જાતીય જીવનમાં લગ્નના શરૂઆતના દિવસો જેવી ગરમાહટ પાછી લાવવા શું કરી શકાય?

GUJARAT

પ્રશ્ન : મારી પત્નીને ભરપૂર અંગપ્રદર્શન થાય એવાં જ કપડાં પહેરવા ગમે છે. હું આ મામલે તેને ટોકું તો એને બહુ ખરાબ લાગે છે અને પછી અમારી વચ્ચે ઝઘડો થઇ જાય છે. તે દલીલ કરે છે કે તે લગ્ન પહેલાં પણ આવાં કપડાં જ પહેરતી હતી અને તેને આવું જ ડ્રેસિંગ ગમે છે.

અમે જ્યારે કોઇ પારિવારિક પ્રસંગોમાં જઇએ છીએ ત્યારે બધાં તેની સામે જ ટીકીટીકીને જોતા હોય છે જે મને બિલકુલ નથી ગમતું. મારા માતા-પિતાને પણ પુત્રવધૂનાં વસ્ત્રોને કારણે શરમાવું પડે છે. જોકે મારી પત્ની મારી વાત સમજવા જ તૈયાર નથી.મારી આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવી શકે? એક યુવક (સુરત)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓ મર્યાદામાં રહેતી હોય છે, પરંતુ ઘરમાં વડીલની હાજરી ન હોય તો ક્યારેક આવી શક્યતા નિર્માણ થતી હોય છે. સ્વાભાવિક છે કે, તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ હોય તો તે પણ કદાચ અસહજતા અનુભવે. આમ તો દરેક વ્યક્તિને તેને જે રીતે રહેવું હોય તે રીતે રહેવાનો હક છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગ પણ જોવા પડે છે.

શક્ય છે કે તમારી પત્ની લગ્ન પહેલાં પણ બોલ્ડ વસ્ત્રો પહેરતી હોય એટલે તેને આ સ્વાભાવિક લાગે છે પણ તેણે હવે સમજવું જોઇએ કે લગ્ન પછી તેના પર સાસરિયાંનું માન જાળવવાની જવાબદારી પણ છે. તેણે સમજવું પડશે કે જો સોસાયટીમાં માન જાળવી રાખવું હોય તો અમુક રીતે રહેવું પડે છે.

જો તમારી પત્ની આ વાત સમજવા તૈયાર ન હોય તો તમારે બળને બદલે કળથી કામ લેવાની જરૂર છે. તમે તેને અમુક ખાસ સંજોગોમાં કે જાહેરમાં બોલ્ડ વસ્ત્રો ન પહેરવા માટે સમજાવી શકો છો.

આ સ્થિતિનો ઉકેલ સમજાવટથી જ આવી શકે છે. જોકે તમે કઈ રીતે તેને સમજાવો છો તે સૌથી મહત્ત્વની વાત છે. જો તમે તેની સાથે આ અંગે ચર્ચા કરતાં ગુસ્સે થઈ જતા હશો કે પછી તેને ગુસ્સો આવી જતો હશે તો તેનું નિરાકરણ ક્યારેય આવવાનું નથી.

પ્રશ્ન : જાતીય જીવનમાં લગ્નના શરૂઆતના દિવસો જેવી ગરમાહટ પાછી લાવવા શું કરી શકાય?

ઉત્તર : લગ્નના શરૂઆતના દિવસોની હૂંફ તમારા જાતીય જીવનમાં લાવવા માટે તમે ઘણી બધી પદ્ધતિઓ અજમાવી શકો છો, જેમ કે નવી સેક્સ મૂવ્સ અજમાવી જુઓ, નવી સેક્સ પોઝિશન અજમાવો, બેડરૂમને બદલે લિવિંગ રૂમ અથવા ડાઇનિંગ રૂમ અથવા બેડને બદલે ફ્લોર. અથવા સોફા પર સેક્સ માણો. સેક્સી વાતો, મસાજ સાથે સેક્સની શરૂઆત કરો. વધુ સારું રહેશે કે સેક્સ દરમિયાન વસ્તુઓને ધ્યાનમાં ન આવવા દો, તમારી જાતને એક મહાન જાતીય પાર્ટનર તરીકે માનીને તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરો. વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢો અને તમારા પાર્ટનર સાથે ફરવા જાઓ. જો તમે ઈચ્છો તો બીજા હનીમૂન માટે પણ પ્લાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.