હું પ્રેગ્નન્સીમાં પણ સમાગમ કરતી હતી પણ મારા પતિએ કહ્યું કે ગર્ભાવસ્થામાં સમાગમ કરવું જોખમી છે

GUJARAT

પ્રશ્ન : હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે એ પોતાની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના કહીને મારી સાથે સગાઇ કરવાનું કહે છે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી?

જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું. તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે.

માટે એને કહો કે એ જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે.

પ્રશ્ન : હું પ્રેગ્નન્સી દરમિયાન પણ સેક્સ કરું છું, પરંતુ મારા પતિએ એવું કહીને ના પાડી દીધી કે ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરવું અસુરક્ષિત છે. શું આ સાચું છે?

ઉત્તર : એવું નથી. સગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરવું સલામત છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું, જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન હિંસક સેક્સથી દૂર રહેવું, સેક્સ મૂવમેન્ટમાં પ્રયોગ ન કરવો, પેટ પર દબાણ આવે તેવી સેક્સ પોઝિશન ન અપનાવવી વગેરે. પરંતુ ધ્યાન રાખો, જો સેક્સ દરમિયાન રક્તસ્રાવ, દુખાવો જેવી સમસ્યાઓ ઉભી થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. અને અલબત્ત, જો તમારી પ્રેગ્નન્સી એબ્નોર્મલ હોય તો ડોક્ટરની સલાહ વિના સેક્સ કરવાની ભૂલ ન કરો.

Leave a Reply

Your email address will not be published.