હું ખૂબ પાતળો છું. મારા ફ્રેન્ડ્સ કહે છે કે એનું કારણ એ છે કે હું રેગ્યુલર હસ્તમૈથુન કરું છું. શું આ વાત સાચી છે?

GUJARAT

પ્રશ્ન : મારા દીકરાને ઊંઘમાં ચાલવાની તકલીફ છે. તે રાત્રે એક રૂમમાં સૂતો હોય તો સવારે હોલમાં સૂતેલો જોવા મળે છે. નવાઇની વાત તો એ છે કે તેને પોતાની પણ યાદ નથી હોતું કે તે ક્યારે હોલમાં ચાલીને આવ્યો. આમ તો એ 17 વર્ષનો છે અને એને બીજી કોઇ તકલીફ નથી. જોકે એની આ સમસ્યાને કારણે અમારે રાત્રે ઘરમાં અંદરથી લોક મારવું પડે છે. તેને આવું શું કામ થતું હશે? એક મહિલા (સુરત)

ઉત્તર : ઊંઘમાં ચાલવાની સમસ્યાને સ્લીપવોકિંગ કહેવાય છે. ઘણી ફિલ્મોમાં આ તકલીફ બતાવાઈ છે. એમાં વ્યક્તિ ઊંઘમાં જ બેસવા કે ચાલવા લાગે છે. ઘણી વખત ઊંઘમાં ચાલવાની આદતના કારણે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે આ બીમારીની સારવાર કરવામાં આવે તો રાહત થઈ શકે છે. લોકો ઘણી વખત ઊંઘમાં ચાલતી વખતે પોતાની જાતને નુકસાન પહોંચાડી દે એવી સ્થિતિમાં પહોંચી જાય છે.

આવી પરિસ્થિતિને સ્લીપ ટેરર તરીકે ઓળખવામાં આવે છે. સ્લીપવોકિંગની પરિસ્થિતિ વણસે ત્યારે એ સ્લીપ ટેરરના તબક્કામાં પહોંચી જાય છે. જો વ્યક્તિ સ્લીપ ટેરરના તબક્કામાં પહોંચી જાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો ઊંઘમાં ચાલવાની તકલીફ હજી પ્રારંભિક તબક્કામાં જ હોય તો કેટલાક પ્રયાસો કરવાથી એમાં રાહત મળે છે. જો આ સમસ્યા સતાવતી હો તો સુવાનો સમય સેટ કરવો અને પૂરતી ઊંઘ લેવાઈ જરૂરી છે.

આ સિવાય ચિંતાથી બચવું જોઈએ. યોગ-મેડિટેશન કરવા સહિતની પ્રવૃત્તિ જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ. દરરોજ કસરત કરવી અને ચાલવું જોઈએ તેમજ જેમ બને તેમ કોફીન હોય તેવા પદાર્થનું ઓછું સેવન કરવું જોઇએ. જો આટલા ઉપાયો કર્યા પછી પરિસ્થિતિમાં સુધારો ન થાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ કારણકે આજે તમને ભલે આ સમસ્યા નાની લાગે પણ એનાથી દૂરગામી નુકસાન પણ થઇ શકે છે.

પ્રશ્ન : હું ખૂબ પાતળો છું. મારા ફ્રેન્ડ્સ કહે છે કે એનું કારણ એ છે કે હું રેગ્યુલર માસ્ટરબેટ કરું છું. શું આ વાત સાચી છે? એક યુવક (રાજકોટ)

ઉત્તર : ચોક્કસ જ નહીં. તમે સમજું છો કે જ્યારે તમને સેક્સ માટેની ખૂબ ઇચ્છા થાય ત્યારે જ તમે એ કરો છો. તમારા ઓછા વજન માટે બીજાં કારણો હોય શકે. એક્સપર્ટના મત મુજબ માસ્ટરબેશનથી હેલ્થ પર કોઈ નકારાત્મક અસર પડતી નથી અને ચોક્કસથી જાતીય હેલ્થને સારી બનાવે છે.

એક અંદાજ પ્રમાણે ઇન્ટરકોર્સ દરમિયાન માત્ર 101 કિલો કેલરી બર્ન થતી હોય તો માસ્ટરબેશન દરમિયાન તેનાથી પણ ઓછી કેલરી બર્ન થાય કારણ કે તેમાં સમગ્ર બોડી મૂવમેન્ટનો ઉપયોગ થતો નથી. આ કારણે રેગ્યુલર માસ્ટરબેટ કરવાથી વજન એકદમ ઘટી જાય છે એ વાત સાવ ખોટી છે. હકીકતમાં પોતાની જાતને પ્લેઝર આપવાથી શરીરમાં એન્ડ્રોફિન્સ એટલે કે હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે અને ઊંઘ વધારે સારી આવે છે.

માસ્ટરબેશનની કોઈ આડઅસર જોવા મળતી નથી. જોકે ઘણીવાર લોકો તેને કંટ્રોલ કરી શકતા નથી. માસ્ટરબેશન પ્રત્યેની આવી લત રિલેશનશિપને ખરાબ કરી શકે છે એટલે આ મામલે આત્મસંયમ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.