હું મારી મોટીબેનના પતિ તરફ ખુબજ આકર્ષિત થઇ ગઈ છું,મને મારા જીજાજી ગમવા લાગ્યા છે અને અમે બેવ

GUJARAT

હું ૨૫ વરસની છું. મને ડાયાબિટિસ છે. શું હું મા બની શકીશ? શું મારું સંતાન પણ ડાયાબિટિક જ હશે?

એક યુવતી (અમદાવાદ)

ચિંતા કરવાની જરૂર નથી. તમને માતા બનતા કોઇ તકલીફ થશે નહીં. હા, કેટલીક તકલીફનો સામનો કરવો પડે એવી શક્યતા છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટિસનું પ્રમાણ વધી શકે છે. આથી ગર્ભાવસ્થા દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે. બાળકને ડાયાબિટિસ હોવાની શક્યતા છે પરંતુ જરૂરી નથી કે ડાયાબિટિક માતાનું સંતાન પણ ડાયાબિટિક જ જન્મે. ગર્ભાવસ્થા દરમિયાન ગાયનેકોલોજીસ્ટ અને ડાયેબેટોલોજીસ્ટ પાસે ચેકઅપ કરાવતા રહેજો અને તેમની સૂચનાનું પાલન કરજો.

હું એસ.એસ.સી.માં છું. મારે સાયન્સમાં પ્રવેશ લેવો છે પરંતુ કોમર્સના વિષયોમાં મને સારા માર્કસ આવતા હોવાથી મારા માતા-પિતા ઇચ્છે છે કે હું કોમર્સમાં આગળ અભ્યસ કરું. આ કારણે હું મૂંઝવણમાં છું. મારે શું કરવું જોઇએ? જે વિષયોમાં મને સારા માર્કસ મળે છે એમા આગળ વધવું કે મારી ઇચ્છા છે એ વિષયમાં સારા માર્કસ મળતા ન હોવા છતાં આગળ વધવું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (નવસારી)

વિજ્ઞાાન વિષય મનગમતો હોવા છતાં તમને તેમા સારા માર્કસ મળતા નથી. એની નવાઇ લાગે છે. કદાચ તમને એની એપ્ટિટયૂડ નહીં હોય. વિષય ગમે છે એટલે એ વિષય લેવો જોઇએ એવું નથી. તમને લાયક નથી એ કોર્સ લેવાની ઇચ્છાને કારણે તમે તમારું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છો. તમારા માતા-પિતાનું સૂચન વ્યવહારું છે. તમે કોઇ કાઉન્સેલરની સલાહ લઇ શકો છો. તેમજ એપ્ટિટયૂડ ટેસ્ટ દ્વારા નિર્ણય લઇ શકો છો. આમ કરવાથી તમને થોડા વિકલ્પો પણ મળશે અને તમારે સાયન્સ કેમ લેવું નહીં અથવા તમે આ વિષયમાં સારો દેખાવ કેવી રીતે કરી શકો છો એની સલાહ પણ મળશે.

મારી એક વિચિત્ર સમસ્યા છે. હું ૨૪ વર્ષની છું અને મારી મોટી બહેનના પતિ પ્રત્યે મને આકર્ષણ થયું છે. આ ખોટું છે એ હું જાણું છું. પરંતુ હું મારી જાત પર કાબુ રાખી શકતી નથી. તેઓ પણ મારી તરફ પ્રેમથી જુએ છે. આથી વધુ અમે આગળ વધ્યા નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવતી (ગુજરાત)

કોઇના પતિ તરફ નજર બગાડવી એ યોગ્ય નથી. અને તમે તો તમારી સગી બેહનનું ઘર ભાંગવા તૈયાર થયા છો. તમે લાગણીના પ્રવાહમાં તણાઇ જાવ તો પણ એ વાતની શું ગેરન્ટી છે કે તમારા બનેવી બીજી કોઇ યુવતી તરફ પ્રેમભરી નજર ફેંકતા નહીં હોય. લગ્ન સંસ્થા એક પવિત્ર સંસ્થા છે તેને માન આપો. બનેવી તરફ નજર બગાડવાને બદલે તમારી બહેનનું લગ્ન જીવન સુધરે એવા પ્રયાસો કરો.

Leave a Reply

Your email address will not be published.