હું પથારી પર સૂતી જ, દિયરએ તેમનો નાઈટ ડ્રેસ ઉતારી લીધો અને મારા કપડાં ઉતારીને મારા છાતીના ભાગ જોડે રમવા લાગ્યો

nation

ઘઉં સાફ કરતાં-કરતાં પડોશના ગીતાભાભી સાથે સુરભિની ગપ્પાબાજી ચાલતી હતી ત્યાં જ બહારથી જતીનનો અવાજ આવ્યો, ”સુરભિ! ઓ સુરભિ! અરે ક્યાં છે તું?”

”લો ભાભી! હજી કામ ઘણું બાકી છે, એટલામાં તો એ આવી પણ પહોચ્યાં…..” આમ બબડતી સુરભિ ઊઠી.

પત્નીને જોઇને જતીન ઉલ્લાસિત સ્વરે બોલ્યો, ”સુરભિ! આજે બહુ મજા પડી ગઇ! તું સાંભળીશ તો તને પણ…….”

”તમારી ભાષણબાજી થોડી વાર તમારી પાસે રાખો અને હાથ-મોઢું ધોઇ લો, ત્યાં સુધી હું ચા બનાવી લાવું છું.” શુષ્કતાથી બોલતી સુરભિ રસોડામાં ચાલી ગઇ.

સુરભિના જવાબથી હતોત્સાહ થયેલો જતીન રસોડા તરફ જોઇને બોલ્યો, ”ચા ન બનાવીશ, સુરભિ. હું ગૌતમના ઘેર જાઉં છું એટલે ત્યાં જ પી લઇશ. મારે પાછા આવતા મોઢું થશે એટલે જમવામાં મારી રાહ ન જોશો. તમે જમવાનું પતાવી દેજો.” આટલું બોલીને તે નિરાશ પગલે ઘરની બહાર નીકળી ગયો.

એ ચાલ્યો ગયો તે સાથે જ સુરભિનો બબડાટ શરૂ થઇ ગયો. ”હા….. હા…….. ગૌતમના ઘેર સોનાના મોર ઊડતા હોય તો ત્યાં જાવ….પોતાના ઘરમાં તો બધાં બચકાં ભરતાં હોય છે. ઘરમાં ટાંટિયો જ નથી ટકતો. બૈરી અને છોકરાંઓ સાથે જાણે કંઇ લાગતું વળગતું જ નથી. બૈરીને વગર પૈસાની ગોલી બનાવી દીધી છે, એટલે રાંધી ખવડાવતી રહે. લાટસાહેબને તો બહાર રખડવામાંથી ફુરસદ નથી મળતી.”

સુરભિનો બબડાટ સાંભળીને ગીતા તેના ઘરમાંથી બહાર આવીને બોલી, ”સુરભિ એમ ગમે તેમ ન બોલાય. બીજા કોઇ સાંભળે તો પણ કેવું લાગે? બાળકોનો તો વિચાર કર!”

”ભાભી, એક દિવસની વાત હોય તો જાણે સમજ્યા……પણ આ તો હવે રોજનું થયું. એટલે કેટલુંક સહન થાય? તમે જોયું નહીં કે બહારથી આવીને ઘરમાં પગ વાળીને બેસવાને બદલે પાછા બહાર ઉપડી ગયા છે, તે?” સુરભિએ આંખો લૂછતાં કહ્યું.

”તારી વાત સાચી છે, બહેન! પણ આમ બોલ્યા કરવાથી કોઇ મૂંઝવણનો તોડ નથી આવતો. જતીન પહેલાં તો આવા નહોતા…..તું! જરા જાણવાનો પ્રયત્ન તો કર કે આ પરિવર્તન શા કારણે આવ્યું છે? જો એ પત્તો લાગશે તો બધું આપોઆપ સુધરી જશે. ચાલ, હું ક્યાં પાછી ભાષણ દેવા બેઠી! તારા ભાઇનો આવવાનો સમય થયો છે, તે હું જાઉં…..”એમ કહીને ગીતાભાભી ઘરમાં ગઇ, પણ તેની વાતો સુરભિના કાનમાં પડઘાતી રહી જતીન પહેલાં તો આવો નહોતો.

છેલ્લા થોડા મહિનાઓથી શરૂ થયેલી માનસિક મૂંઝવણ અચાનક બીકના થરથરાટમાં ફેરવાઇ ગઇ. બરાબર એ જ વખતે સુરભિની નજર સામે, જતીનના સહકાર્યકર રોહિતની પત્ની વૃંદાનો કિસ્સો નાચી ઉઠયો. રોહિત અને વૃંદાનો ઘરસંસાર ખૂબ સારો ચાલતો હતો. પણ ગઇ કાલે જ જતીને જણાવ્યું કે રોહિતે તેની પત્ની વૃંદાને છૂટાછેડા આપી દીધા અને હવે નજીકના ભવિષ્યમાં જ તેની પોતાની ઑફિસની, સામાન્ય દેખાવની અને નરમ સ્વભાવની પરપ્રાંતની યુવતી સાથે લગ્ન પણ કરવાનો છે.

”સુરભિને વૃંદાની દયા આવી. તેનાથી બોલી જવાયું, ”બિચારી વૃંદા……એ તો સારું છે કે નોકરી કરે છે. એટલે વાંધો નહીં આવે, નહીં તો શું થાત?”

”અરે, દયા તો રોહિતની ખાવી જોઇએ. વૃંદા જેવી કર્કશા સ્ત્રી સાથે બે વર્ષ નિભાવ્યું, એ બદ્દલ તેને પરમવીર ચક્ર મળવું જોઇએ. જતીને રોહિતનો પક્ષ લેતાં કહ્યું.

”તમે તો પુરુષ છો એટલે પુરુષનો જ પક્ષપાત કરવાના છો.”

”હવે એ લોકોની વાત એ બંને જાણે. હું તો આ ચાલ્યો……મારે મોડું થાય છે…….” એમ કહીને જતીન ચાલતો થયો. જતીનનું આ વલણ સુરભિને અંતરથી નહોતું ગમ્યું. આજે હવે તેના મનથી જતીનની રાહ જોવા લાગી. પણ બાળકો ભૂખ્યા ન સૂઇ જાય તેથી રસોડામાં જઇને મહાપરાણે રસોઇ બનાવવા લાગી. ત્યારે તેનું મન દૂરના અતીતમાં અડવડીયા ખાવા લાગ્યું.

લગ્ન પછીનાં થોડાં વર્ષો સપનાંની જેમ વીતી ગયા હતા. એટલા એકબીજામાં ઓતપ્રોત હતાં કે તેમની જોડીને સહુ આદર્શ દંપતી ગણતાં હતાં. સમય જતાં સુરભિની ગોદમાં યશ આવીને રમવા લાગ્યો ત્યારે બંનેને જીવનની કૃતાર્થતા અનુભવાતી હતી. સુરભિ જે દિવસે યશને લઇને હોસ્પિટલેથી ઘેર આવી ત્યારની ઘટમાળ તેની આંખો સામે જાણે સજીવ થઇ ઊઠી.

ઘરમાં દાખલ થતાં જ જતીને તેને બાહુપશમાં લઇ લીધી અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો, ”સુરભિ! તેં યશના રૂપમાં મને વિશ્વની સહુથી કીમતી ભેટ આપી છે. આવો અનોખો ઉપહાર તને આપવાની મારી હાર્દિક ઇચ્છા છતાં મારાથી તે શક્ય બને તેમ નથી.”

”એવું નથી. તમે તો મને એનાથી પણ અજોડ અને અનોખી ભેટ આપેલી છે.”

”કઇ ભેટ સુરભિ?”

”તમારો અનહદ પ્રેમ……”

”ઓહ સુરભિ…….” કહેતાં જતીને તેને ચૂમીઓથી નવડાવી દીધી.

અચાનક રોટલી બળવાની વાસ ફેલાવાથી સુરભિ એક ઝટકા સાથે વર્તમાનમાં પાછી આવી. ઝડપથી રોટલી બનાવી લઇને બાળકોને જમાડીને સુવડાવી દીધાં. તેની આંખોમાંથી ઊંઘ તો જાણે વેરણ બની ગઇ હતી. તેના વિચારો રહી રહીને વીતેલા દિવસો તરફ દોડી રહ્યા હતા.

યશનો જન્મ થતાં જ કામનું ભારણ વધ્યું હતું. યશ હજી સવા વરસનો થયો એટલામાં નીરજનું આગમન થઇ ગયું. બે-બે-પુત્રોની માતા બનવાનું સુરભિને ગૌરવ તો મળ્યું પણ તેમની દેખભાળના કામનું ભારણ ખૂબ વધી ગયું. ઊંઘ પૂરી ન થાય અને શરીરને જરૂરી આરામ ન મળે. હરવા ફરવાનું તો જાણે સ્વપ્નવત્ બની ગયું. સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો. થોડો સમય તો જતીન સાંજે ઘેર જ રહેવા લાગ્યો હતો, પણ ધીમે-ધીમે એ એકલો જ પોતાના મિત્રો પાસે જવા લાગ્યો. સુરભિની એકલતા વધતી ગઇ, તેની સાથે -સાથે ચીડિયાપણું ય વધવા લાગ્યું. થોડા અઠવાડિયા પહેલાં જ જતીન સાથે થયેલો વિખવાદ તેને યાદ આવી ગયો.

સાહિત્યનો રસિયો જતીન જ્યારે ઓફિસેથી આનંદિત ચહેરે આવ્યો, ત્યારે સુરભિ પણ હળવા મિજાજમાં હતી. ઘરનું કામકાજ આટોપીને બજારમાં જવા માટે એ જતીનની જ રાહ જોતી હતી, પણ જતીન ઘરમાં આવીને તરત તૈયાર થયો અને બોલ્યો, ”સુરભિ, આજે કવિ સંમેલન છે, આખા રાજ્યનાં માતબર કવિઓ કવિતા રજૂ કરવા આવ્યા છે. હું તેમાં જાઉં છું. તમે લોકો ખાઇને સૂઇ જજો.”

સુરભિ ગુસ્સાથી કાળઝાળ થઇ ગઇ. એ બોલી, ”જતીન, ક્યારેક તો ઘરની જવાબદારી માથે રાખતાં શીખો! ઘરમાં તો તમારો ટાંટિયો જ નથી ટકતો. આ કંઇ ધરમશાળા થોડી છે?”

મોટા ભાંગે શાંત રહેતો જતીન પણ તે દિવસે ઊકળી ઊઠયો, ”ઘરમાં રહેવા તો હું પણ ઇચ્છું છું, સુરભિ! પણ……”

”પણ શું? તમને ઘરમાંથી કોઇ કાઢી મૂકે છે?”

”તું કાઢી મૂકે છે……”

”શું……? તમને ઘરમાંથી તગેડવાનું મારું કંઇ ગજું છે? તમારું મગજ ભમી ગયું લાગે છે.”

”પહેલાં એકવાર તારું વર્તન તપાસી જો, એટલે તને બધું સમજાઇ જશે. તું મને કેટલો સમય ફાળવે છે, એની ગણતરી કરી જો. મારી એક વાત પર ધ્યાન દેવાની તને ફુરસદ હોય છે ખરી?” આમ બોલીને ગુસ્સામાં પગ પછાડતો જતીન ઘરની બહાર ચાલ્યો ગયો.

સુરભિ કરવો ઘૂંટડો ગળીને રહી ગઇ. જીવન પાછું નિયત ઢાંચામાં ચાલવા લાગ્યું. એ વખતે તો તેણે જતીનની વાત પર ખાસ ધ્યાન ના આપ્યું. એને તેણે ગુસ્સાનો ઊભરો જ ગણી લીધો હતો, પણ હવે તેને વાતનું ઊંડાણ સમજાતું હતું. સુરભિ રહી-રહીને પોતાની જાતનું પૃથક્કરણ કરતી હતી કે ખરેખર મારા જ શુષ્ક વર્તનથી જતીન કંટાળતા હશે?

ઘંટી વાગી તો સુરભિના વિચારતંતુ તૂટયા. ઘડિયાળમાં જોયું તો રાતના બાર વાગ્યા હતા. ઝડપથી ઊઠીને તેણે બારણું ખોલ્યું. બહાર જતીન ઊભો હતો અને અચરજથી સુરભી સામે જોતો હતો. તેના તરફથી કોઇ બડબડાટ કે મહેણું ન બોલવાથી તેને નવાઇ લાગતી હતી.

”અંદર નથી આવવું?”

”હા……હા…..” જતીન સચેત થતાં બોલ્યો. પછી ઝડપથી પગલાં ભરતો પોતાના રૂમ તરફ આગળ વધ્યો.

”થાળી પીરસું?”

”ના, હું બહાર જમીને આવ્યો છું.”

બારણું બંધ કરીને સુરભિ ઓરડામાં પહોંચી એ દરમિયાનમાં જતીન કપડાં બદલીને પલંગ પર સૂઇ ગયો હતો. બત્તી બુઝાવીને, નાઇટલેમ્પ ચાલુ કર્યા પછી સુરભિ પણ તેની બાજુમાં સૂતી. વાત શરૂ કરવા માટે તે હિંમત કરતી -કરતી અટકી જતી હતી અને એ હિંમતપૂર્વક કંઇ બોલે તે પહેલાં જ જતીનનાં નસકોરાં ગાજવા લાગ્યા હતા. સુરભિએ નિરાંતે ઊંઘતા જતીન પર નજર નાખી…….મનોમન વિચાર્યું કે આટલો સ્નેહાળ પતિ પોતાને જ કારણે કેટલો દૂર ઘસડાઇ ગયો છે. અગાઉની નાની-નાની બાબતો સુરભિની નજર સામે રજૂ થવા લાગી.

એ રાત તેની અજંપામાં જ વીતી. તેને લીધે આંખોમાં ભારણ તો ઘણું જ હતું, તેમ છતાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. બાળકો શાળાએ અને જતીન નોકરીએ ચાલ્યાં ગયાં હતાં. ઘરમાં એકલી સુરભિ જ રહી હતી. આ એકલતાના અરણ્યમાં એ પોતાના અને જતીનના અરસપરસના વર્તનની મૂલવણી કરતી હતી. તેની વિવેકબુધ્ધિ તેને ઘણું ઘણું સ્પષ્ટ સમજાવતી હતી. સાંજે જતીન મોડે ઘેર પહોંચ્યો અને જમીને વહેલો સૂઇ ગયો. પણ સુરભિની આંખોમાં ઊંઘ નહોતી, શિયાળાની કડકડતી ઠંડીની રાત તેને એકાએક આજે ફરી યાદ આવી ગઇ.

શિયાળાની થિજવી દેતી સાંજ હતી. બધાં રજાઇમાં ભરાઇને ગરમાવો મેળવવાના પ્રયાસો કરતાં હતાં. સુરભિની આંખોમાં ઊંઘનું સામ્રાજ્ય ફેલાવાની તૈયારી હતી, ત્યારે જ જતીન બોલ્યો,

”સુરભી, ઊંઘી ગઇ કે શું?”

”ના, હજી જાગું છું, બોલો, શું હતું?”

”મારે તને કંઇક કહેવું હતું.”

”શું કહેવું છે?”

”તું ઊઠ તો ખરી!”

”ભલા માણસ! સૂવા દો ને!”

”અરે, પણ હજી તો દસ જ વાગ્યા છે.”

”આખો દિવસ ઘરમાં તૂટવાનું પણ મારી એકલીએ જ નથી હોતું? ને હવે અત્યારે તો જરા જંપ લેવા દો!”

”અરે સુરભિ, તું તો આખો વખત ઝઘડો કરવાના મિજાજમાં જ હોય છે. મારે શું કરવું એ જ મને સમજાતું નથી. ગૌતમને ઘેર જાઉં, એ પણ તને પોસાતું નથી અને ઘરમાં હોઉં તો તું મારી વાત સાંભળવા તૈયાર નથી હોતી…..અરે ભઇ, ખાવા-પીવા અને ઊંઘવા સિવાય પણ માણસના જીવનમાં અન્ય જરૂરિયાતો હોય છે, એ કેમ ભૂલી જાય છે?”

”સારું ત્યારે કહો, તમારી કઇ જરૂરિયાત પૂરી નથી થઇ?” એમ કહેતાં સુરભિ ગુસ્સે થઇને બેઠી થઇ ગઇ.

પોતાના સ્વરને સંયમિત રાખતાં જતીન બોલ્યો, ”સુરભિ માણસ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેને સારા-માઠા અનેક અનુભવ થાય છે અને એ પોતાના અંગત માણસો વચ્ચે તે વહેંચવા ઇચ્છતો હોય છે. ઘરમાં જો તેની વાતને સમજપૂર્વક સાંભળીને મહત્વ દેવામાં આવે તો તેને આત્મસંતોષ મળે છે. પરિણામે તે પ્રફુલ્લિત રહે છે, પણ જો એવું ન બને તો એ પોતાની વાતને મહત્વ આપીને સમજણપૂર્વક સાંભળનાર હમદર્દને બહાર શોધવા લાગે છે. ઘરની અંદર જેને માનસિક સંતોષ મળે તેને બહાર ભટકવાની જરૂર રહેતી જ નથી. આ વાત તારે સજવાનો પ્રયત્ન કરવો જોઇએ.”

”તમારું ભાષણ તમે તમારી પાસે જ રાખો અથવા જઇને ગૌતમને સમજાવો, પણ મારો છાલ છોડો અને મને સૂવા દો.” કહેતી સુરભિ પડખું બદલીને સૂઇ ગઇ. પરંતુ હવે તેની આંખોમાં ઊંઘ નહોતી. અતિ સહનશીલતા કેળવી ચૂકેલા જતીને પણ વાત આગળ ન વધારી, પરંતુ જતીને ઓચિંતા આજે કહેલી વાતનો અર્થ તેને સમજાવા લાગ્યો હતો કે ખરેખર તેના ઘરમાં બાહર રહેવાના કારણનું મૂળ એ પોતે જ હશે? ગૌતમની જગ્યાએ જતીન કોઇ મહિલાને મળતો હોત તો? આ વિચારની કલ્પના માત્રથી એ ધૂ્રજી ઊઠી. જો ખરેખર એવું જ હોત તો તે શું કરત? પોતાના પગ ઉપર એણે જાતે જ કુહાડી મારી છે કે શું? ના, રોગ વધે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવો જોઇએ એમ વિચારીને સુરભિએ રાતની પોતાની ભૂલને સુધારી લેવાનો નિર્ણય તેણે મનોમન મજબૂત કરી લીધો. એક વિધેયાત્મક વળાંકે પહોંચી ને તેના મનનું ભારણ જાણે ઉતરી ગયું. અને તે નચિંતપણે ઊંઘી ગઇ.

Leave a Reply

Your email address will not be published.