જવાન વિધવા ભાભીની જવાની જોઈને દેવરનું દિલ લલચાયું.. અને પછી ભાભીએ પણ પરસેવો વળાવી દીધો..

nation

ત્રણ તસવીરો તેણે મારી સામે મૂકી હતી. ત્રણે તસવીરો રૂપાળી, કામણગારી સ્ત્રીઓની હતી. એમાંની બે અર્ધનગ્ન હતી, જ્યારે એક તો લગભગ નિર્વસ્ત્રા કહી શકાય તેવી, અંગ-ઉપાંગોનું કામુક-માદક પ્રદર્શન કરે તેવી હતી. નદીમાં નાહીને ભીની, મલમલ જેવી સાડી પરિધાન કરીને ઊભેલી એ કામિનીની કાયા સાથે ચોંટેલું ગુલાબી પોત તેનાં વક્ષ, જાંઘ અને નિતંબના ઉન્માદક ઊભારને ઉજાગર કરતું હતું.

પંચાવનથી સાંઠ વર્ષની વયના શખસે આવાં ચિત્રો ચીતરવાં નહોતાં જોઈતાં એવું મને લાગ્યું. ઉંમરની સાથે સાથે જે પાકટતા અને કલાની દક્ષતા આવવી જોઈએ તેનો અભાવ એનાં ચિત્રોમાં વરતાતો હતો. મેં એની સામે મીટ માંડી તો એ હસી રહ્યો હતો.

‘હું જાણું છુ ંકે તમે શું વિચારી રહ્યા છો. તમને એમ થાય છે કે મારા જેવા વૃદ્ધાવસ્થાનેઆરે ઊભેલા માણસે આવાં ચિત્રો ન ચીતરવાં જોઈએ.’

હું ચૂપ રહ્યો, તો એણે વાત આગળ વધારી: સૌંદર્યને નીરખવા માટે ઊંડી નજર, અનુભવવા માટે જુવાન હૈયું અને તેને ચીતરવા માટે આકર્ષક કળાસૂઝ જરૂરી છે.

મેં ફરીવાર તેનું પેન્સિલ વર્ક જોયું. એટલું ખરું કે આ ત્રણે ચિત્રો એટલાં લાજવાબ હતાં કે એકેએક અંગેઅંગ વખાણવાલાયક હતું. અને પોશાકની પ્રત્યેક કરચલી નજર બાંધી લે તેવી હતી. છતાં આ ચિત્રોમાંથી અનાયાસ ડોકાતી નગ્નતા મને આંખોમાં ખટકતી હોવાથી મેં એ ત્રણે તસવીરો તેની સામે ધરી દેતાં કહ્યું, ‘શું આને જ રૂપ-સૌંદર્ય કહેવાય?’

‘રૂપ બીજું શું છે? સ્ત્રીનો ચહેરો, તેની આંખો, તેનો દેહ, તેનાં…?’

‘સૌંદર્ય કેવળ સ્ત્રીઓમાં જ હોય છે એવું નથી. ફૂલો, ચંદ્ર-તારા અને પક્ષીઓમાં પણ હોય છે.’

‘ના. એ સૌંદર્ય નથી.’ તેણે મારી વાત કાપતાં અધવચ્ચે જ કહ્યું: એ તમારી પોતાની પસંદગી હોય છે અથવા આંખોને ગમતી કોઈ ચીજ. સૌંદર્યની કલ્પના સ્ત્રીઓ સિવાય સદાય અધૂરી ગણાય અને જરૂરી નથી કે ગોરા ચહેરાઓમાં જ સૌંદર્ય હોય. અથવા એકદમ પુષ્ટ અને ભરાવદાર બદનમાં જ હોય. સૌંદર્ય જ્યારે સર્વોપરી કે સર્વેસર્વા બની જાય ત્યારે એ એક ચીજવસ્તુ બની જાય છે. પછી તે સૌંદર્ય નથી રહેતું. અને તેની ખૂબીઓમાં તેની ખામીઓ પણ સામેલ થઈ જતી હોય છે. સૌંદર્ય એક ભાગ છે. તે સંપૂર્ણ નથી.’

મને આશ્ચર્ય ન થયું. કેમકે કોઈક દારૂડિયા સાથે વાત કરીએ તો તે દરેક દરદ માટે એક જ ઇલાજ સૂચવશે… દારૂ. તાવ આવે તો પણ દારૂ અને વધુ પડતી ઊંઘ આવે તો પણ દારૂ. શાયરે આઝમ ગાલિબે કહ્યું છે કે-

‘ગોયા હાથોં મેં ઝુંબિશ નહીં,

આંખોં મેં દમ તો હૈ…’

જોકે એના હાથમાં હજી જોર હતું અને આંખોમાં દમ પણ. એટલે કે એ એટલો બધો ઘરડો નહોતો થયો કે તેને એકદમ નકારીને અથવા ધીમે ધીમે ટાળીને તેની ઉપેક્ષા કરી શકાય. તેની ઉંમર સાંઈઠની નજીક હોવા છતાં હજી તે તંદુરસ્ત હતો. ઈશ્વરકૃપાથી તેના તમામ દાંત પણ સલામત હતા. એક વાત યાદ આવે છે કે એકવાર કોઈક જુવાન સ્ત્રીએ એક વૃદ્ધ સાથે બેવફાઈ કરી ત્યારે તેણે કહ્યું હતું કે અગર છત પર બરફ પડતો હોય, તો એમ માની ન લેવું કે ઘરની અંદર આગ પણ પેટતી નહિ હોય.

તેના ઘરની અંદર આગ જરૂર પેટી રહી હશે. આ વાતનો ખ્યાલ તેને જોતાંવેંત આવી જાય છે. તેનામાં એક ગુણ એ પણ છે કે તેણે હજી લગ્ન કર્યાં નથી. જિંદગીની આખી સફર તેણે એકલા રહીને જ ખેડી છે. કારણ ગમે તે હોય, પણ એક જ કારણ દર્શાવાય છે કે કોઈ મનગમતી મૂરત મળી નહિ, તેથી તેણે કુંવારા રહેવાનું જ બહેતર માન્યું. લગ્ન નહિ કરવા પાછળ એક કારણ એ પણ હોઈ શકે કે તેણે સૌંદર્યને ફક્ત એક ભાગમાં જ શોધ્યું છે. સંપૂર્ણ સૌંદર્યને તે એક ચીજવસ્તુ માને છે. પરંતુ મુશ્કેલી એ છે કે એક એક ભાગમાં ‘સ્ત્રી’ તો મળી શકે, પણ ‘પત્ની’ નહિ.

હવે આ માણસની ભૂગોળ પણ જાણી લેવી જરૂરી છે. આ સાહેબ એક મોટા રજવાડાના રહીશ છે. ભણતર પણ તેમણે એ રજવાડામાંથી જ મેળવ્યું છે અને કલાનો શોખ પણ ત્યાંથી જ તેમને મળ્યો છે. અત્યારે તે શહેરની એક નાની કોલેજમાં પ્રોફેસર છે.

શહેરના એક વિસ્તારમાં એક નાનકડું મકાન ભાડે રાખીને તે રહેવા લાગ્યા. દિવસે કોલેજની નજીકની એક હોટેલમાં જમી લે છે અને રાત્રે ઘરે જ જાતે રાંધી ખાય છે.

આજકાલ કોલેજમાં ભણતર તો અપાતું નથી. રાજકીય ઉથલપાથલોને કારણે કોલેજ ઘણુંખરું બંધ જ રહે છે. એટલે નવરાશના સમયે પેઈન્ટિંગનો શોખ પૂરો કરે છે. અથવા રૂપને એક ભાગરૂપે શોધતો રહે છે.

મારા ઉપરાંત મહોલ્લાના બીજા લોકોને પણ તેના ઉજ્જડ ઘરનો અહેસાસ હતો. ખાસ કરીને મહિલાઓને આવા એકલવાયા રહેતા અને જાતે રાંધી ખાતા પુરુષો પ્રત્યે સહાનુભૂતિ હોય છે. એકવાર એવી કોશિશ કરવામાં આવી કે ‘તમન્ના’ નામની એક છોકરી સાથે તેનાં લગ્ન કરાવી લેવાં. આ કામ માટે મહોલ્લામાં ખાસી ચર્ચાવિચારણા પણ થઈ હતી.

મહોલ્લાના વડીલ-વૃદ્ધોની એક ટુકડીએ બન્નેના ઘરોના આંટાફેરા પણ કર્યા. ઘણી માથાકૂટ બાદ પ્રોફેસર સાહેબને લગ્ન માટે મનાવ્યા. તમન્નાના ઘરમાં જ બન્નેની મુલાકાત કરાવવાનું નક્કી થયું. પ્રોફેસર સાહેબ પોતાની પરણેતરને જોવા ઉપડયા.

Leave a Reply

Your email address will not be published.