હું ૨૪ વર્ષનો પરણીત પુરુષ છું, મારી વાઇફને ૫ મહિનાની પ્રેગ્નન્સી હતી, તેને મિસકેરેજ થઇ ગયું છે. મારી વાઇફને HIV છે, તો હવે શું કરું ?

GUJARAT

પ્રશ્ન : મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી. હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે. તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે.

તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે. આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે. હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે.

તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે. સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.

પ્રશ્ન : નમસ્તે સર, હું ૨૪ વર્ષનો પરણીત પુરુષ છું, મારી વાઇફને ૫ મહિનાની પ્રેગ્નન્સી હતી, તેને મિસકેરેજ થઇ ગયું છે. મારી વાઇફને HIV છે, તો હવે શું કરું ?

જવાબ : તમારો પણ ટેસ્ટ કરાવો. તમને પણ એચઆઈવી હશે. તમે પરસ્ત્રીગમન કરતાં હોવ તો તાત્કાલિક બંધ કરો. પત્નીને તાકીદ કરો કે પરપુરુષ ગમન કરતી હોય તો તાત્કાલિક બંધ કરી દે. બંને એચઆઈવીની સારવાર કરાવો. નિયમિત દવાઓ લો અને ડોક્ટરની સલાહને અનુસરો. તમે સેકસ માણી શકો છો, એમાં સલામતી માટે કોન્ડમ ચોક્કસ વાપરો. ડોક્ટર સાથે વાત કરી એમની સલાહ માનો. ફરી પત્નીને ગર્ભ રહે એવી ઈચ્છા હોય તો ડોક્ટરની સલાહ વગર એવું સાહસ ન કરતા.

Leave a Reply

Your email address will not be published.