જો તમારા વાળ પણ સુકાઈ જવાની સાથે સાથે પાતળા પણ થવા લાગ્યા છે તો આજમાવો આ ઉપાય…..

social

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ અને તેમજ આ પ્રદૂષણ અને વાળની ​​ખોટી રૂટીનને કારણે વાળમાં શુષ્કતા, સ્ટીકીનેસ, ડેન્ડ્રફ, હેર ફોલ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. મહિલાઓ તેમના માટે મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને વાળના ઉત્પાદનોનો આશરો લે છે, પરંતુ તેનો કોઈ ફાયદો થતો નથી. તેના કેમિકલ્સ વાળને વધુ ખરાબ કરે છે. આવી સ્થિતિમાં, તમે વાળને મજબૂત, શાઇની બનાવવા માટે ઘરેલું ઉપાયની મદદ લઈ શકો છો અને તેની સાથે જ આજે અમે તમને આવા જ એક વાળના માસ્ક વિશે જણાવીશું, આવો જોઇએ કેવી રીતે ગરમીમાં વાળની સાચવણી કરવી જોઇએ જેના વિશે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે.

સામગ્રી.

તો તેની અંદર સામગ્રીની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેમાં 1 નંગ – ડુંગળી, 1 નંગ – પાકેલા કેળા, 1 નંગ – ઇંડા, 1 ચમચી- મધ, 1 ચમચી – એલોવેરા, 2 ચમચી – દહીં, મલ્તાની મિટ્ટી – 1 ચમચી, 1 ચમચી – મુલતાની માટી અને ત્યારબાદ આ બનાવવાની રીત નીચે મુજબ છે.

બનાવવાની રીત.

ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ પહેલા ડુંગળીની છાલ કાઢો અને તેનો રસ કાઢો. હવે કેળા, મધ, દહીં, એલોવેરા જેલ અને ઇંડા મિક્સ કરીને ડુંગળી ઉમેરીને પીસી લો અને ત્યારબાદ તમે તેમાં મુલ્તાની માટી અને આમળા પાવડર મિક્સ કરો અને આવું કર્યા બાદ તેને 10-15 મિનિટ માટે રહેવા દો કે જેથી તે સારી રીતે ભળી જાય અને મિક્સ થઈ જાય.

કેવી રીતે કરવો ઉપયોગ.

પહેલા વાળને યોગ્ય રીતે ઉકેલી નાખો અને ત્યારબાદ પેકને સારી રીતે લગાવો અને વાળના મૂળથી મસાજ કરો. તમારા વાળમાં તેલ હોય તો પણ તમે આ પેક લગાવી શકો છો. 1-2 કલાક પછી વાળને માઇલ્ડ શેમ્પૂ અને સામાન્ય પાણીથી ધોઈ લો. વાળ ધોયા પછી કન્ડીશનર કરવાનું ભૂલશો નહીં. તમે આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 1 વખત કરી શકો છો.

આ પેક કેમ ફાયદાકારક છે.

તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આ પેક કેમ ફાયદાકારક છે તો તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મુલ્તાની માટી અને દહીં ઉનાળામાં ખોપરી ઉપરની ચામડી ઠંડી કરશે અને સાથે ડેંડ્રફની સમસ્યા નહીં થાય, એલોવેરા જેલ ગરમીના ફોલ્લીઓ, પિમ્પલ્સથી સુરક્ષિત કરે છે, આયુર્વેદિક ગુણધર્મોથી ભરપૂર આમળા પાવડર વાળને લાંબા કરવા માટે મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.