જોધા અકબર ફેમ મનીષા યાદવનું નિધન, 29 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

BOLLYWOOD

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સિરિયલ જોધા અકબર ફેમ અભિનેત્રી મનીષા યાદવનું નિધન થયું છે. અભિનેત્રીએ શુક્રવારે 29 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી અનુસાર, તેમનું મૃત્યુ બ્રેઇન હેમરેજને કારણે થયું હતું.

મનીષા યાદવના મૃત્યુની જાણકારી તેની કો-સ્ટાર પરિધિ શર્માએ આપી હતી. પરિધિએ શોમાં જોધાનું પાત્ર ભજવ્યું હતું. પરિધિએ ઈન્સ્ટા સ્ટોરી પર મનીષા યાદવની તસવીર શેર કરી અને લખ્યું – ‘આ સમાચાર ખૂબ જ દુ:ખદ છે, RIP મનીષા માન.’

મનીષા યાદવનો પુત્ર આ વર્ષે જુલાઈમાં 1 વર્ષનો થયો. તેણે દીકરા સાથે વિતાવેલી ક્ષણોની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી. તેણે લખ્યું- ‘હેપી ફર્સ્ટ બર્થ ડે મારા છોકરા !!! મારા છોકરા તું મારા જીવનના મુશ્કેલ વર્ષ દરમિયાન પ્રકાશ બન્યો છું. હું તારી માતા બનવા માટે ખૂબ ધન્ય અને આભારી છું. હું તને ખુબ જ પ્રેમ કરું છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *