હું એક શિક્ષિકા છું.મારી એક શિક્ષક સાથે પ્રેમ છે.અમે દર વીકમાં સબંધ બાંધીએ છીએ. હું જાણવા માંગું છું કે શું હું મારા મેરેજ….

GUJARAT

પ્રશ્ન : હું 52 વર્ષની ગૃહિણી છું અને મારા દીકરાની ઉંમર 20 વર્ષ છે. તેને એક ગર્લફ્રેન્ડ છે. બંને એક વર્ષથી રિલેશનશિપમાં છે. મારા દીકરાની ગર્લફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે ત્યારે તેઓ કલાકો સુધી તેના રૂમમાં ભરાઇ રહે છે.

મને તેનાં ટોઇલેટમાંથી કોન્ડોમ પણ મળ્યું હતું. મને લાગે છે કે મારો દીકરો અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે જાતીય સંબંધ પણ છે. મારા પતિ કડક સ્વભાવના છે અને તેમને જો આ વાતની ખબર પડી જશે તો ઘરમાં ખળભળાટ મચી જશે. મેં મારા દીકરાને સારી રીતે સમજાવાનો પ્રયાસ કર્યો છે પણ એ મારી વાતને ગંભીરતાથી નથી લેતો. હું નથી ઇચ્છતી કે આના કારણે બાપ-દીકરા વચ્ચે સમસ્યા સર્જાય. મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. કડક પતિ અને યુવાનીના ઉંબરા પર ઉભેલા દીકરા વચ્ચે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમારો દીકરો એડલ્ટ છે અને તેને ચોક્કસ સેક્સ્યુઅલ રિલેશન વિશે જાણકારી હશે. જોકે ઘરમાં કેવું વર્તન હોવું જોઇએ એ માટે ચોક્કસ નિયમો હોવા જ જોઇએ.

જો તમારો દીકરો અને ગર્લફ્રેન્ડ કલાકો સુધી રૂમમાં ભરાઇ રહેતા હોય તો એ વર્તન યોગ્ય નથી. તમારે દીકરાને શાંતિથી ઘરના નિયમો સમજાવી દેવા જોઇએ. જો આમ છતાં તે તમારી વાત ન માનતો હોય તો એને છાવરવાને બદલે તમારા પતિને આખી વાત જણાવીને ધીરજપૂર્વક મામલાનો ઉકેલ લાવવાનો સલાહ આપો.

સવાલ: હું 28 વર્ષની યુવતી છું. હું એક શિક્ષિકા છું.મારી એક શિક્ષક સાથે પ્રેમ છે.અમે દર વીકમાં સબંધ બાંધીએ છીએ. હું જાણવા માંગું છું કે શું હું મારા મેરેજ સુધી આ ચાલુ રાખી શકું છું? શું આનાથી કોઈ પ્રોબ્લેમ થશે?

જવાબ- સમય મુજબ તમારી મેરેજ કરવાની યોગ્ય સમય આવી ગયો છે, આથી તમારે તમારા ઈચ્છા અનુસાર યોગ્ય યુવકનું સિલેક્શન કરીને મેરેજ કરી લેવા જોઈએ, કેમ કે આવા સંબંધ લાંબા સમય સુધી તમે છુપાવી પણ નહીં શકો જેથી જેમ બને એમ તમારે હવે લગ્નનું જ વિચારવું જોઇએ

Leave a Reply

Your email address will not be published.