તાલિબાનના આવવાથી નવી મુસીબતમાં ફસાયું પાકિસ્તાન, રૂપિયાની હાલત થઈ ખરાબ

WORLD

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ તાલિબાનની સતત મદદ કરી રહેલુ પાકિસ્તાન હવે નવી સમસ્યાથી ઘેરાય રહ્યું છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થયો છે ત્યારથી પાકિસ્તાનનો રૂપિયો ડોલરના મુકાબલે સતત નીચે આવી રહ્યો છે. નોંધનિય છે કે પાકિસ્તાનની ઈકોનોમી પહેલાથી જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે, તો હવે અફઘાનમાં તાલિબાનની સત્તા આવતા પાકિસ્તાનના રૂપિયાની હાલત વધુ ખરાબ થઈ છે.

પાકિસ્તાનના એક અખબારના જણાવ્યા અનુસાર મુદ્રા બજારમાં પાકિસ્તાની રૂપિયામાં એક રૂપિયાનો ભારે ઘટોડા નોંધાયો છે અને તે ડોલરના મુકાબલે 169.9ની ઐતિહાસિક નિચલી સપાટીએ પહોંચી ગયો છે. આ વર્ષે 14 મેથી અત્યાર સુધીમાં અંદાજે 18 રૂપિયાનો ઘટાડો થઈ ચુક્યો છે. આજે પણ તે 169ના સ્તરે જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સમગ્ર એશિયા ખંડામાં પાકિસ્તાનના ચલણના પ્રદર્શનને સૌથી ખરાબ માનવામાં આવે છે. રૂપિયામાં થયેલા આ ઐતિહાસિક ઘટાડા પાછળનું કારણ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને માનવામાં આવે છે. જો કે આ માટે કેટલાક આંતરિક મુદ્દા પણ જવાબદાર છે. નોંધનિય છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ ઘણી હાલતમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે રૂપિયાની હાલ પહેલાથી જ ખરાબ હતી હવે તાલિબાને શાસને પડતા પર પાટૂં માર્યું છું.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના કારણે રૂપિયા પર વધારાનું જબાણ આવ્યું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની ઘર વાપસી અને ત્યાં તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી જ રૂપિયા પર દબાણ બનેલુ છે.

વાસ્તવમાં તાલિબાની સત્તા આવ્યા બાદ ત્યાં અમેરિકા સહિત કેટલાય દેશોએ ત્યાં ફંડ મોકલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા મોટી માત્રામાં ડોલર પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં વધતુ ખાદ્ય આયાત બિલ અને નિકાસમાં આવતી ઘટથી રૂપિયા પર જોખમ વધુ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.