હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉ છું કે 5થી 6 વાર માણી ચૂક્યો છું શારીરિક સુખ

Uncategorized

પ્રશ્ન : એક જ લોહીની સગાઈવાળાંના લગ્નસંબંધથી સંતાનોમાં કોઈ ખોડ-ખામી ઉતરે?

ઉત્તર : એક જ બ્લડ રિલેશનમાં લગ્નો કરવાનો નિષેધ ઘણી મનુષ્ય જાતિઓમાં છે. તો આવા ‘આંતર સંબંધી’ લગ્નનો નિષેધ ન હોય એવી જાતિઓ પણ વિશ્વમાં છે. જે જાતિઓમાં આવો નિષેધ છે તેમાં આવા સંબંધ માટે અપરાધની લાગણી પ્રવર્તતી હોય છે.

જેમાં આવા લગ્નસંબંધોની સામાજિક દ્રષ્ટિએ છૂટ હોય છે. એટલું જ નહિ આવા સંબંધો બાંધવા તે ઘણીવાર સામાજિક, આર્થિક અને ભૌગોલિક દ્રષ્ટિએ જરૂરત હોય છે. તેવી જાતિ-જ્ઞાાતિમાં કોઈને અપરાધની લાગણી થતી નથી. તમારી જાતિમાં આવા લગ્નસંબંધોનો નિષેધ નથી એટલે અહીં અપરાધની વાતને સ્થાન નથી.

આવાં લગ્નોથી બાળક થાય તે મંદબુદ્ધિના, લૂલા અને અપંગ થાય તેમ માનવામાં પણ સત્ય નથી. સત્ય હોય તો તે આટલું છે. એક જ લોહીવાળાં સ્ત્રી-પુરુષના લગ્ન સંબંધથી જન્મનાર સંતાનોમાં તે પરિવારના પેઢીઓથી ચાલ્યા આવતા આનુવંશિક રોગો વારસામાં ઉતરવાની શક્યતા, સંભવ વધી જાય છે, કેમ કે સ્ત્રીબીજ અને પુરુષના શુક્રજંતુમાં આનુવંશિક જનીન તત્વોની સમાનતા હોવાથી તે પરિવારના કુળમાં અનેક પેઢીઓથી વારસામાં ઉતરનારા રોગોની શક્યતા વધી જાય છે. જેમ કે પરિવારમાં ડાયાબિટીસ હોય અને સ્ત્રીબીજ તેમજ શુક્રજંતુ બન્નેમાં તે રોગના ‘જિનેટિક કોડ્સ’ (જનીન સંકેતો) હોય તો સંતાનમાં તે રોગ વારસામાં ઉતરવાની શક્યતા વધી જાય છે. જો પરિવારમાં વારસામાં ઉતરતા રોગોનો ઇતિહાસ ન હોય અને એકંદરે સ્વસ્થ, નિરોગી પરિવાર હોય તો આવાં લગ્નમાં તમારી જાતિમાં કોઈ અપરાધ નથી.

પ્રશ્ન : માસિક સ્ત્રાવ થતો હોય તે દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા ખરી?

ઉત્તર : હા, માસિક સ્ત્રાવના દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા છે. જોકે આવી શક્યતાના ટકા ઘણા જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય. સમાગમ પછી વીર્યસ્ત્રાવમાં જે વીર્યજંતુઓ ફેંકાયા હોય તે જનન માર્ગમાં, અવયવોમાં આઠ દિવસ સુધી સજીવ ટકી રહેવાની શક્યતા છે. તેથી તેટલા દિવસો સુધીમાં જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં પડે અને સંજોગવશાત (બાય ચાન્સ) તે બીજ અને વીર્યજંતુનો સંયોગ થાય તો સ્ત્રીને ગર્ભાધાન થાય.

પ્રશ્ન : શું ગુદામાર્ગમાં સમાગમ કરવાથી ગર્ભ રહી જવાની શક્યતા ખરી?

ઉત્તર : આ દેશમાં, જેમને જનન અવયવો, ગર્ભ શાથી રહે છે તે હકીકત, ગર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી. આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે.

યોનિમાર્ગમાં સમાગમ કરવાથી વીર્ય તેમાં ફેંકાય. વીર્યમાં વીર્યજંતુઓ હોય. યોનિમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું છે. તે મુખના રસ્તે વીર્યજંતુઓ ગર્ભાશયમાં દાખલ થાય. ગર્ભાશયની સાથે બીજ નલિકા જોડાયેલી છે. તે બે છે. બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગર્ભાશય તરફ આવે છે. આ બીજ અને પુરુષના વીર્યજંતુઓ સંયોગ થવાથી ગર્ભ રહે. તમે પૂછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ ન હોય તેથી ગર્ભ રહેવાની શક્યતા નથી.

Leave a Reply

Your email address will not be published.