કે માથાનો દુખાવો, મોંમાંથી આવતી દુર્ગંધ, સાંધાનો દુખાવો, પીરિયડ્સમાં અનિયમિતતા, ભૂખ ન લાગવી જેવી સમસ્યા માટે ઉપયોગી છે. એટલું જ નહીં પેટથી જોડાયેલી ઘણી એવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમો બેસ્ટ વિકલ્પ છે.

– પેટમાં ગેસ બનવો અને કબજિયાત રહેવી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યા ખરેખર શરીર માટે ખૂબ નુકસાનકારક સાબિત હોય શકે છે. કારણકે અસ્વસ્થ પેટથી અનેક બીમારીઓને ખુલ્લુ નિમંત્રણ મળે છે. જેથી પેટ સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે.

– પેટ સારુ ન રહેતું હોય તો ગેસ, એસીડિટી, બળતરા, ભોજન બાદ પેટ ભારે લાગવું, ઓડકાર આવવા, છાતીમાં બળતરા થવા, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થતી રહે છે.

– વધારે મસાલેદાર ખાવાનું ખાવાથી, સમય પર ભોજન ન કરવાથી, વધારે કોલ્ડ ડ્રિંક પીવાથી અને તળેલું તેમજ ફાઇબર વગરનું ખાવાથી પેટથી કબજિયાત અને એસીડિટી જેવી બીમારીઓના શિકાર થઇ શકો છો.

– એવામાં કબજિયાત માટે અજમાનું સેવન રાહત પહોંચાડી શકાય છે. તેમા રહેલા થિમ્બોલ કેમિકલ પાચન ક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે અને ગેસની સમસ્યાને પણ દૂર કરે છે.

આ રીતે કરો અજમાનો ઉપયોગ

– એસીડિટી થવા પર અજમાને ચાવીને ખાઓ અને તે બાદ એક કપ ગરમ પાણી પી લો.
– તે સિવાય અજમો અને જીરાને એક સાથે શેકીને, પાણીમાં ઉકાળી લો અને પાણીને ગાળીને તેમા ખાંડ મિક્સ કરીને પીઓ.
– પેટમાં કીડા પડી ગયા હોય તો સિંધવ મીઠાની સાથે અજમો મિક્સ કરીને પીવું જોઇએ.
– ગેસની સમસ્યાને દૂર કરવા માટે હળદર, અજમો અને એક ચપટી કાળું મીઠું લેવાથી આરામ મળે છે.
– કબજિયાત થવા પર રોજ ભોજન કર્યા બાદ નવશેકા પાણી સાથે અડધી ચમચીનું સેવન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *