જામનગરની 5 વર્ષની બાળકીને અમેરિકન બેંકર દંપતીએ દત્તક લીધી, MP ભાવુક થયા

Uncategorized

જામનગરમાં આજે કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે આવેલા અનાથાલયની એક પાંચ વર્ષની બાળાને લાંબી પ્રક્રિયા બાદ અમેરીકન દંપતિએ દત્તક લીધી હતી. જે માટે સાંસદની અગ્રતામાં નાનો સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થાની અન્ય દિકરીઓ, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદ પૂનમબહેન માડમે બાળકીના કપાળે તિલક કર્યું

વિકાસગૃહના અનાથાલયમાં રન્ના નામની ઉછરી રહેલી 5 વર્ષની બાળાને અમેરિકાના મીસીસીપી રાજ્યના બેંકર દંપતિ ડસ્ટીન કલ્પેપર અને તેના પત્ની ટોરીએ વિધિવત દત્તક લીધી હતી. માતા-પિતાને સોંપાયા બાદ દંપતિએ જણાવ્યું હતું કે, દીકરીને મેળવીને અમે ખુબ ખુશ છીએ તેનું નામ અમે એલીરૂથ રાખ્યું છે.

આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં રન્નાને સંસ્થામાં લાવવામા આવી હતી. ત્યારથી જ તેનો અહીં ઉછેર કરવામા આવી રહ્યો હતો. અમેરિકન દંપતી દસ્તીન અને ટોની કલપેપરે બાળક દત્તક લેવા માટે કાર્યવાહી કરી રન્ના તેમને દત્તક આપવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *