જો માણસ આ ચાર વસ્તુઓથી સંતુષ્ટ ના થાય તો જીવન થઇ જાય છે બરબાદ, જાણો શું કહે છે ચાણક્ય નીતિ…

Uncategorized

મિત્રો, ચાણક્ય નીતિ એ વિશ્વની સૌથી શ્રેષ્ઠ નીતિઓ છે. ખાસ કરીને આપણા દેશના મોટાભાગના લોકો આ નીતિ ને અનુસરે છે. એવુ માનવામા આવે છે કે, આ નીતિના આધારે ચાલનારા લોકોને દુ:ખ અને વેદના જેવી બાબતો ક્યારેય સ્પર્શ કરતા નથી.

જો તમે પણ તમારા જીવનમા ચાણક્ય નીતિને અનુસરશો તો સફળતા તમારા ચરણોમા ચુંબન કરશે. આજે અમે તમને ચાણક્ય નીતિના આવા જ એક શ્લોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને જીવનમા અનુસરવાથી તમારા જીવનમા ખુશીઓનુ આગમન થશે. તો ચાલો જાણીએ આ શ્લોક વિશે?

પૈસા :

આ શ્લોકમા તેમણે જણાવ્યુ છે કે, મનુષ્ય હંમેશા સંપત્તિ માટે તડપતો રહે છે. કોઈપણ વ્યક્તિ ગમે તેટલા પૈસા કમાય પરંતુ, ક્યારેય તેને સંતોષ થતો નથી. માણસ તેના અંતિમ શ્વાસ સુધી પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે.તે હંમેશા એ જ વિચારે છે કે, મને વધુમા વધુ પૈસા ક્યાથી મળશે? આવા લોકો ક્યારેય પૈસા થી સંતુષ્ટ થતા નથી, આવી સ્થિતિમાં ઘણીવાર લોકો ખોટો રસ્તો પસંદ કરે છે એટલે એમ કહેવું ખોટું નહીં કે પૈસા નો લોભ એ વ્યક્તિનુ જીવન બરબાદ કરી શકે છે.

ઉમર : આ શ્લોકમા તેમણે ઉમરનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, જે આ પૃથ્વી પર જન્મે છે તે કદી મરવા માંગતો નથી. તે માનવી નો સ્વભાવ છે. કોઈપણ વ્યક્તિ પછી ભલે તે ગરીબ હોય કે શ્રીમંત, તેને પોતાની ઉંમર થી ક્યારેય પણ સંતોષ થતો નથી.

ભોજન :

આ શ્લોકમા ભોજનનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. તે જણાવે છે કે, વ્યક્તિ ગમે તેટલુ ભોજન ખાય પરંતુ, તે હંમેશા વધુ ખાવાનું ઇચ્છે છે. વ્યક્તિની ભૂખ ક્યારેય પણ સંતુષ્ટ થતી નથી.ચાણક્ય જણાવે છે કે, દરેક વ્યક્તિએ આવશ્ક માત્રામા જ ભોજનનુ સેવન કરવુ જોઈએ. વધુ પડતા ભોજનનુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે.

સ્ત્રી :

આ શ્લોકના અંતે તેમણે સ્ત્રી નો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના મત મુજબ મોટાભાગના પુરુષો હંમેશાં સ્ત્રીઓના કિસ્સામા અસંતુષ્ટ રહે છે. આવા અસંતોષ મનુષ્ય દ્વારા જ નાશ પામે છે.

આ વિદ્વાન મુજબ વ્યક્તિ ને પૈસા, ઉમર, ભોજન અને સ્ત્રી ની દ્રષ્ટિએ ક્યારેય પણ અસંતોષ ના થવો જોઈએ નહીતર તેમનુ જીવન બરબાદ થઈ શકે છે. તેમના મત મુજબ જે વ્યક્તિ આ ચાર વસ્તુઓને માત આપે છે, તેને જ સુખ ની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published.