જો પૂજા દરમિયાન શ્રીફળ ખરાબ નિકળે તો તેને શુભ મનાય છે, આ ભગવાનનો સારો…

Uncategorized

લોકોની દરેક ગતીવિધી સાથે જ્યોતિષ (Astrology) જોડાયેલું છે. આપણે ઘણીવાર પૂજા દરમિયાન કે કોઈ માનતા દરમિયાન અવાર-નવાર ભગવાનના મંદિરે (Temple) અથવા તો પોતાના ઘરે પણ શ્રીફળ (Coconut) વધેરતા હોઈએ છીએ.

આપણા પૂર્વજો દ્વારા શ્રીફળ (Coconut) વધેરવાની ઘટનાને અલગ અલગ તર્ક આપવામાં આવ્યા છે. જેમ કે શ્રીફળ વધેરીએ ત્યારે જો શ્રીફળ ઉભુ વધેરાય તો તેને શુભ માનવામાં આવે છે. આ સાથે જ એક બીજો તર્ક પણ છે. ઘણીવાર શ્રીફળ વધેર્યાં બાદ ખબર પડે છે કે શ્રીફળ તો ખરાબ છે. પરંતુ આ ખરાબ શ્રીફળ નીકળવું તે પણ એક શુભ સંકેત છે.

ઘણા લોકોને મનમાં એવો ડર રહે છે કે શ્રીફળ ખરાબ નીકળવાના કારણે તેમની મનોકામના અધૂરી રહી ગઈ હશે. પરંતુ શ્રીફળ ખરાબ નીકળવાથી ડરવાની જરૂર નથી. આ ઘણું જ શુભ છે. ખરાબ શ્રીફળ નીકળવાથી ડરવાના બદલે ખુશ થવું જોઈએ કારણે કે આ ઈશ્વરનો જ એક સંકેત છે. શસ્ત્રોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ખરાબ શ્રીફળ નીકળવું એ ખુબ જ શુભ છે.

પૂજામાં ચઢાવામા આવેલા શ્રીફ્ળનું ખરાબ નીકળવાનો મતલબ એ નથી કે તમારી સાથે કઈ અશુભ થવાનું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન આ સંકેત આપે છે કે તેમને તમારી પૂજાનો સ્વીકાર કરી લીધો છે. વિધ્નોનું પણ માનવું છે કે નારિયેળ ખરાબ નીકળે એનો અર્થ છે કે જીએ કોઈ મનોકામના માટે પૂજા કરવામાં આવી છે તે જરૂર પૂર્ણ થઇ ગઈ છે.

જો નારિયેળ સારું નીકળે છે તો તેને બધાની વચ્ચે વહેંચી દેવું જોઈએ. જેટલા વધુ લોકો સાથે તમે એ પ્રસાદ વહેંચશો એટલું જ વધુ શુભ થશે. ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાનો સંબંધ હોય છે. એટલા માટે જો નારિયેળ ખરાબ પણ નીકળે તો ભક્તોએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર હંમેશા તેમનું સારું જ ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.