જેની જોડે કોલેજમાં સેજપણ નતું બનતું એજ છોકરી જોડે પૈસા આપીને રાત ગુજારવી પડશે એતો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું

nation

પછી એણે આજુબાજુ ?નજર ફેરવી?. એ ડરેલી હતી. એનાં શ્વાસમાં એક ભાર હતો. એને આ જ કાદવમાં ફસાઈ જવાનો ડર હતો. એ બોલે તો બોલે શું? કોને કહે કે એ શું ઈચ્છે છે? ત્યાં જ બારણે ટકોરા પડયા.’ બરાબર એ જ સમયે પડેલાં ટકોરા સાંભળી હું રીતસરની ભયથી થથરી ગઈ.

મુક્તા… મારી પ્રિય લેખિકા… એનું વાર્તાનું વર્ણન મને ખૂબ ગમતું. જીવનની સચ્ચાઈથી ખૂબ લગોલગ હોય એમના શબ્દો. બહુ ક્રાંતિકારી હોય એમની વાતો.

હું સોફા પરથી ઊભી થઈ. મેં દરવાજો ખોલ્યો. સામે સમીર ઊભો હતો. દરવાજામાંથી આવતાવેંત એનો પ્રશ્ન એની પીઠ પરથી મારા તરફ ફેંકાયો.

‘નીલુ, આ શું? ફરી તારી મુક્તાને વાંચવા બેઠેલી? આવું બધું વાંચીને જ તારું મગજ ડોફરાઈ ગયું છે.’

મને અફસોસ થયો કે મેં વળી એ ચોપડી ત્યાં કેમ રહેવા દીધી?

મને સમીરને દુઃખ થાય એ જરા પણ ન ગમતું. એટલે નહીં કે અમારી વચ્ચે અઢળક પ્રેમ હતો. પણ એટલાં માટે કે કદાચ આ જ વાતોને મનમાં ભરીને જે દુઃખ છલકાતું એનો જવાબ જ્યારે ચાદરની સળ સવારે માંગતી ત્યારે હું ગુનેગાર સાબિત થઈ જતી.

હું ન ચાદરની સળને જવાબ આપી શકતી ન બારીમાંથી ડોકિયું કરી મને હસાવવાની કોશિશ કરતાં સૂરજનાં દૂતો પણ ગુસ્સે થઈ જતાં એમને ખાળી શકતી. પછી આ ગુસ્સો અને આ અજંપો ‘મુક્તા’ને વાંચીને જ દૂર થતો.

મને ત્યાં જ દરવાજા પાસે ઉભેલી જોઈ સમીર વધુ અકળાયા.

‘નીલુ..? ક્યાં ધ્યાન છે તારું? કેમ બબૂચકની જેમ ત્યાં ખોડાઈ ગઈ છું? પાણી આપ. ખબર નથી પડતી કોઈ માણસ બહારથી ઘરમાં આવે તો એને પાણી આપવું જોઈએ…? મા બાપે તો કશું શીખવાડયું જ નહોતું, પણ આ અક્કલમઠી આટલા વર્ષોેમાં પણ આ ન શીખી શકી.’

મને આ શબ્દો ખટક્યા. એમબીએ ગોલ્ડ મેડલિસ્ટ આજે અક્કલમઠી સાબિત થઈ રહી હતી.

‘આવી વાર્તાઓ વાંચશે અને પાછી ઘર છોડી નોકરી કરવાની જીદ પકડશે.’ સમીર બબડયા.

આમ અચાનક બપોરે ઘરે આવી જવાની સમીરની આદત હતી. આજે આમ મૂડ બગડયો એ મને ન ગમ્યું. આજે મારે મારાં મમ્મી-પપ્પાની લગ્નતિથિ હોવાથી મારાં પિયર જવું હતું.

મેં ફટાફટ જમવાનું ગરમ કર્યું. આજે મેં એમની ભાવતી વાનગીઓ બનાવી હતી. એ જમવા બેઠાં અને મેં રોટલી માંડી. રોટલી વેલણથી દબાઈને ગોળ થતી હતી. કદાચ આ જ જીવનની રીત હતી. આમ જ ટપારી ટપારીને એ મને સુધારી રહ્યા હતા.

મેં એમની થાળીમાં તૈયાર થયેલી રોટલી મૂકી. પહેલો કોળિયો મોંમાં મૂકતાં જ એ ખુશ થઈ ગયા. બરાબર એ જ સમયે મેં પાણીનો ગ્લાસ ભરીને ટેબલ પર મૂક્યો. એજ સમયે શાક લેવા એમણે હાથ લાંબો કર્યોે અને ગ્લાસ ટેબલ પરથી નીચે પડયો.

એમનાં મોં તરફ જોેયાં વગર જ મેં ફટાફટ પોતું લીધું અને સાફ કરવા માંડી.

‘સોરી, બળ્યું ખબર નહીં ક્યાં હોય છે ધ્યાન મારું? સોરી..’

મેં બબડતા બબડતા પ્યાલો ઉઠાવ્યો અને કૂંડીમાં મૂક્યો.

હું ટેબલ પર કકડો મારવા આવી તો મેં જોેયું એમની થાળીમાં રોટલી ખલાસ થઈ ગઈ હતી. મેં હડબડાટમાં કકડો ત્યાં જ રહેવા દીધોે અને હું તવી પર રોટલી ચડાવી ફાસ્ટ ગેસે શેકવા માંડી.

રોટલી લઇ હું ટેબલ તરફ આગળ વધી. મારો પગનો અંગૂઠો વળી ગયો અને હું પડતાં પડતાં બચી. ત્યાં એમની થાળી પાસે કકડો જોેઈ હું ફરી ગભરાઈ ગઈ.

‘જમવાનું સરસ બનાવ્યું છે. પણ તારી તબિયત સારી નથી લાગતી.’

સમીરની વાત સાંભળી મને એક અજબ શાંતિ લાગી. એમનો બોલવાનો લહેકો શાંત હતો.

‘ના, ના સારી છે. પણ મારાથી આજે વારે વારે ભૂલ થાય છે.’ ખબર નહીં કેમ?’

‘કશો વાંધોે નહીં. ચાલ, તૈયાર થઈ જા. તારાં પિયર ઉતારતો જાઉં. સાંજે આઠ વાગ્યે આવીશ લેવા.’

મારે જમવાનું બાકી હતું પણ મારે તો પિયર જવાનું હતું. જોે જમવા બેસું અને મોડું થઈ જાય તો મને પિયર મૂકવા ન આવે. એમને જમાડી હું ફટાફટ તૈયાર થઈ ગઈ. ખાસ કશું તૈયાર થવાનું નહોતું.

અમે નીકળ્યા પણ મારા ઘરનાં દરવાજાનો લેચ આડો થયો. એણે બંધ થવાની ના પાડી. મેં ઘણું મનાવવાની કોશિશ કરી પણ એ એકનો બે ન જ થયો.

મેં ગુસ્સા અને નફરત સાથે એને એક લપડાક આપી. અને તરત જ એની સાન ઠેકાણે આવી. મોઢું ફુલાવીને એણે પરાણે ઘોઘરા અવાજ સાથે બંધ થવાનું કષ્ટ ઉઠાવ્યું.

હું ફટાફટ ગાડી તરફ આગળ વધી. પણ હાય…. મારો દુપટ્ટો પગમાં આવ્યો અને હું પડતાં પડતાં બચી. ફરી એકવાર. આ વખતે હું સમીરના ખભે અથડાઈ.

સમીર પાણી પીતાં હતાં. એમનાં મોં પર પાણી ઢોળાયું. હું સહેમી ગઈ. એમનો પણ હાથ ઊઠયો અને હવામાં જ રહી ગયો. એક ભયાનક સ્મિત એમનાં મોં પર રેલાયું. એમણે મને ગાડીમાં બેસવાનો ઈશારો કયો. હું ગાડીની આગલી સીટમાં ફેંકાઈ.

સમીરે ગાડી ઝાંપાની બહાર લીધી. પણ ત્યાં જ ગાડીનાં પાછલાં ટાયરને જોર આવ્યું હોય એમ બેસી પડયું.

સમીર ટાયર બદલવા નીચે ઉતર્યો અને એ જ સમયે મારી બાજુમાં અમારાં ઘરની આસપાસ ફરતી બિલાડી આવી. હું એને જોેઈ રહી.

‘કેટલી સુખી છે નહીં આ બિલાડી? કોઈ ઝંઝટ નહીં. કોઈને ખુશ રાખવાનાં નહીં. કેટલી મજ્જાની લાઈફ…. કાશ હું પણ આવી એક બિલાડી જ હોત.’

ત્યાં સામેનાં ઘરમાં રહેતો કૂતરો ધીરાં પગલે આગળ વધી રહ્યો હતો. હું બિલાડીને જોવામાં વ્યસ્ત હતી ત્યાં જ એણે મારી નજર ચૂકવી મીની પર ઝપટ મારી.

બિલ્લી ગભરાઈ ગઈ. એ પંજાનો વાર કરે એ પહેલાં જ પેલાં કૂતરાએ એને ગળેથી પકડી જમીન સાથે જડી દીધી. બિલ્લી તરફડતી રહી. આખરે આ ઘટના એનાં માટે દુઃખદાયક વધુુ હતી.

મારી આંખોમાં એક અર્ર્ધપારદર્શક પડળ આવતા થોડીવાર હું ખાલી બે ઓળાં એકબીજામાં ઓગળતા જોઈ રહી. જેમાં એકની મરજી નહોતી. મારાથી ડૂસકું ભરાઈ ગયું. બિલ્લીનું ‘કાવ કાવ’ મને છેક ઊંડે સુધી શૂળ ઊભું કરી ગયું. મારી મરજી વગરની રાતે હું પણ આમ ‘કાવ કાવ’ કરતી.

અચાનક મને શું સૂઝયું કે મેં ચીસ પાડી…

‘છોડ એને! હરામખોર… એવો કયો એવોર્ડ લઈને આવ્યો છું કે તને બધે હક છે?’

મારી ચીસ સાંભળી એક ક્ષણ બધું જ રોકાઈ ગયું. સમીર પણ સારી પાસે આવ્યા. મેં દરવાજો ખોલ્યો તો કૂતરો ભાગી ગયો.

મેં બિલ્લીને હાથમાં પકડી. એની પીઠ પસવારી. એની આંખોમાં કરુણામય આભાર હતો.

મેં પાણીનાં બે ટીપાં મૂક્યા એનાં મોં માં અને એનાં માથે હાથ મૂકીને ધુ્રસકે ધુ્રસકે રડવા લાગી. સમીર આ જોેઈ હેબતાઇ ગયેલા. એમણે ટાયર બદલી મારી પાસે આવી મને પ્રેમથી કારમાં બેસાડી.

મેં હજુ બિલ્લીને પકડી રાખેલી.

સમીર આવીને બાજુની સીટ પર ગોઠવાયા. મેં બિલ્લીના જખમ પર મારો દુપટ્ટો ઢાંક્યો હતો.

‘કશું નહીં થાય. હું તને તડપતા નહીં દઉં. મારી તડપ ભલે કોઈ ન સમજે. હું સમજું છું તને. સમીર, આપણે આને…’ હું બોલતાં તો બોલી ગઈ. મેં સમીર તરફ જોેયું. એ મને શૂન્યમનસ્ક લાગ્યાં. અચાનક એમણે ગાડી પશુઓનાં ડોક્ટરની ક્લિનીક તરફ વાળી.

આજે વર્ષો પછી મારા મોં પર રાહતનું સ્મિત ફરક્યું. જેને કોઈ ખાસ પ્રયત્નની જરૂર ન પડી.

Leave a Reply

Your email address will not be published.