‘હું હવે પાછી નહીં આવું મારે સમાધિ લેવી છે’ કહીને ઘરેથી રણુજા નીકળેલી યુવતીની ભવિષ્યવાણી સાચી ઠરી..

GUJARAT

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષિય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી પણ ભક્તિમાં લીન થઈ હતી. નવા વર્ષે ઉપડતા સંઘમાં યુવતીએ પરિવારને જણાવ્યું હતું કે, હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચે જ યુવતીએ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી કાકાના ખેતરમાં દફનાવીને તે સ્થળે મંદિર બનાવવાની પરિવારજનોએ કામગીરી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામના રહીશ છોટુભાઈ વસાવાને બે દીકરી સગુણાબેન અને સરલાબેન, દીકરો સહદેવ, આદિવાસી પરિવારની આર્થિક પરિસ્થિતિ નાદુરસ્ત હોવાથી ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવતા હતા. ઘરના તમામ સભ્યો રણુજા રામપીર ભગવાનના ભક્તો હોવાથી રાજસ્થાનના રણુજા ખાતે દશૅન અથૅ અવરજવર રહેતી હતી. જેમાં છોટુભાઈ વસાવાની દીકરી સગુણાબેન રણુજા રમાપીરના ભક્તિના રંગમાં રંગાઇ ગઇ હતી.

થોડા દિવસો પહેલા જ ભાંગોરી-નેત્રંગ ગામના 50થી વધુ ભક્તો રાજસ્થાનના રણુજાના રામાપીરના દશૅનાથૅ ગયા હતા, ત્યાં તે પણ હોંશેહોંશે ગઇ હતી, જ્યાં ભક્તિમાં લીન થઇને રણુજા રામાપીરના પરચા વાવડીમાં સવારના સમયે એકાએક જળસમાધી લઇ લેતા સાથે ગયેલા અન્ય શ્રદ્ધાળુઓને જાણ થતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતક યુવતીના નશ્વરદેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના વાજીંત્રો સાથે અબીલ-ગુલાલ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ગામના સરપંચ નવજીભાઇ વસાવાના ખેતરમાં યુવતીની સમાધીમાં સમાવી ત્યાં દિવ્ય અને ભવ્ય મંદિરના નિર્માણ કરવાનું જણાવ્યું હતું. હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શાનાર્થે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સાથે ગયેલા દશૅનાર્થીઓ અને યુવતીના માતાપિતા સહિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સગુણાબેને ભગવાનના રામાપીરના ભક્તિમાં લીન થઇને જળસમાધી લીધી છે અને તેઓ ભગવાનના ધ્વારે ગયા છે, જેની યાદમાં આવનાર સમયમાં ભજન-કિતૅન અને ધામિૅક કાયૅક્રમ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *