હું પરણિત મહિલા છું ,હમણાં મારો જૂનો પ્રેમી મને મળ્યો અને એ મને રૂમમાં લઇ જવાની વાત કરતો હતો પણ મને એના જોડ હવે…

Uncategorized

હુું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું?
એક યુવતી (વલસાડ)

દરેક માતા-પિતા પોેતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય. જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું. લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું.
એક યુવતી (મુંબઈ)

લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

Leave a Reply

Your email address will not be published.