હું 22 વર્ષનો છું ભાભી તેના ઉભાર બતાવે છે..ત્યારે મને સ્પર્શ કરવાનું મન થાય છે પણ ભાભી કહે છે દેવરજી થોડી ધીરજ રાખો..મજા આવી જશે

GUJARAT

નાટક પૂરું થયા પછી હું રીમાની કારમાં તેની સાથે ઘેર આવી હતી. રસ્તામાં એણે મારી સાથે ખૂબ વાતો કરી હતી. નવનીના જન્મ બાબત, પોતાના વિદેશના પ્રવાસ અને રંગમંચના વિવિધ અનુભવો વિશે તેણે ઘણી બધી વાતો મને જણાવી. અમારી કંપનીના માણસોએ તેનાં ભરપેટ વખાણ કર્યાં એટલું જ નહીં, પણ ઘણાએ તો તેને રોકડ ઈનામ પણ આપ્યાં હતા. છેલ્લે એણે પોતાના ઘેર આવવાનું નિમંત્રણ આપીને મને મારા ઘર સુધી મૂકીને પછી પોતાના ઘેર ગઈ હતી.

ત્યાર પછીથી એકાદ-બે વખત એકબીજાને ત્યાં આવવા-જવાનું થયેલું, ત્યારે રીમાએ મને તેનું આલબમ અને તેને મળેલા એવોર્ડ પણ બતાવ્યા હતા. પોતાનાથીયે વધારે તે વલયના કામ પ્રત્યે ગૌરવ ધરાવતી હતી અને એટલું જ માન પણ તેને હતું. તે ઘરમાં સાવ સાદગીથી રહેતી હતી. સાદાઈમાં પણ તે એટલી જ સુંદર લાગતી હતી. તેના ઘરમાં ત્રણ લોખંડની અલમારીઓ હતી, તેમાં રવીન્દ્રનાથ, શરદ બાબુ, વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સેક્સપિયર વગેરેના પુસ્તકો સંભાળપૂર્વક ગોઠવેલાં હતાં. એ જોેઈને રીમા પ્રત્યેનો મારો આદર ઘણો વધી ગયો.

એક રવિવારની વાત છે. રાતના ઊંઘ ન આવવાને કારણે હું બાલ્કનીમાં ઊભી હતી. ત્યારે રીમાના ઘર સામે એક કાર આવીને અટકી. તેમાંથી રીમા ઊતરી અને હજી બે-ચાર ડગલાં જ ચાલી હશે ત્યાં એ જ કારમાંથી એક યુવક ઊતર્યો. તેણે ઝટ રીમાનો હાથ પકડી લીધો. રીમા પાછળ ફરી અને યુવકની બાહોમાં સમાઈ ગઈ. પછી તેના હોઠ ઉપર પોતાના હોઠ ચાંપી દીધાં અને તરત તેનાથી અલગ થઈને ઘર તરફ આગળ વધી ગઈ. મેં એ યુવકનો ચહેરો જોવા પ્રયત્ન કર્યો. પણ ત્યાં સુધીમાં એ કારમાં ગોઠવાઈ ગયો હતો.

કોણ હશે….? તેનો પ્રેમી તેનો સહકલાકાર કે પછી કોઈ જૂનો દોસ્ત….? મારા મનમાં અનેક પ્રશ્નો ઘુમરાવા લાગ્યા. થોડા દિવસોમાં આ ઘટના હું ભૂલી ગઈ.

નવની રોજની જેમ અમારે ત્યાં આવતી-જતી હતી. એક દિવસ તેઓ ત્યાંથી ઘર બદલીને બીજા સ્થળે રહેવા જતાં રહ્યાં, રીમાએ જતાં જતાં પોતાનું નવું સરનામું મને આપ્યું તો હતું, પરંતુ તેમને ઘેર જવાનું મારાથી શક્ય જ ન બન્યું. પછી તો સરનામું પણ આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. ત્યારપછી રીમાનો ક્યારેય ભેટો ન થયો. હા, તેના નાટકોની જાહેરખબરો જરૂર જોવામાં આવતી હતી. ધીમે ધીમે અમારી રોજિંદી રફતારમાંથી રીમા, નવની, વલય ભુલાઈ ગયાં.

આજે જ્યારે નવની જોવામાં મળી ત્યારે જૂની સ્મૃતિઆ સળવળી ઊઠી. આટલાં વર્ષો પછી પણ નવનીએ મને તરત ઓળખી લીધી. મેં ઈશારાથી તેને મારી પાસે બોલાવી. ગિરદી વીંધીને તે મારી પાસે આવી. મેં તેને મારી બાજુમાં બેસાડી પછી પૂછ્યું, ”કેમ નવની! કેટલામો મહિનો જાય છે?” એમ મેં હરખથી પૂછ્યું ત્યારે એ સહેજ શરમાઈ ગઈ. મેં આગળ પ્રશ્ન કર્યો, ”તું ક્યાં, ”તું ક્યાં રહે છે અને લગ્ન ક્યારે કર્યાં? રીમા કેમ છે? તે હજી નાટકોમાં કામ કરે છે?…” મેં તેના ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.

નવની હસવા લાગી, ‘આન્ટી, સિદ્ધિ કેમ છે એ પહેલાં કહો. એ ક્યાં રહે છે? તેનાં લગ્ન કર્યાં છે કે નહીં? તમે હજી પણ ત્યાં જ રહો છો? તેણે પણ પ્રશ્નોની હારમાળા સર્ર્ર્ર્ર્ર્જી દીધી.

”સિદ્ધિ મદ્રાસ રહે છે. તેના પતિ ત્યાં એન્જિનિયર છે.”

”વાહ!”

” તેને એક દીકરો છે. તારે તો આ પહેલી જ ડિલિવરી લાગે છે….. તારા પતિ શું કરે છે અને ક્યાં રહે છે? મેં ઉત્સુકતાથી પૂછ્યું.

”મેં લગ્ન જ નથી કર્યાં….’ એકેએક શબ્દ ઉપર ભાર મૂકતી તે બોલી, પણ મને તેના બોલવા પર વિશ્વાસ નહોતો બેસતો.

”આન્ટી, હું ખરું કહું છું…. મેં લગ્ન નથી કર્યાં…. અને કરવા પણ શા માટે? છૂટાછેડાની ભવાઈ કરવા માટે? આવા પાણા પગ ઉપર કરવાની જરૂર શું છે? નવની બેહદ કડવાશથી બોલતી હતી.

”તમને થતું હશે કે આ છોકરીએ શો બકવાસ શરૂ કર્યો છે? પણ જ્યારથી હું સમજણી થઈ ત્યારથી આવું જ બધું જોતી આવી છું. અમારે ત્યાં આવનારા બધાં જ વિદ્વાન માણસો ગણાતા હતા. પોતપોતાના વિષયમાં તેમની ઘણી ઈજ્જત – આબરૂ હતી. તેમને મળવા અને તેમના વિચારો જાણવા માટે લોકો હવાતિયાં મારતાં હતાં. પુસ્તકોમાં ખૂબ મોટા ગજાના લાગતાં આ લોકો હકીકતમાં ખૂબ વામણા હતા. પોતાની પત્ની, બાળકોેને ભૂલીને મહેફિલોમાં ચોંટી રહેતાં. તેમનું મન જાણે રંગીન પતંગિયું હોય અને ક્યારેક આ ફૂલ ઉપર તો વળી ક્યારેક પેલા ફૂલ ઉપર ઊડયા કરતું ન હોય! લગ્ન અને તેની ગંભીરતા અને પવિતક્રતાનો તેમને મન કોઈ અર્થ જ નથી હોતો. મારી મમ્મી પણ એ પૈકીની જ એક હતી…”

”રીમા….! ” મારી આંખો સામે એ રાતના ઘટના તરવરી ઊઠી.

”મમ્મી બહુ મોટા ગજાની કલાકાર હતી. દસ વર્ષની વયથી એ રંગમંચ ઉપર કામ કરવા લાગી હતી. હિન્દી તખ્તા પર આજે પણ તેમની ભારે બોલબાલા છે. યુવાનીમાં અચ્છા અચ્છા ધુરંધર દિગ્દર્શકો એ તેમને પોતાની ફિલ્મમાં રોલ ઓફર કર્યાં હતા, પણ એ મારા પપ્પા સાથે લગ્ન કરવાની વેતરણમાં હતાં. અને પપ્પા એ વખતે દિલ્હીમાં એન.એસ.ડી. સંસ્થા સાથે સંકળાયેલા હતા. તેથી ફિલ્મના રોલનું આકર્ષણ છોડીને એ દિલ્હી આવી ગયાં. મારા પપ્પા ખાતર તેમણે આ સોનેરી તક ખોઈ દીધી હતી. આ બનાવ પછી અવારનવાર તે પપ્પાને મહેણુ પણ મારતાં રહેતાં. મારા પપ્પા જ્યારે પણ કોઈ બાબતે ટોકે ત્યારે એ વરસી પડતાં કે, ‘પ્રસિદ્ધિની સોનેરી તક અને પૈસા કમાવાનો મોકોે મેં તમારી ખાતર જવા દીધેલ છે…. હવે તમારા માટે મારી કેટલીક કુરબાનીઓ આપવાની બાકી રહી છે?

પપ્પા ખામોશ થઈ જતા. બાકી બધું જ સુવ્યવસ્થિત હતું. બંનેને એકબીજા પ્રત્યે અપાર ચાહના હતી. એ અમાપ ચાહના ખાતર પપ્પા તેમના ઘણાખરા રોમાંચક કિસ્સા દરગુજર કરી નાખતા હતા. સામા પક્ષે એ પણ બધું ઘરની બહાર જ મૂકીને આવતી અને ઘરમાં અમારી પ્રેમાળ મમ્મી બનીને જ રહેતાં હતાં. અમે શાહીબાગનું મકાન છોડયું. તેના એક વર્ષ અગાઉની આ વાત છે. ઈપ્ટાના એક યુવક સાથે મમ્મીને પરિચય થયો. એ મમ્મીનો જબરો પ્રશંસક હતો અને મૂળ મહારાષ્ટ્રીયન હતો. સુંદર દેખાવ ધરાવતો એ યુવાન ફિલસૂફીનો સ્નાતક હતો. તેનું નામ નિમેષ હતું. મમ્મીને પણ તેના તરફ ખેંચાણ થયું. પ્રથમ મૈત્રી અને પછીથી પ્રણય… પપ્પાએ પહેલાં તો આંખ આડા કાન કરી લીધાં, પણ મમ્મી આ વખતે કાબૂ બહારનું વર્તન કરવા લાગી. એ નિમેષ વિના રહેવા તૈયાર જ નહોતી. પપ્પાએ તેમને બહુ જ સમજાવી પણ કોઈ ફાયદો ન થયો. મમ્મી નિમેષ સાથે રહેવા લાગી અને અમે શાહીબાગનું ઘર છોડી દીધું. ”આમ છતાં મમ્મીએ છૂટાછેડા લેવાની ક્યારેય તૈયારી ન બતાવી. એ ઘેર આવતી અને અમારી જોડે, પપ્પા જોડે સરળસહજ વર્તન રાખતી… બે-પાંચ દિવસ રહેતી અને ફરી પાછી નિમેષ પાસે ચાલી જતી. પપ્પા એકલવાયા થઈ ગયા.

મારી પણ ઉંમર વધતી જતી હતી. મને સમજાવવા-શીખવવા માટે કોઈ નહોતું. મમ્મી તેના કામમાં અને પપ્પા તેમની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહેતાં હતાં.

મેં દસમાં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. આ જ સમયગાળમાં મને હનીફ મળ્યો. મને એકલતામાંથી મુક્તિ મળી ગઈ. અમે બંને એકબીજાને ખૂબ ચાહવા લાગ્યાં હતાં. એ ભારતીય નહોતો. થોડાં વર્ષો પછી એ પોતાના વતન સાઉદી અરબ ચાલ્યો ગયો. એ મારી સાથે પરણવા ઈચ્છતો હતો, મેં સ્પષ્ટ ના પાડી દીધી કેમકે મારી હાલત આવતી કાલે મારી મમ્મી જેવી થઈ જાય તો શું કરવું? મારા કારણે મારાં સંતાનને સજા ન મળવી જોઈએ. હનીફ અવારનવાર હજી મળવા આવે છે. આ તેની નિશાની પાંગરે છે.”

”તારી દલીલ તો વાજબી છે, પણ બાળકને નામ કોનું દઈશ?”

”મારું જ નામ દઈશ.” એણે તરત જવાબ આપ્યો, ”બાળકને નવ મહિના સુધી પેટમાં માતા પોષે, માવજત કરીને મોટું પણ માતા કરે, બધી તકલીફો માતા ઉઠાવે અને નામ પિતાનું લાગે, એ કેમ ચાલે! મારું નામ શું ખોટું છે?”

હું તેની સામે જોતી જ રહી ગઈ. આ છોકરીમાં આટલું બધું પરિવર્તન! નવની આટલા તેજાબી વિચારો ધરાવતી હશે, એની તો મને કલ્પના પણ નહોતી. પરિસ્થિતિએ તેને ઘણી પાકટ બનાવી દીધી હતી.

”રીમા અને વલય હાલમાં ક્યાં છે?” મેં પૂછ્યું.

”મમ્મી અને પપ્પા આજકાલ મારી સાથે છે. પપ્પાને પક્ષાઘાત થઈ ગયો છે અને મમ્મી તેમની સેવા કરે છે.”

”અને નિમેષ…?” મેં સહેજ ખમચાઈને પૂછ્યું.

”એણે લગ્ન કરી લીધાં છે… મમ્મીએ જ તેને પરવાનગી આપેલી કેમકે તેને સંતાન જોઈતું હતું અને મમ્મી તો…”

”અરેરે…”

”એ હવે મુંબઈમાં છે અને ત્યાં મરાઠી નાટકોનું નિર્દેશન કરે છે. નાટકોથી તેને બહુ નામના મળી ગઈ છે. ક્યારેક ક્યારેક મમ્મીને મળવા આવી જાય છે.”

આ કલાકારોની અનોખી અને વિચિત્ર જીવનરીતથી હું જાણ્યેઅજાણ્યે પણ વાકેફ થવા લાગી હતી.

”તું પણ નાટકોમાં ભૂમિકા ભજવે છે?”

”ના, હું ભૂમિકા તો નથી ભજવતી પણ નેપથ્યનું કામ સંભાળું છું. મારા પપ્પાની કલા મને વારસામાં મળી છે. દૂરદર્શન તેમજ અન્ય સેટેલાઈટ ચેનલોનું પણ કામ કરું છું.”

”અરે વાહ! ઘણી હોશિયાર બની ગઈ છે તું! તારા બંને ભાઈઓ ક્યાં છે?”

”મોટો પોલીસ ખાતામાં છે . અને નાનો તો તમે જાણો છો તેમ હિન્દી ફિલ્મોનો સ્ટાર છે, મહેન્દ્રકુમાર!

”હા મારો ભાણિયો તેનો ખૂબ જ મોટો પ્રશંસક છે. ક્યારેક અહીં આવે તો જણાવજે. હું મારા ભાણિયાને લઈને તેને મળવા માટે આવીશ…”

”હા, જરૂર આવજો. મમ્મીને પણ મળાશે! લો, આ મારું કાર્ડ રાખો.” એમ કહીને તેણે મારા હાથમાં એક આકર્ષક અને કલાત્મક વિઝિટિંગ કાર્ડ આપ્યું.

મેં લાગણીપૂર્વક નવનીના માથે હાથ પસવાર્યો, ત્યારે તેની આંખો ભરાઈ આવી.

”આન્ટી, છેવટે તો એકલતા જ માણસની ચિર સાથીદાર હોય છે. પછી જિંદગીનો એકલા જ સામનો કરવામાં આટલો ડર શા માટે અનુભવવો? કવિવર ટાગોરની ‘એકલો જા ને રે…’ ગાનારી પ્રજાને કાફલા ઊભા કરવાની ટેવ પડી ગઈ છે. આપણી સાથે સંકળાયેલા રહેતા હોય તેમને સુખ આપો. તેમના અંગત દુ:ખ તો એ ભોગવી લેશે. તમારી વેદના સાંગોપાંગ તમે જ વેઠી લો. આદાનપ્રદાન તો માત્ર આનંદ અને સુખનું જ હોઈ શકે…” આટલું કહ્યા પછી નવનીએ મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ”હું જાઉં છું આન્ટી!” અને એ ઝડપથી ચાલી ગઈ.

મારી હથેળીમાં હવે નવનીનું કાર્ડ જ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.