જીજાજીએ તેમની સાળીને કહ્યું કે દીદી પ્રેગ્નન્ટ છે, તો આજે હું તને દીદી કરતાં વધુ ખુશ કરીશ, એટલે શિલ્પા મારી નજીક આવી.

nation

આજના ન્યુઝપેપરમાં જે કંઇ છપાયું છે તે હું જાતે જ તને કહી દઉં છું. મેં તારાં અને પરાગનાં લગ્ન નહિ કરવાનો ફેંસલો કર્યો છે અને એ ખબર મેં પોતે જ છાપામાં છપાવી છે.’

‘મારી પુત્રી શિલ્પા અને પરાગનાં ૨૯મી નવેમ્બરે સાઇલીલા હૉલમાં યોજાનારાં લગ્ન અનિવાર્ય સંજોગોવશાત્ રદ કરાયાં છે…..

લિ. સ્વાતિ દેસાઇ,

ચારેક દૈનિક વર્તમાનપત્રોમાં પોતે છપાવેલી આવી જાહેરાતના થોડાક કલાકોમાં જ સ્વાતિના ફોનની ઘંટડી સતત રણકતી રહી. સ્કૂલના સ્ટાફને અને સગાસંબંધીઓને ખબર હતી કે સ્વાતિએ પોતાની એકની એક પુત્રીની મરજીથી જ અને સ્કૂલમાં હિન્દીના શિક્ષક તરીકે જોડાયેલા સૌમ્ય, સર્જનશીલ અને સંમોહક વ્યક્તિત્વ ધરાવતા પરાગના સ્વભાવનું એક વરસ સુધી નિરીક્ષણ કર્યા પછી જ શિલ્પાના જીવનસાથી તરીકે પરાગ પર પસંદગી ઉતારી હતી.

છતાં સ્વાતિએ દીકરીને અને ભાવિ જમાઇને જાણ કર્યા વગર છપાવેલી આ જાહેરાત વાંચી સ્કૂલનાં શિક્ષક-શિક્ષિકાઓ તેમજ સ્નેહી-મિત્રો હચમચી ઊઠયાં હતાં અને સ્વાતિના આ અણધાર્યા નિર્ણય પાછળનું કારણ જાણવા તેને ફોન કર્યા કરતાં હતાં.

પણ સ્વાતિ દરેકને ખુલાસો કરવા માગતી નહોતી. કોઇક અકળ અમૂંઝણ તેને કોરી ખાતી હતી. પોતે ઘરમાં નથી એવું દર્શાવવા તે ફોનનું રિસીવર જ ઉપાડતી નહોતી. શિલ્પા બાજુના રૂમમાં ઘસઘસાટ ઊંઘી રહી હતી એટલે તેને ફોનની ઘંટડી સંભળાતી નહોતી.

થોડીવાર પછી ફોનની ઘંટડીના રણકાર શમી ગયા. સ્વાતિને થોડો હાશકારો થયો કે પોતાની ગેરહાજરી વિશે લોકો સમજી ગયા હશે. પરંતુ એવામાં ફરીથી ઘંટડીનો રણકાર ધમધમી ઊઠયો. સ્વાતિની અવઢવ વધી ગઇ: ફોન ઊંચકવો કે નહિ? છેવટે તેણે વિચાર્યું કે આજે નહિ તો કાલે સ્કૂલમાં અને બહાર બધાને ખુલાસા આપવા જ પડશે. એના કરતાં એકાદ-બે જણને કારણ કહી દઉં, જેથી એમના મારફત જ મારી વાત ઘણાને પહોંચી જશે.

હિંમત કરીને તેણે રિસીવર ઊંચક્યું.

‘હેલ્લો મેડમ, ગુડ મોર્નિંગ.’ સામેથી અવાજ આવ્યો, ‘હું રીટા બોલું છું, રીટા ત્રિવેદી.’ પરિચિત અવાજ સાંભળતાં જ સ્વાતિ સચેત થઇ ગઇ અને લાચારીના ભાવ સાથે બોલી, ‘હા બોલ રીટા. તારો અવાજ ઓળખાયો.’

‘કેટલા ફોન કર્યા તને? કેમ કોઇ ઉપાડતું નથી? શિલ્પા પણ ઘરમાં નથી કે શું?’

‘ના, એ સૂતી છે. બોલ, શું હતું?’

‘અરે આજે છાપાંમાં આ શું છપાયું છે? આમ સાવ અચાનક મેરેજ કેમ કેન્સલ કરવાં પડયાં? તમારી બંનેની તબિયત તો સારી છે ને?’ રીટા બોલી.

‘રીટા, પ્લીઝ, અત્યારે હું ખૂબ જ ટેન્શનમાં છું. ફોન પર કશું કહી નહિ શકું. હું તને પછી સામેથી ફોન કરીશ.’ આટલું કહીને સ્વાતિએ ફોન કટ કરીને રિસીવર બાજુ પર મૂકી દીધું.

થોડીવારે શિલ્પા જાગી. તે ઊઠતાંવેંત પરેશાન ન થાય એવા ઇરાદાથી સ્વાતિએ ન્યુઝપેપર છુપાવી દીધું અને બાલ્કનીમાં જઇને ખુરશી પર ઊંઘવાનો ડોળ કરીને પડી રહી. **

સ્વાતિની સ્કૂલમાં બારેક મહિના પહેલાં હિન્દીના શિક્ષક તરીકે પરાગની નિમણૂંક થઇ હતી. તેણે હિંદીમાં એમ.એ.કર્યું હતું અને બી.એડ.થયો હોવાની સાથોસાથ હિન્દીના એક સુપ્રસિધ્ધ નવલકથાકાર પર પીએચ.ડી. કરી રહ્યો હતો. તે ખૂબ જ ઉત્સાહી, વિવેકી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. એકાદ મહિનામાં જ તે વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને લેડીઝ ટીચર્સમાં લોકપ્રિય બની ગયો હતો. એક દિવસ તેણે સ્વાતિને કહ્યું કે ‘આપણી સ્કૂલના ગણિતના શિક્ષક મિસ્ટર વ્યાસ તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને ધમકાવે છે કે જો તેઓ તેમનું ટયુશન નહિ રાખે, તો પરીક્ષામાં તેમને નાપાસ કરી દેશે.’

સ્વાતિના કાને મિ.વ્યાસ વિશે આવી ફરિયાદો આવી હતી. આથી પરાગની વાતમાં તેને દમ લાગ્યો. તેણે પરાગને પુષ્ટિ આપતાં પરાગ પણ પોરસાયો. પછી તો પરાગ અવારનવાર સ્વાતિને સ્કૂલમાં ચાલતી આવી અનેક છાનીછપની વાતો કહેતો રહેતો, જેને પરિણામે તે સ્વાતિની વધુ નિકટ આવવા ઉપરાંત તેનો વિશ્વાસુ સાથી બની ગયો.

બંને વચ્ચેની નિકટતાને લીધે કેટલાક ડંખીલા શિક્ષકોની નજરોમાં પરાગ જાણે સ્વાતિનો ચમચો અને જાસૂસ બની ગયો હતો. પરંતુ પરાગ પોતાના વિષયમાં પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ હતો. તેની ભણાવવાની રીતથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ અને પ્રભાવિત હતા. તેના સહકારી વલણથી સ્કૂલમાં ઘણો સુધારો આવી ગયો હતો. તેના સાંનિધ્યને કારણે સ્વાતિ છૂટાછેડા પછીની પોતાની અંગત અને એકલતાસભર જિંદગીમાં સલામતી મહેસૂસ કરતી હતી. પતિથી વિખૂટી પડયા પછી સ્વાતિની દુનિયા તેની એકમાત્ર પુત્રી શિલ્પામાં સમેટાઇ ગઇ હતી. આને કારણે શિલ્પા પણ અંતર્મુખ બની ગઇ હતી. પરંતુ પરાગના પરિચય અને નિકટતાથી સ્વાતિનું ઘર પણ ખુશીઓની ખુશબૂથી મહેકી ઊઠયું હતું.

પહેલીવાર જ્યારે તે ઘરે આવ્યો ત્યારે શિલ્પાને જોતાંવેંત બોલી ઊઠયો, ‘મેડમ, તમે મને ક્યારેય કહ્યું નહિ કે તમારી એક નાની બહેન પણ છે!’

‘એ મારી બહેન નહિ, ‘દીકરી’ છે.’ સ્વાતિ ખડખડાટ હસતાં બોલી.

પરાગ વિસ્મયની નજરે ઘડીક સ્વાતિ સામે તો ઘડીક શિલ્પા સામે જોતો હતો. પરાગની જેમ બીજા ઘણા લોકો આવી થાપ ખાઇ જતા હતા. પોતાના ફિગર અને ફિટનેસ પ્રત્યે સ્વાતિ એટલી સજાગ રહેતી કે તે યુવાન પુત્રીની મા લાગતી નહોતી.

ધીમે ધીમે સ્વાતિના ઘરમાં પરાગની અવરજવર વધતી ગઇ. તેના સરળ અને મિલનસાર સ્વભાવે મા-દીકરીનાં મન જીતી લીધાં હતાં. અચાનક એક દિવસ સહજભાવે પરાગે સ્વાતિને કહ્યું, ‘મેડમ, જો તમે મને શિલ્પાને લાયક સમજતાં હો, તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું.’

શિલ્પાની આંખોમાં આંસુ છલકાયાં. જોકે તેને પરાગના પ્રસ્તાવમાં કશી ખોટ ન જણાઇ. દરેક રીતે તે શિલ્પા માટે લાયક હતો. છતાં શિલ્પાથી વિખૂટા પડવાના વિચારમાત્રથી તે હચમચી ગઇ હતી.

‘પરાગ, શિલ્પા મારી એકની એક પુત્રી છે. મારા અસ્ત્તિત્વનું અવિભાજ્ય અંગ, મારી જિંદગીનું મધ્યબિંદુ અને મારી અણમોલ અમાનત છે. હું જાણું છું કે દરેક દીકરીને એક દિવસ તો ઘર છોડવું જ પડે છે. છતાં કોણ જાણે કેમ શિલ્પાના વિયોગની કલ્પના જ મને થથરાવી મૂકે છે.’

‘એની તમે જરાય ચિંતા કરશો નહિ. એ દરરોજ તમને મળવા આવશે. હું તમારા ઘરની પાસે જ બીજું ઘર લઇ લઇશ.’ પરાગે હૈયાધારણ આપતાં કહ્યું.

‘પરાગ, એક વાત કહું? ખોટું નહિ લગાડતા. તમે અમારી સાથે આ ઘરમાં જ રહો તો? અમારા બે સિવાય આ ઘરમાં બીજું કોણ છે?’

‘પ્લીઝ મેડમ, હું એવું નહિ કરી શકું. વળી દરરોજ અમે બંને તમારી પાસે આવતાં જ રહીશુ ને?’

સ્વાતિને થયું કે જાણે તેણે પરાગના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. પરંતુ તેને એના સ્વાભિમાન પ્રત્યે ગર્વ પણ થયો. પોતાના બેઉ હાથે પરાગનો હાથ પકડતાં તે બોલી, ‘તમને યોગ્ય લાગે તેમ કરજો.’

પછી સ્વાતિએ શિલ્પા સાથે અને ખાસ સગા-સ્નેહીઓ સાથે ચર્ચાવિચારણા કરીને સંબંધ પાકો કરવાનો નિર્ણય લઇ લીધો અને બંનેની સગાઇ કરી દીધી. લગ્નની તારીખ નક્કી થઇ જતાં લગ્ન માટેનો હોલ પણ બુક કરાવી લીધો.

‘મમ્મી, મમ્મી…..** આજનું પેપર ક્યાં છે? હમણાં જ પરાગે મને મોબાઇલ પર ફોન કર્યો હતો. એ ગભરાયેલા સ્વરમાં બોલી રહ્યો હતો કે આજનું ન્યુઝપેપર વાંચી લે.’ શિલ્પાએ હાંફળીફાંફળી થઇને સ્વાતિને બૂમ પાડી કે તરત તે સફાળી ખુરશી પરથી ઊભી થઇ ગઇ. પછી સંયત અને સહજ સ્વરે બોલી, ‘આજના ન્યુઝપેપરમાં જે કંઇ છપાયું છે તે હું જાતે જ તને કહી દઉં છું. મેં તારાં અને પરાગનાં લગ્ન નહિ કરવાનો ફેંસલો કર્યો છે અને એ ખબર મેં પોતે જ છાપામાં છપાવી છે.’

‘ઓહ મમ્મી, આ તું શું બોલી રહી છે? લગ્નની બધી તૈયારી થઇ ગઇ છે. કંકોતરીઓ પણ બધાને વહેંચાઇ ગઇ છે અને હવે તું લગ્ન રદ કરી રહી છે? તું આવું શા માટે કરે છે, મમ્મી?’

‘બેટા, હું મારી મરજીથી અને પૂરેપૂરી સભાનતાથી આ લગ્ન રદ કરી રહી છું. કેમકે મને આ સંબંધ મંજૂર નથી.’

‘મમ્મી, તને આખરે થયું છે શું? અમારાં લગ્ન તેં તારી મરજીથી જ નક્કી કર્યાં હતાં. મેં તો તને કોઇ બળજબરી કરી નહોતી. પછી અચાનક શું વાંધો પડયો કે લગ્નના ચાર દિવસ પહેલાં જ તને આ સંબંધ તોડી નાખવાનું મન થયું?’ ‘પ્લીઝ શિલ્પા, હું આ બાબતમાં તને કશું જ કહેવા માગતી નથી. હું તારી મા છું, બેટા. તારા ભલા માટે જ મારે આવું કઠોર પગલું ભરવું પડયું. સ્વાતિએ ઊંચા અવાજે ખુલાસો કર્યો.

‘સૉરી મમ્મી, હું પરાગ સાથે જ લગ્ન કરીશ, કેમકે તે મને પ્રેમ કરે છે. એટલે જ તો તેણે જાતે જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હું એને મળવા જાઉં છું.’ આટલું કહીને શિલ્પા મેઇન ગેટ તરફ વળી.

‘ઊભી રહે, શિલ્પા! જો તું જાણવા જ માગતી હો, તો સાંભળ કે પરાગ તને નહિ, પરંતુ બીજી કોઇકને પ્રેમ કરે છે.’

‘આ તું શું બોલી રહી છે, મમ્મી? જો પરાગ મને પ્રેમ કરતો ન હોય, તો તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જ ન હોત’ આટલું બોલીને શિલ્પાએ દરવાજો ખોલ્યો.

‘સાંભળ શિલ્પા, હું તને કેવળ એટલા માટે જ સચ્ચાઇ બતાવવા નહોતી માગતી કે તે જાણીને તારું મન ભાંગીને ભુક્કો થઇ જશે. પરંતુ હવે એ કહી દેવાનું જરૂરી છે, કારણ કે આખરે આ તારી જિંદગીનો સવાલ છે અને મારા માટે તારી જિંદગીથી વિશેષ કશું નથી. અને હાં, આ સાંભળ્યા પછી પણ તને જો એમાં કશું ખોટું ન લાગે, તો તું ખુશીથી પરાગને પરણી શકે છે. ગઇ કાલે સવારે લગ્નના સંબંધમાં વાત કરવા હું પરાગના ઘરે ગઇ હતી. તેના ઘરના દરવાજે જ તેની કામવાળી મને મળી ગઇ. તેણે કહ્યું કે સાહેબ કસરત કરવા ટેરેસ પર ગયા છે. કોઇ મળવા આવે તો ડ્રોઇંગરૂમમાં બેસાડવાનું કહ્યું છે.

‘હું ડ્રોઇંગરૂમમાં બેઠી. સામેના ટેબલ પર ફોન જોઇને મને થયું કે સ્કૂલમાં મોડી આવીશ એમ કહી દઉં. પણ મેં જેવું રિસીવર કાને માંડયું કે મને પરાગનો અવાજ સંભળાયો. જો એમાં મારા નામનો ઉલ્લેખ થયો ન હોત, તો મેં કદાચ તરત રિસીવર મૂકી દીધું હોત. સામેથી કોણ બોલી રહ્યું હતું તેની મને ખબર નથી. એ વ્યક્તિએ કહ્યું, ‘યાર, હું તારાં લગ્નમાં તો જરૂર આવીશ. પણ કહે તો ખરો કે સ્વાતિ તારી વાત કેવી રીતે માની ગઇ? તું તો કહેતો હતો કે એમને મનાવતાં નાકે દમ આવી જશે.

Leave a Reply

Your email address will not be published.