હું મારી GF જોડ સમાગમ માણું તો અને માથાનો દુખાવો થવા લાગે છે,તો આનું કારણ શું હશે ??

GUJARAT

પ્રશ્ન : પહેલાં મારી કમર પાતળી હતી પણ હવે એનો ઘેરાવો વધી ગયો છે. મારી કમર પર ચરબી જામી ગઇ છે. આ જામેલી ચરબી હટાવવા શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : શરીર પર વધતી ચરબીને શરૂઆતમાં હળવાશથી લેવામાં આવે છે પણ જ્યારે આ ઘેરાવો વધી જાય છે ત્યારે ચિંતાનું કારણ બને છે. કસરતનો અભાવ, ખાવાની ખોટી ટેવો, બેઠાડું જીવન અથવા તો સગર્ભાવસ્થા જેવી સ્થિતિના કારણે આવું થાય છે. આ ચરબી રાતોરાત ઘટાડી નથી શકાતી. જો રોજિંદા કાર્યક્રમમાં વેઈટ-ટ્રેનિંગ અને સંતુલિત આહારનો સમાવેશ ના કરવામાં આવે તો કમરની ચરબી ઓછી નથી કરી શકાતી.

ચરબી ઓછી કરવા માટે અઠવાડિયાંમાં ઓછામાં ઓછો એકવાર ઉપવાસ કરવો જોઇએ. કમર અને પેટની ચરબી ઓછી કરવા માટે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ.સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન કરવાથી ધીમે ધીમે ચરબી ઘટી શકે છે. ભોજનમાં જંક ફૂડ અને તળેલું ભોજન ઓછું કરો. કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે અને રાત્રે જમ્યા પછી તરત ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી લગ્ન નથી થયા પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક રીતે સક્રિય છું. મારી સમસ્યા એ છે કે મને લાગે છે કે શારીરિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે. આવું થવા માટે શું કારણ જવાબદાર હશે? એક યુવક (નવસારી)

ઉત્તર : તમારી સમસ્યા થોડી અલગ છે, પણ આવું ક્યારેક થઇ શકે છે. જાતીય સંબંધ બાંધ્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે પેઇનકિલર લઇ શકો છો. આ પરિસ્થિતિ માટે ક્યારેક માનસિક સ્થિતિ પણ જવાબદાર હોઇ શકે છે.

ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ સારા ન્યુરોલોજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કેનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે. જો કોઇ શારીરિક સમસ્યા હશે તો સમયસર નિદાન થવાથી સારવાર માટે સમય પણ મળશે.

Leave a Reply

Your email address will not be published.