અમેરિકાના હટતાની સાથે જ તાલિબાનનો ખુની ખેલ શરૂ, પંજશીરના શેરો પર ખતરનાક હુમલો

WORLD

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાઓ પરત ફરતાની સાથે જ તાલિબાનનો ખુની ખેલ શરૂ થઇ ચુક્યો છે. તાલિબાન આતંકવાદીઓએ તેમના કટ્ટર વિરોધી નોર્દન એલાયન્સમાં ગઢ ગણાતા પંજશીરની ખીણ પર ખતરનાક હુમલો થયો છે. પંજશીર ઘાટીમાં તાલિબાન વિરૂદ્ધ વિદ્રોહનું બ્યુગલ ફુંકનારા તાજિક નેતા અહમદ મસૂદના સૂત્રો અનુસાર સાંજે જ પંજશીર ઘાટીમાં તેમની ચોકી પર મોટો હુમલો કરી દીધો છે. તેમના લડવૈયાઓએ તાલિબાનના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

બંને પક્ષો વચ્ચે સતત સંઘર્ષ ચાલુ છે. તાલિબાને હજુ સુધી આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તાલિબાનોએ જબુલ સિરાજ વિસ્તારમાં હુમલો કર્યો હતો. જે પરવાન પ્રાંતનો ભાગ છે. રીપોર્ટ અનુસાર, આ હુમલામાં ઘણા લડવૈયાઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.

અહેમદ મસૂદ અને અમરૂલ્લા સાલેહે મોરચો સંભાળ્યો છે
અહમદ મસૂદના સમર્થકો વિશ્વનો સંપર્ક ન કરી શકે તે માટે તાલિબાનોએ પંજશીર ઘાટીને ઘેરી લીધું છે અને ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ પંજશીરની ઘાટીમાં અડીખમ ઉભા છે અને તેમણે તાલિબાન સામે યુદ્ધની ઘોષણા કરી છે. આ પહેલા એવા સમાચાર હતા કે તાલિબાન આતંકવાદીઓ અને અહેમદ મસૂદ વચ્ચે સમજૂતી અંગે વાતચીત ચાલી રહી છે. જો કે, આ વાતચીત નિષ્ફળ જતી હોવાનું જણાય છે.

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની 15 ઓગસ્ટના રોજ દેશ છોડીને ગયા બાદ અમરૂલ્લાહ સાલેહે દેશના બંધારણ અનુસાર અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. જોકે, સાલેહના દાવાને હજુ સુધી કોઈ પણ દેશ કે આંતરરાષ્ટ્રીય સંસ્થા જેમ કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થન મળવાનું બાકી છે.

તેમણે ટ્વીટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે હું કોઈ પણ સંજોગોમાં તાલિબાન આતંકવાદીઓ સામે ક્યારેય નમીશ નહીં. હું મારા હીરો અહેમદ શાહ મસૂદ, કમાન્ડર, લિજેન્ડ અને ગાઈડની આત્મા અને વારસા સાથે ક્યારેય દગો કરીશ નહીં. હું તે લાખો લોકોને નિરાશ કરું છું જેમણે મારું સાંભળ્યું તેઓનું હું સાંભળીશ હું તાલિબાન સાથે ક્યારેય એક છત નીચે નહીં રહીશ.

તાલિબાન પંજશીર પર કબજો કરી શક્યું નથી

પંજશીર અફઘાનિસ્તાનનો એકમાત્ર પ્રાંત છે જે તાલિબાન દ્વારા આજદિન સુધી કબ્જામાં આવ્યો નથી. ઇસ્લામિક અમીરાતની શાસન 1996 થી 2001 સુધી આ સમયગાળા દરમિયાન પણ, તાજબાન માટે પંજશીર એક તકલીફ રહ્યું. તાલિબાને કહ્યું કે સ્થાનિક રાજ્ય પંજશીરના અધિકારીઓ તેને શાંતિપૂર્ણ રીતે સોંપવા સંમત થયા ન હતા ત્યારબાદ અમારે અમારા લડવૈયાઓ મોકલવા પડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *