જીજાજીએ વીડિયોકોલમાં જ બહેન અને એમનો રોમાન્સ બતાવ્યો,તો હું એટલી બધી ઉત્તેજિત થઇ ગઈ કે મારા બોયફ્રેન્ડે ઘરે આવવું પડ્યું

nation

લગ્ન પછી કેટલાક મહિના સુધી બંને ઓફિસથી સમયસર ઘરે પાછા આવી જતા હતા. ક્યારેક મિત્રોને ત્યાં ફરી આવતા, તો ક્યારેક એમ જ લોંગ ડ્રાઈવ પર ફરવા નીકળી પડતા. બીજું બધું તો ઠીક શાકભાજી અને ગ્રોસરી ખરીદવાનું પણ તેમને એડવેંચર લાગતું હતું. ધીમેધીમે આ જ કામ જવાબદારી લાગવા લાગ્યું અને પછી મંદીના વાતાવરણમાં પોતાની જોબ બચાવી રાખવી એ એક અઘરું લક્ષ્ય બની ગયું. કામ અને માત્ર કામ જ. માત્ર ઓફિસનું કામ જ જીવન બનીને રહી ગયું. ‘કામ’ શબ્દનો એક બીજો પણ અર્થ થાય છે જેને તેઓ ભૂલી જ ગયા હતા. રોજ રાત્રે થાકીને એવી રીતે પથારીમાં પડતા કે બીજા દિવસની સવાર ક્યાં થઈ તે ખબર જ નહોતી પડતી. બસ, સમયના કાંટાની સાતે દોડીદોડીને બંનેએ ૨ વર્ષ પૂરા કરી દીધા હતા. હવે તો મેટ્રો લાઇફની દોડાદોડી, મુશ્કેલીઓ અને સ્ટ્રેસનો સામનો કરવો જ દિવસરાતનું ટાર્ગેટ હતું.

શનિવારની સાંજ રિયા સાથે વિતાવીને ફરી એકવાર આશિમા ફ્રેશ થઈ ગઈ. મજાકમસ્તી અને એકબીજાની ટાંગ ખેંચવાથી જૂની યાદો તાજી થઈ ગઈ.

રાત્રે તેણે ડિનરમાં રોહનની પસંદગીની ડિશ બનાવી. તેને ફ્રેશ જોઈ રોહન પણ ખુશ હતો અને ઘણા સમય પછી આજે તે બંનેએ એકબીજાને મન ભરીને પ્રેમ કર્યો, માત્ર ખાવાનું જ ન કર્યું. તેનાથી આશિમાને લાગ્યું કે જીવનમાં આનંદ લાવતા રહેવા માટે મિત્રોને મળવું કેટલું જરૂરી છે.

તેણે આ વાત પર ધ્યાન આપ્યું અને હજી નક્કી જ કર્યું હતું કે જૂના મિત્રો સાથે એકવાર ફરી સંપર્ક શરૂ કરીશ કે ત્યાં જ એક દિવસ અચાનક ફેસબુક પર પોતાની કોલેજના મિત્ર મનમીત સાથે તેની મુલાકાત થઈ ગઈ. પછી ફેસબુક પર બંનેએ ચેટિંગ કર્યું અને મળવાનો પ્રોગ્રામ બનાવ્યો. ઘરે જઈને તે રોહન સાથે પણ આ સુખને વહેંચવા માગતી હતી, પરંતુ રોજની જેમ રોહન ફરી મોડો આવ્યો અને આશિમા થાકીને લોથપોથ થઈ ગઈ હતી.

એક સાંજે ઓફિસથી નીકળતા આશિમાએ મનમીતને દરવાજે ઊભેલો જોયો.

”ઓહ, વોટ અ સરપ્રાઇઝ.” કહીને તે કૂદી પડી.

”મને લાગ્યું કે તું ખાલી પ્રોગ્રામ જ બનાવતી રહીશ, એટલે હું આજે જ આવી ગયો.”

મનમીત વાતચીતમાં બિનધાસ્ત અને મસ્ત હતો. કોલેજમાં પણ તે જે મહેફિલમાં જતો, તેની રોનક જ બદલાઈ જતી, જેવું નામ તેવું કામ.

”બોલ, કેવું ચાલી રહ્યું છે લગ્નજીવન ?” આશિમા સાથે એક રેસ્ટોરન્ટના ખૂણામાં બેસતા મનમીતે પૂછ્યું.

”ચાલી રહ્યું નથી, દોડી રહ્યું છે. અમે તો માત્ર પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોને ખબર પણ ન પડી અને ૨ વર્ષ વીતી ગયા.” આશિમા પોતાના મિત્ર સાથે પોતાના મનની વાત શેર કરવા લાગી, ”સાચું કહું મનમીત, અમે બંને એટલા બિઝી રહીએ છીએ કે એકબીજા માટે, પોતાની લાગણીઓ માટે સમય જ નથી અમારી પાસે અને દુ:ખ તો એ વાતનું છે દોષ કોને આપવો તે પણ નથી ખબર.”

”ચાલ, કોઈ વાંધો નહીં. તેમાં આટલી દુ:ખી કેમ થાય છે ? ફ્રેન્ડ ક્યારે કામ આવશે?” મનમીતના આશ્વાસનથી આશિમા ખુશ થઈ ગઈ અને બંનેની સગવડ પ્રમાણે બંનેએ આગલી મુલાકાતમાં ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો.

તે સાંજે આશિમા ફરી ખુશ દેખાઈ રહી હતી. રોહનના ઘરમાં પ્રવેશતા જ તે મનમીત સાથેની પોતાની મુલાકાતનો આખો ઘટનાક્રમ આરામથી તેની સમક્ષ કહેવા લાગી. રોહન પણ આશિમાને આટલી ખુશ જોઈને ખુશ થઈ ગયો. કેટલીક વાર રોજિંદું જીવન આપણા સુખની કિંમત માગવા લાગે છે. તે જ થઈ રહ્યું હતું આશિમા અને રોહન સાથે. એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં, એકસાથે એક છત નીચે રહેવા છતાં બંને કેટલા એકલા જીવવા લાગ્યા હતા.

”રોહન, તું પણ આવ ને મૂવી જોવા. હું અને મનમીત આવતા વિકેન્ડમાં મૂવી જોવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ.” રોહનનો તેના પરનો વિશ્વાસ અને રોહનનો સ્વભાવ જરાય શંકાશીલ નહોતો, એટલે જ આશિમા પોતાનો દરેક પ્રોગ્રામ બેધડક બનાવી દેતી હતી.

”આવતા વિકેન્ડ..” કંઈક વિચારતા રોહને કહ્યું, ”સોરી આશિમા, આવતા શુક્રવારે તો મારે ટૂર પર અમદાવાદ જવાનું છે. ૩-૪ દિવસ થઈ જશે ત્યાં.” પછી આગળ બોલ્યો, ”પણ તું તારા મિત્ર સાથે મૂવી જોઈ આવ. કોલેજની જૂની મસ્તીભરી યાદો તાજી થઈ જશે.”

પછી સમય પસાર થયો અને શનિવાર આવી ગયો. મનમીત પહેલાંથી જ તેની રાહ જોતો ઊભો હતો. ખરેખર કોલેજના દિવસોની યાદોમાં આજે પણ એ શક્તિ હતી કે સુસ્તીભર્યા જીવનમાં પણ સ્ફૂર્તિ આવી જાય. બંનેએ ફિલ્મ જોઈ, મન ભરીને વાતો કરી અને ડિનર પછી મનમીત આશિમાને ઘરે મૂકી આવ્યો.

ધીમેધીમે આશિમા અને મનમીત નિયમિત રીતે મળવા લાગ્યા. આ મુલાકાતનો શ્રેય મનમીતને જાય છે, કારણ કે પ્રોગ્રામ એ જ બનાવતો. આશિમાને તેની ઓફિસથી પીક કરી લેતો અને પછી તેને ઘરે પણ મૂકી આવતો. ૧-૨ વાર રોહન સાથે પણ મનમીતની મુલાકાત થઈ.

આ વખતે ફરી રોહન પોતાની ઓફિસના કામથી ઘણા દિવસો સુધી બહાર ગયો હતો. મનમીત આશિમાને ઘરે મૂકવા આવ્યો હતો. આશિમા બંને માટે ચા બનાવી લાવી ત્યારે તેણે જોયું કે મનમીતના ચહેરા પર વિચિત્ર અસમંજસ તેમજ પરેશાનીના ભાવ હતા.

”અરે, સાંજે તો આનો મૂડ સારો હતો, અચાનક શું થઈ ગયું ? શું મારી કોઈ વાત ખરાબ તો નથી લાગી ?” આશિમા વિચારવા લાગી. પછી ચા આપતા તેણે પૂછી જ લીધું, ”શું થયું મનમીત, કયા વિચારોમાં ખોવાઈ ગયો ?”

”સવાર થાય છે, સાંજ થાય છે અને આમને આમ ઉંમર કપાતી જાય છે.” ગંભીર અવાજમાં મનમીત બોલ્યો.

”શું મતલબ ?”

”તું મારી સાથે ખુશ રહે છે ને, આશિમા ?” તેના આ વિચિત્ર પ્રશ્નથી આશિમા ચકિત થઈ ગઈ.

”હા, કેમ? આવું કેમ પૂછે છે?”

”હું..હું.. આજથી નહીં પણ કોલેજના દિવસોથી.. મને ખોટો ન સમજતી.”

”સમજીશ તો ત્યારે જ્યારે તું કંઈ કહીશ.” આશિમા ખડખડાટ હસી પડી.

”આશિમા, હું જોઈ રહ્યો છું કે રોહન માત્ર પોતાના કામમાં જ ડૂબેલો રહે છે. તે તને તો સમય જ નથી આપતો. તારા લગ્નને માત્ર ૨ વર્ષ થયા છે અને તમે બંને જાણે એકબીજા માટે વાસી થઈ ગયા છો. આમ જીવન બરબાદ કરવું શું યોગ્ય છે? એક બાજુ રોહન સાથેનું આ નિરસ જીવન અને બીજી બાજુ મારી સાથે મોજમસ્તીથી ભરપૂર જીવન.” મનમીત પોતાની વાત પૂરી ભૂમિકા બાંધીને કહી રહ્યો હતો.

”તેના માટે જ તો મિત્ર છીએ, ડિયર.” આશિમા હજી મનમીતની વાતના આશયથી અજાણ હતી.

”તું કદાચ સમજી નહીં.” મનમીત કંઈક વિચારવા લાગ્યો. પછી તેણે હિંમત ભેગી કરી અને બોલ્યો, ”હું તને ચાહું છું, આશિમા. હું આ જીવન તારી સાથે, તારા ખિલખિલાટ હાસ્ય સાથે, તારી જીવંત આંખ સાથે, તારા નિર્મળ હૃદય સાથે પસાર કરવા માંગું છું.”

ચાનો ઘૂંટડો આશિમાના ગળામાં જ અટકી ગયો. તેને અચાનક ઉધરસ આવવા લાગી. આંખમાંથી પાણી વહેવા લાગ્યું. તેની આ હાલત જોઈને મનમીત દોડીને રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈ આવ્યો, પણ ત્યાં સુધીમાં તો આશિમાએ પોતાની જાતને સંભાળી લીધી હતી. તેણે પાણી પીવાની ના પાડી દીધી. એક વિચિત્ર શાંતિ રૂમમાં ફેલાઈ ગઈ. બંને નીચી નજર ઢાળીને થોડી વાર બેસી રહ્યા. પછી આસિમા અચાનક ઊભી થઈ અને બોલી, ”મોડી રાત થઈ ગઈ છે, મનમીત, તું તારા ઘરે જા.”

મનમીત ચુપચાપ જતો રહ્યો. તેના ગયા પછી આશિમા ધુ્રસકેધુ્રસકે રડવા લાગી. મનમીતની વાત પર થોડો અણગમો, તેની આવી હિંમત પર થોડો ગુસ્સો, અચાનક રોહનની યાદ આવવી અને આજે એક સારો મિત્ર ગુમાવવાનું દુ:ખ. તે વિચારી રહી હતી કે તેની એવી કઈ વાત પરથી મનમીતે એવું નિષ્કર્ષ કાઢ્યું કે તે રોહન સાથે ખુશ નથી ? આવી વાત કરીને તેણે હંમેશાં માટે પોતાની મિત્ર ગુમાવી દીધી હતી. આશિમા ફરી ઉદાસ થઈ ગઈ અને આ વખતે તે વધારે ઉદાસ હતી.

૨ દિવસ પછી રોહનના પાછા આવ્યા પછી પણ તે ખુશ નહોતી. બધું જ કામ યથાક્રમ કરી રહી હતી, પણ તેના ચહેરા પરની ઉદાસીને રોહને તરત જ કળી લીધી હતી.

”શું વાત છે આશિમા, આમ ચુપચુપ કેમ છે ?” તેને બાતમાં લેતા જેવું રોહને પૂછ્યું કે તેની લાગણીનો બંધ તૂટી ગયો. તે ધુ્રસકેધુ્રસકે રડવા લાગી. રોહન ગભરાઈ ગયો. તે મૂંઝવણમાં હતો કે આશિમાને શું થયું? મહાપરાણે તેણે આશિમાને ચુપ કરાવી, પાણી પિવડાવ્યું, પથારીમાં ઊંઘાડી. શાંત થયા પછી આશિમાએ બધી જ વાત રોહનને જણાવી. તેની વાત સાંભળીને રોહન પણ ગંભીર થઈ ગયો.

”મને શું ખબર હતી કે મારી પવિત્ર ફ્રેન્ડશિપને મનમીત આવો વળાંક આપશે. હું તો વિચારી પણ ન શકું કે તે મારા વિશે આવા વિચારો ધરાવે છે.” આશિમા હજી પણ મનમીતની વાતથી પરેશાન હતી.

”તેમાં ભૂલ મનમીતની ઓછી અને મારી વધારે છે.” રોહનના આ શબ્દો સાંભળીને આશિમા હતપ્રભ થઈ ગઈ અને તેને તાકી રહી. પછી, ”એટલે?” તેણે પૂછ્યું.

”માન કે ન માન આશિમા, મનમીતે આપણા જીવનમાં પ્રસરેલી ઉદાસીનતાને બરાબર પકડી. જો આપણા જીવનમાં તાજગી હોત તો તે આવી વાત ક્યારેય ન વિચારતો. શક્ય છે કે તે કોલેજના દિવસોમાં તને ચાહતો હોય. છેવટે તું છે જ પ્રેમ કરવા લાયક, પણ આજે તને મળીને તેને એવું લગ્યું હોય કે તું માત્ર જવાબદારી જ નિભાવી રહી છે, જીવન નથી જીવી રહી અને તેમાં તેને મારો વાંક દેખાયો.”

”કેવી વાતો કરે છે?” આશિમાને રોહનની વાતો અસહ્ય લાગી રહી હતી.

”હું સાચું જ કહી રહ્યો છું. આપણે આ જીવનને એકબીજાને ફોર ગ્રાન્ટેડ ન લેવા જોઈએ. આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ કે દરેક સંબંધમાં વાસીપણું આવી જતું હોય છે જેને તાજગીસભર બનાવવાના પ્રયાસ કરતા રહેવા જોઈએ, પરંતુ આપણે કશું જ ન કર્યું.”

”મનમીતે એવું કહ્યું હતું ને કે સવાર થાય છે, સાંજ થાય છે, ઉંમર આમ જ કપાતી રહે છે. તે સાચી વાતની યાદ અપાવી ગયો. સવાર અને સાંજને તો આપણે ન રોકી શકીએ, પણ ઉંમરને હું હવે આમ જ નહીં કપાવા દઉં.” પછી થોડીવાર ચુપ રહ્યા વિના આગળ કહેવા લાગ્યો, ”હવે એવું જ થશે કે આપણે વર્ષમાં ૨ વાર રજા લઈને ફરવાનો અને દર મહિને એક ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવીશું અને રોજ રાત્રે..” કહેતાકહેતાં તેણે આશિમાને પોતાની બાહુપાશમાં સમાવી લીધી. રોહનની આગોશમાં આશિમા હસી પડી અને બોલી, ”અરેઅરે, લાઇટ તો બંધ કર.”

Leave a Reply

Your email address will not be published.