પ્રશ્ન : હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે. હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારા પ્રેમપ્રકરણની બધાને ખબર છે. ્હવે વર્ષ પણ પૂરું થવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે. તેના ઇરાદા તો બરાબર હશે ને? એક યુવતી, અમદાવાદ
ઉત્તર : તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ. આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે.
સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે. તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે. તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો. આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે. જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
સવાલ: હું 22 વર્ષની યુવતી છું અને મને માસિક આવે છે.અને આવા ટાઈમમાં મારુ મૂળ ખૂબ્જ ખરાબ થઇ જાય છે, હું શું કરું
એક યુવતી
જવાબ: માસિક ઓછું આવવું કે વધુ આવવું એ મહિલાના શરીરના હોર્મોન ઉપર આધારિત હોઈ છે અને આ માટે તમે નજીકના ગાયનેકોલોજિસ્ટ માટે આવે છે,