જલારામ જન્મજયંતિ પર જાણો તેમના જન્મથી વૈકુંઠવાસ સુધીની જીવન ઝરમર

GUJARAT

આજે ભક્તશિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી સૌરાષ્ટ્રના વીરપુર સહિત દેશભરમાં થશે. જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તેઓ ભગવાન રામના ભક્ત હતા. તેમનો જન્મ જ જાણી સેવા અને ભક્તિ માટે થયો હોય તેમ જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન અને પછી ભક્તો અને જરૂરીયાતમંદોને અનેક પરચા આપ્યા છે. આજે પણ ભક્તો માટે જલારામ બાપા હાજરાહજૂર રહે છે. આજે તેમની 222 મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે જાણો તેમના જન્મથી વૈકુંઠ વાસ સુધી બનેલી મહત્વની ઘટનાઓ.

જન્મ તારીખ ૪-૧૧-૧૭૯૯, સોમવાર
વિક્રમ સવંત ૧૮૫૬ના કારતક સુદ સાતમ,
માતા : રાજબાઈ ઠક્કર
પિતા : પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ : ગામ વિરપુર
જનોઈ સસ્કાર સંવત : ૧૮૭૦
લગ્ન સંવત : ૧૮૭૨, આટકોટના પ્રાગજી સોમૈયાની સુપુત્રિ વીરબાઈમાં સાથે
સંતાન : એક દીકરી – જમનાબેન
સંવત : ૧૮૭૩ જલારમનો પ્રથમ પરચો
સંવત : ૧૮૭૪ ચારે ધામની જાત્રા કરી ફતેપુરના ભકત ભોજલરામ પાસે ગુરુ કંઠી બંધાવી.
સંવત : ૧૮૭૬ મહા સુદી-ર તારીખ ૧૮-૧૧-૧૮૨૦ સોમવારના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી.
સંવત : ૧૮૮૬ સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઈમાની માંગણી કરી છેવટે જોળી ધોકો આપ્યા
સંવત : ૧૯૦૧ જામનગર મહારાજા રમલજીના દરબારમા બાપાના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.
સંવત : ૧૯૩૪ થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી ભરાઈ ગઈ
સંવત : ૧૮૩૫ કારતક વદી નોમ સોમવાર તારીખ ૧૮-૧૧-૧૯૭૮ વીરબાઈમાનો વૈકુંઠ વાસ.
સંવત : ૧૮૩૭ બુધવારે તારીખ ૨૩-૨-૧૮૮૧ ભજન ગાતા ગાતા ૮માં વર્ષએ જલારામબાપાનો વૈકુંઠ વાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *