જો તમારે પણ વારંવાર નસ ઉપર નસ ચઢી જતી હોય તો આ ઉપાયથી મળશે આરામ

helth tips

નસ પર નસ ચઢી જેવી એ એક સાધારણ બાબત છે. જ્યારે શરીરમાં ક્યાં પણ નસ પર નસ ચઢી જાય તો વ્યક્તિ રાડ પાડી ઉઠે છે. તેનાથી અસહ્ય દુઃખાવો થાય છે. ચઢેલી નસ ઉતરે નહિં ત્યાં સુધી જીવને સુખચેન પડતું નથી. શિયાળામાં આવું વિશેષ થાય છે. જો શરીરમાં કમજોરી કે નબળાઈ કે પછી કોઈ કિટાણુઓનો હુમલો થાય તો પણ આવું થાય છે. વારે વારે નસ પર નસ ચઢી જવું એ ખરાબ છે. તેનાથી કોઈ મોટી બીમારી પછી જોવા મળે છે. શરીર પર કાળા ધાબા કે કેન્સર જેવી બીમારીઓ પહેલાં પણ આવા સંકેત મળે છે. ચામડીના રોગો પહેલાં પણ આ સિમ્ટોમ્સ જોવા મળે છે. ઘણીવાર રાતે ઉંઘમાં પણ પગમાં નસ પર નસ ચઢી જાય છે. જો તમારે પણ આવું થતું હોય તો જાણી લો ઘરેલું ઉપાય, કેવી રીતે થઈ શકે ઠીક અને મળે આરામ….

– જો તમારી પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું આવું જ્યારે સુધી કરો જ્યારે ઠીક ન થઈ જાય.

– શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું. તેનાથી થોડા જ સમયમાં દુઃખાવો ઠીક થઈ જશે.

– નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુઃખાવો દૂર હોય છે.

– મીઠા સિવાય તમે કેળાનું પણ સેવન કરી શકો છો. કેળાના સેવનથી દુઃખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે.

– જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો.

– દુઃખાવાથી છુટકારો મેળવવા માટે જો તમને કોઈ ઉપાય ન સૂઝે તો થોડીવાર જમીન પર કે ફ્લોરિંગ પર સ્થિર ઉભા રહો કે બેસી રહ્યો, ગણતરીની મિનિટોમાં શરીરમાંથી ગરમી અર્થિંગ મળતા પગ વાટે બહાર નિકળી જશે અને તમને આરામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *