વિટામિન સીના ગુણથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કેટલાક લોકો તો વજન ઘટાડવા માટે ખાલી પેટે તેનું સેવન કરે છે. લીંબુની જેમ લીંબુ પાણી પણ હેલ્ધી ગુણથી ભરપૂર છે. જ્યાં કોલ્ડ ડ્રિંક પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. તો લીંબુ પાણી પીવાથી કેટલાક રોગોથી મુક્ત થઇ શકો છો. તે સિવાય લીંબુ સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ તેના કેટલાકા ફાયદાઓ..
ફૂડ પોઇઝનિંગથી રાહત
કેટલીક વખત ખરાબ ખાણી પીણીના કારણે ફૂડ પોઇઝનિંગ થઇ જાય છે. ઉલટી, પેટમાં દુખાલો, લૂઝ મોશનથી પણ ખરાબ હાલત થાય છે. જો તમે રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીશો તો આ પ્રકારની પરેશાનીખી જલદી રાહત મળશે.
પાચન ક્રિયા
લીંબુ પાણી પાચન ક્રિયાને સ્વસ્થ રાખાવમાં મદદરૂપ છે . તેનું સેવન કરવાથી એસીડિટીનો ખતરો ઓછો રહે છે. જે લોકો પેટમાં ગેસ, બ્લોટિંગ, બળતરા જેવી સમસ્યાથી પરેશાન છે તે લોકોએ રોજ લીંબુ પાણી પીવું જોઇએ.
કબજિયાત
કેટલાક લોકો કબજિયાતથી પરેશાન રહે છે. પેટ સાફ ન થવાને કારણે હંમેશા પેટમાં ભારનો અનુભવ થયા કરે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે સવારે ભૂખ્યા પેટે નવશેકુ લીંબુનુ પાણી પીવું જોઇએ.
પથરીથી રાહત
લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ સહેલાઇથી બહાર નીકળી જાય છે. શરીરની અંદરની ગંદકી સાફ થવાથી પથરી થવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. તે કીડની સ્ટોનથી રાહત અપાવે છે. તે સિવાય નાસ્તાની સાથે લીંબુ પાણીનું સેવન કરવું જોઇએ.
ઓછું વજન
ભૂખ્યા પેટે નવશેકું પાણી પીવાથી વધતું વજન ઓછું કરી શકાય છે. તમે તેમા મધ પણ મિક્સ કરી શકો છો. તે સિવાય તેનાથી આખો દિવસ તમને એનર્જી પણ મળે છે.