જાણો લોકોનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કેમ વધારે બગડતું જાય છે, આ છે તેનું સૌથી મોટું કારણ….

social

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 7 એપ્રિલના દિવસને વર્લ્ડ હેલ્થ ડે તરીકે જાહેર કર્યો છે પણ જોકે મોટાભાગના ગુજરાતીઓ એપ્રિલનું પહેલું વીક માર્ચ એન્ડિંગમાં એકાઉન્ટ ક્લોઝિંગ કરવાની જદ્દોજહદમાં કરેલા ઉજાગરાનો હેંગઓવર ઉતારવા આરામમાં પસાર કરે છે. કોણ જાણે કેમ હેલ્થ અને ગુજરાતીઓને બારમો ચન્દ્રમા કાયમ માટે રહેલો છે.

તેમજ કહેવામાં આવ્યું છે કે આવા કેટલાક ગુજરાતીઓ એક કિલોમીટર સુધી આરામથી દોડી શકે છે તેનો સરવે કરવામાં આવે તો ચોંકાવનારા આંકડા બહાર આવે તેમ છે. હકીકત એ છે કે ગુજરાતીઓના પ્રાયોરિટી લિસ્ટમાં હેલ્થ મોટાભાગે ખૂબ જ પાછળના ક્રમે આવતી હોય છે. ગાંઠિયા અને ચા સવારે ઊઠીને ન મળે તો કકળાટ કરી મૂકનાર ગુજરાતીઓને લગ્ન પછી પેટ વધવા માંડે તેની ક્યારેય ચિંતા રહી નથી. હેલ્થ પ્રત્યે જાણીજોઇને દુર્લક્ષ સેવવાનો શોખ ગુજરાતીઓને જન્મજાત મળતો હોય છે. ગુજરાતીઓનું લક્ષ રિચ એન્ડ ફેમસ બનવાનું હોય છે. ફીટ એન્ડ હેલ્ધી શબ્દો ગુજરાતીઓની ડિક્શનરી બહારના છે તેવું જણાવ્યું છે.

WHO દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2020 ના વર્લ્ડ હેલ્થ ડે દિવસે થીમ હતી, સપોર્ટ નર્સીસ એન્ડ મિડવાઇવ્સ ગત વર્ષે માહોલ કોરોનાનો હતો. આખી દુનિયાના લોકો અજાણ્યા રોગથી ગભરાઇ ગયેલા હતા અને ત્યારબાદ આ સંજોગોમાં મેડિકલ પર્સન સૌ માટે દેવદૂત સમાન હતા. 2021 ના વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે WHOની થીમ છે તેની સાથે જ આ બિલ્ડિંગ અ ફેરિયર એન્ડ હેલ્ધીઅર વર્લ્ડ. સુંદર અને સ્વસ્થ દુનિયાનું નિર્માણ ત્યારે જ શક્ય છે કે જ્યારે દુનિયાના બધા લોકો હેલ્ધી હોય, ફીટ હોય. મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય 125 વર્ષનું છે.

પરંતુ આપણે જોઇએ છે કે 60 વર્ષ પછી આપણી આજુબાજુ રહેનારાની હાલત કેવી કથળતી જાય છે. ઢીંચણના દુખાવાથી માંડીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, થાઇરોઇડ, સ્ટ્રોક, કેન્સર અને હાર્ટની બીમારીમાંથી કોઇ એક કે બે બીમારી તો મોટાભાગના લોકોને વળગેલી જ હોય છે. ઓબેસિટી એ ગુજરાતીઓ સાથે કાયમ જોડાયેલો રોગ છે. જોકે ગુજરાતીઓએ ક્યારેય વધારે વજનને રોગ ગણ્યો નથી,વધારે વજનવાળાને તો ખાધેપીધે સુખી છે તેમ કહીને કાયમ છાવર્યો જ છે અને તેમજ હકીકત એ છે કે આ ઓબેસિટી જ તમામ હેલ્થને લગતી સમસ્યાઓનું મૂળ છે.

વધતા વજનને ગુજરાતીઓના કુટુંબમાં ક્યારેય ગંભીરતાથી લેવાતું નથી. હા કુટુંબની દીકરીઓનાં લગ્ન ન થાય ત્યાં સુધી તેમના વજન પર આખા ઘરની નજર હોય છે, પરંતુ જેવાં દીકરીનાં લગ્ન થાય કે તરત જ આ ચિંતાને માળિયે મૂકી દેવામાં આવે છે. સાસરેથી પિયરમાં આવેલી દીકરી જો પહેલાં જેવી લાગે તો પહેલો પ્રશ્ન એને એ જ પુછાય છે કે સાસરીમાં ગમે છે કે નહીં. સાસરિયાં ખાવાનું નથી આપતાં જોકે છોકરાઓના મુદ્દે આખી વિચારસરણી જુદી હોય છે. છોકરાઓનો જન્મ થાય ત્યારથી જ પૂછપરછ થાય છે કે કેટલા કિલોનો છે પાતળો છોકરો કોઇને ગમતો નથી. છોકરો ગોળમટોળ સારો લાગે એક એવો ફોબિયા ગુજરાતી ઘરોમાં ઘૂસી ગયો છે. ગુજરાતી ઘરોમાં બાળકોને ચોકલેટ ને આઇસક્રીમ ખવડાવવાનો એટલો બધો શોખ સ્વજનોને હોય છે કે તેનાથી બાળકની હેલ્થ બગડે છે તેની કોઇને પડી નથી.

ગુજરાતી જેટલા બિઝનેસ કોન્શિયસ છે તેટલા હેલ્થ કોન્શિયસ બની જાય તો દુનિયામાં હેલ્ધીએસ્ટ પ્રજા ગુજરાતી હોઇ શકે. હકીકત એ છે કે આપણને ક્રિકેટની ગેમ કરતાં ક્રિકેટ પર લગાવાતા સટ્ટામાં વધારે રસ હોય છે. સવારે ફણગાવેલું કઠોળ ખાવા કરતાં કોમોડિટી માર્કેટમાં ગુજરાતીઓ વધારે રુચિ રાખે છે. હેલ્થ મેન્ટેન કરવા કરતાં શેરબજારની સ્ક્રિપ્ટ મેન્ટેન રાખવામાં વધારે સક્રિય હોય છે. ખાટલે મોટી ખોડ એ છે કે હેલ્થ માટે જે જાગ્રતતા હોવી જોઇએ તેનો સદંતર અભાવ મોટાભાગના ગુજરાતીઓમાં હોય છે. ચાલવામાં આપણને આળસ આવે છે, ઘરની બહાર નીકળીએ એટલે આપણને સ્કૂટર કે કાર વગર ચાલતું નથી. સાઇકલ ચલાવવામાં આપણને નાનમ અનુભવાય છે. કોણ જાણે કેમ

સાઇકલ સાથે આપણે ગરીબીને જોડી દીધી છે. આખી દુનિયા જ્યારે સાઇકલને ફિટનેસના સાધન તરીકે જુએ છે ત્યારે આપણે સાઇકલને ગરીબોની સવારી બનાવી દીધી છે. ઘરનું કામ કરવામાં આત્મગ્લાનિનો અનુભવ ગુજરાતી મહિલાઓ અને પુરુષો કરે છે. હદ તો ત્યારે થાય છે કે કોઇ હેલ્થ કોન્શિયસ મહિલા ઘરનું કામ કરતી હોય તો પડોશની મહિલાઓ તેને સતત ટોકતી હોય છે, કામવાળી કેમ બંધાવતા નથી હસબન્ડ ના પાડે છે.

આપણી મેન્ટાલિટી જ એટલી હદે પાંગળી થઇ ગઇ છે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો એક્ટિવ રહેવું પડે, મહેનત કરવી પડે એ આખો કોન્સેપ્ટ જ આપણે ભૂલી ગયા છીએ. ગુજરાતની ગૃહિણીઓની એક્ટિવનેસ ટીવી-સિરિયલોમાં સમાઇ ગઇ છે. ઇન્ડિયાની ટીમ ક્યાંય પણ રમતી હોય ત્યારે ત્રણ કલાક હાથમાં વેફરનું પેકેટ લઇને સોફા પર પગ લાંબા કરીને વન-ડે જોવી અને બોલે બોલે કોલ્ડ્રિંકના સિપ લેતા કોમેન્ટ કરવી એ ગુજરાતી યુવાનનો જીવનધર્મ બની ગયો છે.

હદ તો ત્યારે થઇ કે ઋતુઓને માણતા પણ આપણે ભૂલી ગયા છીએ.

ઉનાળાની બપોરે ફળિયામાં છોકરાઓ ગિલ્લી-દંડા રમતાં હોય એ આખી વાત જ હવે ઇતિહાસનાં પાનાં પર રહી ગઇ છે. ઉનાળાનો તડકો સ્કિન બ્લેક કરી દે છેનો ડર એટલી હદે ગુજરાતીઓમાં વ્યાપેલો છે કે ઉનાળાની બપોરે ગુજરાતનાં શહેરોમાં કરફ્યૂ જેવું વાતાવરણ હોય છે. આજનાં છોકરાઓ ઉનાળાની બપોરે એસી રૂમમાં પબજી રમતાં થઇ ગયાં છે. જ્યારે યુવાનો ગ્રૂપ બનાવીને ઓનલાઇન ગેમ રમાડતા કોઇ મોલમાં જઇને મસ્તી કરે છે. શિયાળાની તમામ સવાર રજાઇમાં લપેટાઇને બેડ પર પૂરી થતી હોય છે. શિયાળાની ઠંડી રાત્રે આઉટિંગમાં નીકળીને આઇસક્રીમ ખાવાની ફેશન યુવાનોમાં પેંધી પડી છે. ચોમાસું મોટાભાગના ગુજરાતીઓને ગમતું નથી. ચોમાસાની રમતો તણાઇ ગઇ છે. ચોમાસાને ગંદકી સાથે જોડી દેવાયું છે એટલે ચોમાસાના વૈભવથી ગુજરાતીઓ મોટાભાગે વંચિત રહી ગયા છે.

ફેશનેબલ ટ્રાન્સપરન્ટ રેઇનકોટ અને ચાઇનીઝ અમ્બ્રેલાનું શોપિંગ એ યુવતીઓ માટે ફેવરિટ ચોમાસાની થીમ હોય છે હેલ્થ અને ફૂડ એ સિક્કાની બે બાજુ ગણાય છે. જો તમારે હેલ્થ સાચવી રાખવી હોય તો સારું ફૂડ, સાદું ફૂડ લેવું જોઇએ પરંતુ ફૂડમાં ગુજરાતીઓએ દાટ વાળી દીધો છે. ઘીમાં તળેલા ગળ્યા સક્કરપારા ગુજરાતમાંથી ખોવાઇ ગયા છે. તેની જગ્યા ટાકોઝે લીધી છે. શિયાળામાં કોપરું અને ગોળ ખાવાની વાત અત્યારના ગુજરાતી છોકરાઓને ખબર નથી. મેગી, નૂડલ્સ અને પાસ્તામાં ગુજરાતી છોકરાઓનું બાળપણ લહેરાય છે. શેરડી, રાયણ, જાંબુ, જામફળ, ચણીબોર એ હવે આઉટ ઓફ ફેશન થઇ ગયાં છે. કીવી અને ડ્રેગન ફ્રૂટ, લીચી, સ્ટ્રોબેરી ચલણમાં છે.

ઘરનું ખાવાનું જુનવાણી બન્યું છે અને જંક ફૂડ ડિમાન્ડમાં છે. લીલાં શાકભાજી બાળકોના ગળે ઊતરતાં નથી અને હંમેશાં પિત્ઝા-બર્ગર અને ફ્રેન્કીની માગ થતી હોય છે હેલ્ધી રહેવાનો સાદો નિયમ એ છે કે સોલ્ટ, સુગર, ઓઇલ, પેક્ડ ફૂડ અને જંક ફૂડથી દૂર રહો. કરુણા એ છે કે આ પાંચ વસ્તુઓ જ ગુજરાતીઓને સૌથી વધુ પ્રિય છે. જાડાં શરીર અને વધેલા પેટ સાથે બબ્બે-ત્રણ ત્રણ રોગ લઇને ફરતાં ગુજરાતીઓને શરમ નથી આવતી. ગુજરાતીઓ જ્યારે લક્ઝરી કારમાંથી નીચે ઊતરે છે ત્યારે આ બધી એબ ઢંકાઈ જતી હોય છે તેવું તેઓ માનતા હોય છે. પૈસા અને હેલ્થ વચ્ચે કોણ જાણે કેવો સંબંધ છે પૈસા વધે છે ત્યારે હેલ્થ બગડતી હોય છે. આ એક કટુ સત્ય ગુજરાતીઓને હજુ સમજાયું નથી.

Leave a Reply

Your email address will not be published.