હું 36 વર્ષની વિધવા મહિલા છું અને મને હવે પાછી જાતીયજીંદગીની મજા લેવી છે,પણ મારો દિયર મને ના પાડે છે.

GUJARAT

શ્રાવણ માસની એ મેઘલી રાતે મેહુલો ગાંડોતૂર બન્યો હતો. અનરાધર વરસી રહેલી વર્ષા સાથે વિધીનાં આંસુઓએ જાણે જુગલબંધી કરી હતી. વિધી પોતાનાં અતિતમાંથી સુખ શોધવા મથી રહી હતી. જય સાથેનાં લગ્ન એ ખરેખર સુખ હતું કે દુ:ખ?? જયનો હાથ પકડીને સાવ અજાણ્યાં ઘરમાં પુત્રવધુ બનીને એ આવી હતી અને એ જય સાવ આવો માટીપગો નીકળ્યો!!! વિધીનો પ્રેમ, લગ્નનું બંધન, બાળકોનું વ્હાલ…જયને મન આ કશાયની કિંમત નહોતી.

વિધીની નજર સામે તરવરી રહ્યો એ દિવસ જ્યારે જય સાથે લગ્ન કરી ઘરની ચોખટ ઉપર ઉભી રહીને વિધી પોતાનાં પુત્રવધુ તરીકેના સ્વીકારની રાહ જોઈ રહી હતી. પરંતુ વિધીને જોતાં જ સુજાતાબેન તાડુક્યાં.

‘જય, આ કોને ઉપાડી લાવ્યો છે?? આવી પરનાતની અપંગ છોકરીને વહુ બનાવીને ઘરે લઈ આવતાં તને શરમ ન આવી!!’

સાસુમાનું રૌદ્ર સ્વરૂપ જોઈને વિધીનું અંગ-અંગ ડરથી કાંપવા લાગ્યું. ભયથી સહેમી ગયેલી વિધી પોતાની નાજુક કાયાને જયની વિશાળ પીઠ પાછળ સંતાડવાનો પ્રયત્ન કરવા લાગી.

જય સાથે પ્રેમ થવો, લગ્ન થવા- વિધીએ આ જીવનની સપનામાં પણ કલ્પના નહોતી કરી. કોલેજનો ફાંકડો, દિલફેંક યુવાન જય જે કાલેજની દરેક યુવતીના દિલની ધડકન હતો અને પોતે એક એવી યુવતી જે ભલેને રૂપ અને ગુણમાં અવ્વલ હોય પરંતુ જોવાવાળાની નજર તો એની કાખઘોડી ઉપર જ અટકી જતી. પરંતુ જય તો વિધીના રૂપમાં જ મોહી ગયો હતો. યુવાન હૈયાના આકર્ષણને, મોહને નાદાન વિધી પ્રેમ સમજી બેઠી હતી. મુગ્ધવસ્થામાં જયના પ્રેમનો જાદુ વિધીના મન ઉપર એવો છવાયો કે વિધી જય સાથે લગ્નબંધનમાં બધાવવા તૈયાર થઈ ગઈ.

સાસરાના ઘરમાં ચોખાનો કળશ ઢોળી વિધીનો ગૃહપ્રવેશ તો થયો પરંતુ સાસરામાં ન તો પુત્રવધુનું સ્થાન ન તો પુત્રવધુ જેવું સન્માન મળ્યું, છતાંય વિધીએ મનમાં ધીરજ ધરી રાખી હતી.

પરજ્ઞાાતીની અને વળી અપંગ પુત્રવધુ હોવાથી સમાજમાં, કુટુંબમાં પોતાની આબરુ સાચવી રાખવાને બહાને સુજાતાબેને નવદંપતિને પોતાનાથી દૂર થઈ જવાનો આદેશ આપ્યો હતો. જય અને વિધીએ માતાનો આદેશ માથે ચડાવી કાયમ માટે અમેરીકાની વાટ પકડી.

સાસુમાનો પોતાના માટેનો ગુસ્સો, અણગમો, નફરત બધુ જ સમજતી હોવા છતાં વિધી સાત સમંદર પારથી પણ ફોન ઉપર હંમેશા સુજાતાબેન સાથે વાત કરવાનો આગ્રહ રાખતી. બાળપણમાં માના સુખથી વંચિત રહેલી વિધી સાસુમાના રૂપમાં માને પામવાનો પ્રયત્ન કયા કરતી.

સમય જતાં વિધી બે સુંદર પુત્રોની માતા બની અને બન્ને વખતે વિધીના સસરા વિનયભાઈની સમજાવટથી સુજાતાબેનને ક-મને પણ મા વગરની વિધીની સુવાવડની જવાબદારી સ્વીકારી લેવી પડી. વિધી સાથે રહેવાનાં આ બે અવસરમાં સુજાતાબેને જોયું કે વિધીની અપંગતા એના જીવનમાં ક્યાંય બાધરૂપ થતી નહોતી. ઘરરખ્ખુ ગૃહિણી બનીને ખૂબ ચીવટથી એ ઘર સાચવતી, પ્રેમાળ પત્ની બનીને જયને પ્રેમ કરતી, બન્ને બાળકોનું જીવની જેમ જતન કરતી, અને સાસુ- સસરાને માતા-પિતા તૂલ્ય સમજીને માન-સમ્માન આપતી.

વિનયભાઈના હ્રદયમાં વિધીએ પુત્રવધૂનું સ્થાન મેળવી જ લીધું હતું. ધીરે-ધીરે સુજાતાબેનની વિધી પ્રત્યેની નફરત પણ ઓસરવા લાગી હતી.

એના પરીણામ સ્વરૂપ આજે વિધીના સાસુ-સસરા પોતાના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો સાથે આનંદ કરવા માટે અમેરીકા આવી રહ્યાં હતાં. પરંતુ હવે ક્યાં કાંઈ પહેલા જેવું રહ્યું હતું. આનંદ-કિલ્લોલ કરતો એ પરિવાર વિખાઈ ગયો હતો. વિનયભાઈ અને સુજાતાબેન જય-વિધીના સુખી સંસારના સુખને મ્હાલવા આવી રહ્યાં હતાં પરંતુ હવે ક્યાં હતો એ હસતો-રમતો સંસાર, ક્યાં હતો વિધી અને જયનો સાથ… જયના ઘરમાં જયની જ ગેરહાજરી હતી. પતંગીયાવૃત્તિ ધરાવતો જય ઘર, વિધી અને બાળકો પ્રત્યે બેજવાબદાર થઈ ગયો હતો. જયની કાલેજકાળની દિલફેંક પ્રવૃત્તિ ફરી સક્રીય થઈ ગઈ હતી. અને પોતાની જ આફિસમાં કામ કરતી કેલીને એ દિલ દઈ બેઠો હતો. પોતાની સાથે પ્રેમના બંધનમાં બાંધી રાખવાના વિધીના સઘળા પ્રયાસ નિષ્ફળ ગયાં. અને વિધીનો વ્હાલથી સીંચેલો ઘર-સંસાર વિખાઈ ગયો હતો.

વિધી માટે જયે કરેલો વિશ્વાસઘાત અસહ્ય હતો. પોતાના પ્રેમ અને વિશ્વાસની જયે આવી કદર કરી? વિધી જાણે અંદરથી ખળભળી ઉઠી. વિધીને આ આઘાત પોતાના ીઅત્વ ઉપર પ્રહાર થતો હોય એવો લાગ્યો. વિધી આ દુ:ખદાયી અતીતમાંથી બહાર આવવા મથી સહી હતી. અને એ શ્રાવણી રાતે જ્યારે મેહુલો સાંબેલાધાર વરસ્યો ને સાથે-સાથે વિધીની આંખોમાં પણ આંસુઓનું ઘોડાપૂર ઉમટયું. આખી રાત વરસીને મેહુલો સવાર થતાં જ શાંત થઈ ગયો, ધરા સૂર્યના સોનેરી કિરણોથી ફરી ચમકી ઉઠી હતી અને ત્યારે વિધીના જીવનમાં પણ એક નવી, અલબેલી, સોનેરી સવાર ઉગી હતી. આખી રાત આંસુ સારીને દુ:ખદ અતીતમાંથી મુક્ત થઈ જઈને વિધીના એક નવા જ અવતારે જન્મ લીધે હતો. – આત્મવિશ્વાસ અને ખુમારીથી ભરપૂર. હવે વિધીની સૌમ્યતા ઓગળીને આત્મશક્તિમાં પરિવતત થઈ ગઈ હતી… હંમેશા જય અને બાળકો ઉપર ઓળઘોળ થતી વિધીએ હવે ખુદને ચાહવાની દિશામાં કદમ માંડવાની શરુઆત કરી હતી. !!! વિધી વિચારી રહી, ‘સ્ત્રીના અસ્તિત્વ ઉપર હંમેશા સ્વીકારની મહોર શા માટે ! હું એક જ પૂરતી છું ખુદ માટે!’ લોકોના ડરથી, સમાજની બીકથી શેષ જીવન બરબાદ નથી કરવું એવો મક્કમ નિર્ણય વિધીએ લઈ લીધોે. બસ, હવે એ નિર્ણયને અમલમાં મૂકવાનો હતો.

આનંદ કરવા આવી રહેલા સાસુ-સસરાને જયની બેવફાઇ, બેફિકરાઈ અને એની સામે પોતે ખડગ બનીને લીધેલો નિર્ણય…આ બધુ જણાવવા માટે વિધીએ ખુદને તૈયાર કરી લીધી.

વિધીની, ઘરની પરિસ્થિતિઓથી સાવ અજાણ એવાં વિનયભાઈ અને સુજાતાબેન હરખાતાં હૈયે જય-વિધીને ઘરે પહોંચ્યાં. પરંતુ હંમેશા શાંત અને સૌમ્ય રહેતી વિધીના ચહેરાની મક્કમતા, આંખોમાં ઝળહળી રહેલી આત્મવિશ્વાસની ચમક જોઈને સુજાતાબેનને કઈંક અજુગતુ લાગ્યું. કાળજુ કઠણ કરીને વિધીએ બધી જ હકીકત સાસુ-સસરાને જણાવી. અને સાથે સાથે પોતે લીધેલ મક્કમ નિર્ણય પણ જણાવ્યો. વિધીએ આ ખોખલા લગ્નબંધનથી મુક્ત થવાનો નિર્ણય લઈ લીધે હતો. જયને છૂટાછેડા આપી કાયમ માટે આ ઘરથી વિદાય કરવાનો દ્રઢ નિર્ધાર વિધીએ કર્યાે હતો. વિનયભાઈ અને સુજાતાબેન ઉપર તો જાણે આભ ફાટયું. જયની પતંગીયાવૃત્તિનુ આવું વરવું પરીણામ આવશે એ બન્ને માટે ધરણા બહારનું હતું.

વિધીની વાત સાચી લાગતી હોવા છતાં સુજાતાબેને માને હોદ્દે જયનો પક્ષ લેવાનો પ્રયાસ કરી જોયો., ‘ વિધી, જય તો નાસમજ છે પણ તું તો સમજદાર છે ને! જયને આ માર્ગ પરથી પાછો વાળીને લઈ આવ. તારો ઘર-સંસાર બચાવી લે. જયે તારી સાથે પ્રેમલગ્ન જ કર્યાં છે ને….! ક્યાં ગયો એ તારો પ્રેમ?’

‘મા, ઘર-સંસાર બચાવવાની જવાબદારી ફક્ત મારી જ કેમ… શું આ ઘર-સંસાર જયનો નથી?’ વિધીએ ધારદાર દલીલ કરી. ‘અમારાં લગ્ન પ્રેમનું પરીણામ નથી પરંતુ પોતાને ગમતી વસ્તુ મેળવવાની જયની જીદનું પરીણામ છે…… ત્યારે હું નાદાન હતી. મોહ અને પ્રેમ વચ્ચેનો ભેદ પારખી ન શકી. અફસોસ પરંતુ સત્ય એ છે કે હું ફક્ત શારીરિક રૂપે અપંગ છું પણ જય તો માનસીક રીતે અપંગ છે. અને એટલે જ એ નીતનવા સહારાની લાલસા કર્યા કરે છે. મને કે મારા પ્રેમને સમજવાની, પામવાની લાયકાત જય પાસે ક્યારેય હતી જ નહી અને ક્યારેક આવશે પણ નહિ. મારી શારીરિક ખોડ મારી માટે ક્યારેય બાધારૂપ બની નથી. અને એટલે જ મને કોઈની દયા ઉપર જીવવું સ્વીકાર્ય નથી.

જયે કરેલું આ કૃત્ય એક પત્નીનું એનાથી પણ વધુ એક ીનું, એના પ્રેમનું, એના અસ્તિત્વનું અપમાન છે. હું હંમેશા માટે આ લગ્ન બંધનમાંથી મુક્ત થઈ રહી છું. પણ હા, આ વ્હાલથી સિંચેલું ઘર મારું છે ને મારું જ રહેશે. જયે આ ઘરનો ત્યાગ કરવો પડશે.

મા-હવે તમારા પુત્રવધૂ તરીકેના સ્વીકાર- અસ્વીકારથી હું પર થઇ ચૂકી છું. મેં તો તમને દિલથી માનો દરજ્જો આપ્યો છે. તમારું અને પિતાજીનું સાસુ-સસરાના સંબંધે નહિ પરંતુ મારા માતા-પિતાના સંબધે મારા હૃદયમાં, મારા ઘરમાં હંમેશા સ્વાગત છે. તમે મારી સાથે, બાળકો સાથે ખુશીથી રહો. નિર્ણય હું તમારી ઉપર છોડું છું.’

Leave a Reply

Your email address will not be published.