જાણીલો આપનું આખુ અઠવાડિયુ કેવુ રહેશે, સાપ્તાહિક રાશિ ભવિષ્ય

rashifaD

મેષ

અ. લ. ઇ.

માનસિક સ્વસ્થતા સમતોલન અને શાંતિ જાળવવા મુશ્કેલ જણાશે. આવક કરતાં ખર્ચા વધી ન જાય તે જોવું. કોઈ નવી બાબતો અંગે પ્રયત્નો કરવા લોન-હપતા વગેરેની ચિંતા પણ રહે. આ સમયમાં વાહન, મકાન કે અન્ય કચેરીઓને લગતા કામોમાં પ્રગતિ થતી જણાય. રૂકાવટ દૂર થાય. નોકરિયાતને આશાવાદી તક રહે. ધંધા-વેપાર વ્યવસાયના કામમાં સફળતા. કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ અંગે સહાયતા.

મિથુન

ક.છ.ઘ.

આપના કેટલાક નકારાત્મક કે નિરાશાવાદી વિચારો પર કાબૂ રાખશો તો તણાવ મુક્ત બનશો. આવક વધારાની આપની ઉતાવળ ચાલશે નહીં. તેથી સમજી વિચારી, ગણતરીપૂર્વક કામ ગોઠવીને સ્થિતિને ટકાવી શકશો. અગત્યની કામગીરીઓ, હાથ પરના કામો, કચેરી બાબતો કે અગત્યની વાતચીતો મંત્રણા અંગે સમય સુધરતો જણાય. ધંધા-વેપારમાં કોઈ સારા સમાચાર.

કર્ક

ડ.હ.

આપના મન પરની ચિંતાઓ કે અશાંતિને હળવી બનાવવા આપે ધ્યાન ભક્તિમાં પરોવવું. આર્િથક પ્રશ્નોથી ઘેરાયેલા હો તો તેને સમતોલ રાખવા ખર્ચા અટકાવજો. ખોટા સાહસ ન કરવા. બચત પર ધ્યાન આપજો. કાર્ય સફળતાના સંજોગોના લાભ મળે, સંપત્તિ-વાહન- મકાન બાબતની આપની સમસ્યાનો હલ મળે. નોકરી કે ધંધાની ચિંતા હળવી બને.

સિંહ

મ.ટ.

લાગણીઓ અને આવેશ પર કાબૂ રાખજો, ઉતાવળાપણાના કારણે તણાવ વધી શકશે. આવક વધારવાના પ્રયત્નો થોડે અંશે સાર્થક બને. કોઈ અણધારી તક પણ લાભ આપી શકે, અલબત લોભ-લાલચ કે વિશ્વાસે ન રહેવું. જુગારીવૃત્તિ ન રાખવી. આપના સંપત્તિ- મકાનના કામકાજમાં કોઈ મદદ કે સહયોગ મળે. નોકરી અંગે પણ સારી આશા જાગે. વેપાર-ધંધા વધારી શકશો.

કન્યા

પ.ઠ.ણ.

આપના મન પરનો બોજો અને તણાવ વધવા ન દેશો. આ માટે યોગ પ્રાણાયમ કરવા. નાણાભીડ હશે તો તેમનો કોઈ ઉપાય મળે. થોડી ઘણી રાહત મળે. અટકેલું કામ થતું જણાય. જૂના લેણાં પર ધ્યાન આપજો. આપના કચેરીઓના કે અન્ય મહત્ત્વના કૌટુંબિક કે વ્યવસાયિક કામકાજો અંગે સમય સાથ આપતા તે અંગે પ્રગતિ થાય. જીવનસાથી કે ઘરકુટુંબના સાથેના અણબનાવો દૂર થાય.

વૃષભ

બ.વ.ઉ.

અંગત મૂંઝવણોે અને કોઈ અકળ વિષાદ હશે તો તેનો ઉકેલ ઉપાય મળે. નાણાકીય ચિંતા અને મુશ્કેલીઓનો ભાર હળવો બને. કોઈ સાનુકૂળ સંજોગ કે તક દ્વારા આપનું કામ રોળવી શકો. કાર્ય સફળતા મેળવવાના આપના પ્રયત્નો ફળે અને થોડી ધીરજ માગશે. નોકરી કે ધંધાના પ્રશ્નો અંગે રાહત મળે. ગૃહજીવનમાં કોઈ ગેરસમજ કે અશાંતિકારક બાબતનો હલ મળે.

તુલા

ર.ત.

આપના અંતઃકરણમાં કોઈ પ્રકારની બેચેની, અથવા ભયનો અનુભવ થતો જણાશે જે ક્ષણિક હશે. આપના આર્િથક નિર્ણયો કે પગલાંઓ સમજી વિચારીને લેજો. કોઈ નુકસાન, વ્યયનો ભય છે. વિશ્વાસઘાતથી સાવધ રહેવું. અલબત્ત આર્િથક પ્રશ્નનો કોઈ હલ દેખાશે. આપના નોકરી અંગેના કામકાજોને આગળ વધારી શકો. કોઈ તકનું નિર્માણ થાય. ધંધા વેપાર-વ્યવસાયના ક્ષેત્રે આશાસ્પદ સંજોગોનો લાભ.

વૃશ્ચિક

ન. ય.

કારણ વિનાના ટેન્શન કે અવરોધો જણાય. શાંતિ મેળવવા, ર્ધાિમક કાર્ય કરવા. આવક અંગેની કોઈ ચિંતા સતાવતી હોય કે દેણાં-વ્યાજ- હપતાનો પ્રશ્ન હોય, ધીમે ધીમે ઉકેલની દિશા કે માર્ગ મળે. વ્યય અટકાવજો. નોેકરીના ક્ષેત્રે આપની મૂંઝવણનો કોઈ હલ મળતો જણાય. વેપાર-ધંધાના કામકાજોમાં આગળ વધાશે. સંપત્તિ-વાહન અંગે યોગ્ય તક સર્જાય.

ધન

ભ.ધ.ઢ.ફ.

આપની ખોટી ધારણાઓ તેમજ પૂર્વગ્રહોથી મુક્ત થવાથી શાંતિ મળશે. નાણાભીડ સર્જતા પ્રસંગો જેવા કે ખોટા-ખર્ચા, ઉતાવળું આયોજન કે કોઈ સાહસથી દૂર રહેવું. સામાન્ય નાણાના કામો થઈ શકે. આ સમયમાં કોઈ કસોટી કે અન્ય કામો હોય, સામાજિક- કાનૂની કે વહીવટી તે અંગે સારો માર્ગ દેખાય. નોકરીમાં સાનુકૂળતા. ધંધા-વેપાર ફળે. ગૃહજીવનમાં પ્રસન્નતા. મનમેળ સર્જી શકશો.

મકર

ખ.જ.

અંતઃકરણમાં કોઈને કોઈ બાબતનો સંતાપ અનુભવતો જણાશે. આર્િથક કામકાજોને આગળ વધવાની તક મળે. ઉઘરાણી કરવાથી કંઈક લાભ મળે. આપ લોન કે અન્ય વ્યવસ્થા મેળવી શકો. અગત્યની કામગીરીઓ અંગે સમય વિઘ્ન દૂર કરે. સાનુકૂળતા મળે, સહાય મળે, નોકરી અંગે પણ મદદ ઉપયોગી બને, આપના ધંધા-વ્યવસાયના લાભની આશા ફળે. દાંપત્યજીવન અંગે સમય એકંદરે ઠીક ઠીક છે.

કુંભ

ગ.શ.સ.

કોઈને કોઈ બાબતથી તણાવનો અનુભવ થતો જણાય. શાંતિ સંયમ જાળવજો. નાણાકીય બાબતો અંગે જણાતી કેટલીક પ્રતિકૂળતાઓ છતાં કોઈ લાભની કે આવકની તક મેળવી શકો. મિત્ર-સહયોગકર્તા જણાય. આપના પ્રયત્નો અને ધીરજ ફળશે. કાર્ય સફળતા અને પ્રગતિ અનુભવાય. પરિવર્તન સંજોગો છે. નોકરી-ધંધાના ક્ષેત્રે પરિવર્તન તક રહે. સ્નેહ સેતુ વધુ મજબૂત કરવાની જરૂર માનજો.

મીન

દ.ચ.ઝ.થ.

શાંતિ અને સ્વસ્થતા મેળવી શકશો. આ અંગે યોગ- ઉપાસનાની સહાય જરૂરી આર્િથક ક્ષેત્રે સમય કઠિન લાગે. ઉઘરાણી અટકતી જણાય. ચુકવણા-હપતા, લેણદારોનું ટેન્શન દેખાય પણ દૈવકૃપાએ કોઈ રાહતની તક મળે. નોકરિયાતને સમય મધ્યમ છે. ધંધા-વેપારમાં લાભ વિલંબથી મળશે. અન્ય કામકાજો હજી અટકેલા જણાય. દંપતી વચ્ચે પ્રેમ સમજદારી રંગ લાવે. આનંદદાયી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *