જંગલમાં 40 વર્ષ સ્વસ્થ રહેલો ‘રિયલ લાઇફ ટાર્ઝન’ માણસો સાથે 8 વર્ષ પણ ના જીવી શક્યો

WORLD

જંગલમાં ઉછરેલા ‘રિયલ લાઇફ ટાર્ઝન’નું માણસોની વચ્ચે માત્ર 8 વર્ષ પસાર કરતા જ તેનુ મૃત્યુ થયું. આધુનિક દુનિયાથી જંગલમાં 40 વર્ષ સુધી જિંદગી જીવનારા હો વૈન લૈંગ (Ho Van Lang) વિશે લોકોને આંઠ વર્ષ પહેલા જાણકારી મળી હતી અને પછી માનવ સભ્યતા વચ્ચે તેને લાવવામાં આવ્યો હતો. હો વૈન લૈંગ જંગલમાં ખુબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યો હતો, પરંતુ માણસો વચ્ચે આવતા જ માત્ર 8 વર્ષમાં લૈંગને લિવર કેન્સર થઇ ગયુ અને તેનાથી જ તે મોતને ભેટ્યો. ગત સોમવારે (6 સપ્ટેમ્બર) લેંગનું અવસાન થયું.

મીડિયા અહેવાલ અનુસાર, વર્ષ 1972માં વિયતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાના બોમમારામાં હો વૈન લૈંગની માતા અને અન્ય બે ભાઇઓના મોત નિપજ્યા હતા. જેના પછી પોતાના બાળકનો જીવ બચાવવા માટે લૈંગના પિતા જંગલમાં જઇ સંતાઇ ગયા હતા અને ત્યારથી જ પિતા-પુત્ર જંગલમાં રહેતા હતા. તે સમયે લૈંગની ઉંમર માત્ર 2 વર્ષ હતી.

હો વૈન લૈંગએ પોતાના જીવનમાં ક્યારેય પોતાના પિતા સિવાય કોઇ બીજા માણસને જોયા જ નહોતા. લૈંગે માનવ સભ્યતા, ઓળખ, ખાન-પાન વિશે પણ કોઇ જાણકારી ન હતી. તે જંગલમાં મળતી વસ્તુઓ ખાઇને વૃક્ષોના પાંદડા તથા છાલને પહેરતો હતો.

હો વૈન લૈંગ અને તેના પિતા જંગલમાં ફળ, શાકભાજી, મધ અને ઘણા પ્રકારના માસ ખાતો હતો. તેના જમવામાં વાંદરા, ઉંદર, સાંપ, ગરોળી, દેડકા, ચામાચિડાયા, પક્ષી અને માછલી સહિત ઘણા પ્રકારના માંસ સામેલ હતા.


આ સિવાય હો વૈન લૈંગે ક્યારેય કોઇ મહિલાને જોઇ ન હતી અને તેમના વિશે તેને કોઇ જાણકારી પણ ન હતી. માણસો વચ્ચે આવ્યા બાદ જ્યારે તેને મહિલાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે તેના પિતાએ તેને તે વિશે કંઇજ કહ્યું ન હતું.

ડૂ કાસ્ટવે નામની એક કંપની, જે લોકોને જંગલમાં રહેવાની ટ્રિક્સ શિખવે છે. માણસો વચ્ચે આવ્યા બાદ તે કંપનીના એલવરો સેરેજોએ હો વૈન લૈંગ સાથે મુલાકાત કરાવી હતી. તેમણે જણાવ્યું કે, તેનું મોત માનવ સભ્યતામાં આવ્યા બાદના બદલાવના કારણે થયુ. લૈંગ તૈયાર સાદ્ય પદાર્થ ખાવા લાગ્યો હતો અને દારૂનું પણ સેવન કરવા લાગ્યો હતો, તેમણે કહ્યું કે, હું લૈંગના જવાથી ખુબ જ દૂર છું પરંતુ મારા માટે તેવું જવું પણ એક મુક્તિ છે કારણ કે મને ખબર છે કે તે છેલ્લા ઘણા મહિનાઓથી પીડિતો હતો.

Leave a Reply

Your email address will not be published.