જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે દશેરાના દિવસે ન કરશો આ 4 કામ

DHARMIK

દશેરાના દિવસને પાવન માનવામાં આવે છે. આ દિવસે શ્રીરામે રાવણને મારીને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કર્યો હતો. આ માટે આ દિવસને અસત્ય પર સત્યની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 ઓક્ટોબરે ઉજવાશે.

જાણી લો વિજયાદશમીના શુભ મૂહૂર્ત

દશેરા – 15 ઓક્ટોબર 2021 (શુક્રવાર)
વિજયાદશમીનો પ્રારંભ- 14 ઓક્ટોબર સાંજે 06:52 વાગ્યાથી
દશમી તિથિ સમાપ્ત – 15 ઓક્ટોબર સાંજે 06:02 વાગ્યા સુધી
શ્રવણ નક્ષત્ર શરૂ – 14 ઓક્ટોબર સવારે 09:36 વાગ્યાથી
શ્રવણ નક્ષત્ર સમાપ્ત – 15 ઓક્ટોબર સવારે 09:16 વાગ્યા સુધી

દશેરાના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ

1. દશેરાને અધર્મ પર ધર્મની જીતનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ માટે દશેરાના દિવસે કોઈ પણ એવું કામ ન કરો જે અધર્મના રસ્તે લઈ જતું હોય. કોઈ નિર્દોષને ભૂલથી પણ નુકસાન ન પહોંચાડો.

2. ઝાડ જીવન આપે છે માટે તેને કાપવું પણ મહાપાપ માનવામાં આવ્યું છે. આ માટે આવું કામ ટાળો. જે લોકો આ કામ કરે છે તેમની હેલ્થને મોટું નુકસાન થવાની સંભાવના રહે છે.

3. દશેરાના દિવસે ભૂલથી પણ કોઈ નબળી વ્યક્તિને હેરાન ન કરો. જીવજંતુને મારો નહીં તેનાથી તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે.

4. આ દિવસે ભૂલથી પણ દારુ ન પીઓ અને સાથે જ નોનવેજ ચીજોનું સેવન ટાળો. ન તો કોઈ બુઝુર્ગ કે સ્ત્રીને પરેશાન કરો અને ન તો તેમનું અપમાન કરો. જ્યારે પણ આવા કામ થાય છે ત્યારે માતા લક્ષ્મી તમારાથી દૂર જાય છે અને અનેક પ્રકારના સંકટ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *