જીવનના અંતિમ શ્વાસ સુધી સાથ આપે આ 4 વસ્તુઓ, સાચા મિત્રની ગરજ સારે

DHARMIK

આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય દુખમાં પાછળ રહે સુખમાં આગળ હોય. એટલે કે આપણા પર જ્યારે જ્યારે મુશ્કેલી આવે આપણો સાચો મિત્ર હંમેશા આપણી સાથે રહે છે. આચાર્ય ચાણક્યએ સારા મિત્ર વિશે ઘણી વાતો જણાવી છે. ચાણક્ય તેમના નીતિ શાસ્ત્રમાં એક મિત્ર કેવો હોવો જોઇએ.

જે જીવનભર તેની સાથે રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. આચાર્ય ચાણક્યે ‘ચાણક્ય નીતિ’માં આવા મિત્રનો ઉલ્લેખ કર્યો છે જે અંતિમ સમય સુધી સાથે રહે છે. ચાલો જાણીએ ચાણક્ય અનુસાર જીવનભર સાથ આપે એવા મિત્રો વિશે …

આચાર્ય ચાણક્ય કહે છે કે એવી વ્યક્તિ જે તેના ઘરની બહાર રહે છે, તેના માટે જ્ઞાનથી મોટો કોઇ મિત્ર નથી. જે વ્યક્તિ પોતાના પ્રિયજનોથી દૂર રહે છે. જ્ઞાન તેને સાથ આપે છે અંતિમસમય સુધી જ્ઞાન મિત્રતા નિભાવે છે.

ચાણક્ય એમ પણ કહે છે કે જે પત્ની તેના પતિની શ્રેષ્ઠ મિત્ર છે, જેની પત્ની સારી છે, તે સમાજમાં હંમેશા આદર મેળવે છે. તો સામે પત્નીમાં અવગુણ હોઇ તો વ્યક્તિને ઘણા પ્રસંગોએ અપમાનિત થવું પડે છે. પત્નીનો સાથ મુશ્કેલ સમયમાં લડવાની શક્તિ આપે છે. ગમે તેવી મુશ્કેલી હોય સમજદાર જીવનસાથી હોય તો સરળતાથી મુશ્કેલી દૂર થાય છે.

ચાણક્ય કહે છે કે જેની તબિયત ખરાબ રહેતી હોય તેના માટે દવા એ સાચો મિત્ર છે, કારણ કે દવા કોઈ બીમાર વ્યક્તિને ઠીક કરી શકે છે. ધર્મ વ્યક્તિનો સાચો મિત્ર છે. ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિ પુણ્ય કમાઇ છે અને મૃત્યુબાદ તે સાથે રહે છે. આ ચાર વસ્તુઓ ધર્મ, દવા, જ્ઞાન અને જીવનસાથી જીવનભર સારા મિત્ર બની સાથ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *