જૂનમાં કઈ રાશિમાં કયો ગ્રહ કરશે પ્રવેશ, જાણો ગ્રહોનો ગોચર

nation

જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. જૂનમાં ગ્રહોની ચાલમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ગ્રહોનું આ પરિવર્તન કઈ રાશિમાં થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે. આ સાથે જ કઈ રાશિમાં કયા ગ્રહ આવવાથી કેવી અસરો આવશે તે જાણવું જરૂરી છે.

વૃષભ રાશિમાં બુધ 3 જૂને થશે માર્ગી

3 જૂને 2022ના રોજ વૃષભ રાશિમાં બુધ વક્રીથી માર્ગી થવા જઈ રહ્યો છે. આ દિવસે બુધ સીધી ચાલ ચાલશે. જ્યોતિષમાં બુધને વાણી, વાણિજ્ય, ગણિત, તર્કશાસ્ત્ર, સ્કીનનો કારક માનવામાં આવે છે. બુધ માર્ગી થાય તો મિથુન અને કન્યા રાશિને વિશેષ રીતે પ્રભાવિત કરશે. આ બંને રાશિનો સ્વામી બુધ છે.

5 જૂને શનિ વક્રી થશે

શનિ જ્યારે પણ પરિવર્તન કરે છે તો તે ખાસ માનવામાં આવે છે. હાલના સમયમાં શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિમાં શનિ વક્રી થશે. એટલે કે શનિ ઉલ્ટી ચાલ ચાલશે. શનિ વક્રી થશે ત્યારે તેની અસર તમામ રાશિ પર જોવા મળશે. તેની અસર ઘટાડવા માટે શનિદેવની પૂજા કરો અને શનિ સાથે જોડાયેલી ચીજનું દાન કરો.

મિથુન સંક્રાંતિ 15 જૂને

મિથુન સંક્રાંતિ 15 જૂને થશે. સૂર્ય જ્યારે પણ એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે તે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વખતે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. માટે તેને મિથુન સંક્રાંતિ કહેવાશે.

વૃષભમાં 18 જૂને શુક્રનો ગોચર

પંચાંગ અનુસાર ભોગ વિલાસના કારક ગ્રહ શુક્રનો ગોચર જૂનની મહત્ત્વની ખગોળીય ઘટના છે. આ દિવસે શુક્ર પોતાની રાશિમાં આવી રહ્યા છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. તેનું પરિવર્તન 12 રાશિને પ્રભાવિત કરશે.

મેષ રાશિમાં 27 જૂને મંગળનો થશે પ્રવેશ

આ રાશિમાં જૂનના મહિનામાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. મેષ રાશિમાં મંગળનો પ્રવેશ થશે. મેષ રાશિના સ્વામી મંગળ છે અને આ દિવસે મંગળ ઘરમાં આવશે. મેષ રાશિમાં રાહુ પણ વિરાજમાન છે.

Leave a Reply

Your email address will not be published.