જાણો, તમને કંઇ રાશિવાળા લોકો આપી શકે છે દગો, બચવા માટે કરો આ ઉપાય

rashifaD

જ્યોતિષમાં રાશિઓનું ખાસ મહત્વ છે. રાશિ પરથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય અંગે જાણી શકાય છે. આવો જાણીએ દરેક રાશિ માટે કંઇ રાશિઓ અનુકૂળ હોતી નથી.

મેષ: મેષ રાશિના જાતકો માટે મિથનુ, કન્યા, અને વૃષભ રાશિના લોકો ખાસ અનુકૂળત હોતા નથી. આ રાશિવાળા લોકો તરફથી છેતરાવાની સંભાવના હોય છે. સામાન્ય રીતે આમને ધનની બાબતમાં કે ધનની લેવડ-દેવડમાં છેતરાવાની સંભાવના હોય છે. છેતરામણીથી બચવા માટે તેમને હંમેશા ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરવા જોઇએ.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને ધન, મીન, અને મેષ રાશિના લોકોથી દગો થવાની સંભાવના હોય છે. તેમને લગ્ન અને પ્રેમની બાબતમાં દગો મળવાના હોય હોય છે. દગાથી બચવા માટે તેમણે દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ.

મિથુન: મિથુન રાશિના જાતકોને મેષ, વૃશ્ચિક, અને સિંહ રાશિ અનુકૂળ હોતી નથી, અહીંથી તેમને દગો મળી શકે છે. તેમને સામાન્ય રીતે દગો સંપત્તિ અને વાહનના મામલામાં મળે છે. તેનાથી બચવા માટે તેમણે નિયમિત રીતે હનુમાનજીને લાલ ફૂલ અર્પણ કરવું જોઇએ.

કર્ક: કર્ક રાશિના જાતકોને મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકોથી દગો થવાની સંભાવના હોય છે. તેમને સામાન્ય રીતે વેપાર અને નોકરીમાં દગો થવાની સંભાવના હોય છે. જો કર્ક રાશિના લોકો નિત્ય ભગવાન શિવની આરાધના કરે તો દગાથી બચી શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકોએ વૃષભ, તુલા, અને મકર રાશિના લોકોથી છેતરાવાની સંભાવના હોય છે. તેમને લગ્ન અને સંતાનની બાબતમાં દગો થવાની સંભાવના હોય છે. તેનાથી બચવા માટે દરરોજ સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઇએ.

કન્યા: કન્યા રાશિના જાતકોએ મેષ, વૃશ્ચિક અને ધન રાશિના લોકોથી છેતરાવાની સંભાવના હોય છે. તેમને ધનની લેવડ-દેવડના મામલામાં દગો થવાની સંભાવના હોય છે. તેનાથી બચવા માટે હનુમાન ચાલીસાના પાઠ દરરોજ સવારે કરવા જોઇએ.

તુલા: તુલા રાશિના જાતકોને વૃશ્ચિક, ધન, અને મીન રાશિના લોકોથી છેતરામણી થવાની સંભાવના હોય છે. તેમને સંપત્તિ અને પ્રેમની બાબતમાં દગો થવાની સંભાવના હોય છે. તેનાથી બચવા માટે તેમણે દરરોજ ભગવાન કૃષ્ણની આરાધના કરવી જોઇએ.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોએ મિથુન, કન્યા, અને તુલા રાશિના લોકોથી છેતરાવાની સંભાવના હોય છે. તેમને સામાન્ય રીતે નોકરી અને વેપારમાં દગો થવાની સંભાવના હોય છે. તેનાથી બચવા માટે તેમણે દરરોજ સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઇએ.

ધન: ધન રાશિના જાતકોએ વૃષભ, કન્યા, અને મકર રાશિના લોકોથી છેતરાવાની સંભાવના હોય છે. તેમને સામાન્ય રીતે વ્યવસાય કે જમીન-મિલકતમાં દગો થવાની સંભાવના હોય છે. તેનાથી બચવા માટે તેમણે દરરોજ ભગવાન શિવને નિયમિચ જળ અર્પણ કરવું જોઇએ.

મકર – મકર રાશિના જાતકોએ કર્ક, સિંહ, અને વૃશ્ચિક રાશિના જાતકોથી છેતરાઇ જવાની સંભાવના રહે છે. સામાન્ય રીતે તેમને ભાવનાત્મક દગો મળે છે જેમકે લગ્ન અને પ્રેમની બાબતમાં. તેનાથી બચવા માટે તેમણે શુકલ પક્ષમાં ચંદ્રમાને અર્ધ્ય આપવી જોઇએ.

કુંભ: કુંભ રાશિના જાતકોએ મેષ, ધનુ, અને મીન રાશિના જાતકોથી છેતરાઇ જવાની સંભાવના રહે છે. ધન અને રૂપિયા-પૈસાની બાબતમાં સંભાળવું જોઇએ. તેનાથી બચવા માટે તેમણે દર શનિવારના રોજ પીપળા નીચે દીવો પ્રગટાવો જોઇએ.

મીન: મીન રાશિના જાતકોએ વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકોથી છેતરાઇ જવાની સંભાવના રહે છે. સામાન્ય રીતે તમને પ્રેમ અને લગ્નની બાબતમાં દગો મળે છે. તેનાથી બચવા માટે તેમણે દરરોજ સાંજે વૃક્ષને પાણી નાંખવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *