હું 21 વર્ષનો છું. હું એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પડ્યો છું. અમે એકબીજા વિના જીવી શકતા નથી. હું શું કરું.

Uncategorized

સમસ્યા : મને બે વર્ષ પહેલાં જમણા અંડકોષમાં દુ:ખાવાની તકલીફ થયેલી અને થોડું શીઘ્રપતન જેવું થતું. અમારા ડોક્ટરે દસ દિવસની દવા આપેલી, પરંતુ એ દવા પંદર દિવસ લીધી છતાં ફાયદો ન થયો. ઉપરથી મને સેક્સની તકલીફ શરૂ થઇ ગઈ. બીજા ડોક્ટરના કહેવા મુજબ વધારે દવા લેવાથી ઇન્દ્રિયની નસો નબળી પડી ગયેલી છે. જેથી શુક્રાણુની ગતિ ઓછી થઇ ગઈ છે.

આ માટે મને 60 દિવસની દવાનો કોર્સ આપેલો, પણ એનાથીય કોઇ જ ફાયદો થયો નહીં. અત્યારે વાયગ્રા નામની ગોળી આપી છે. આ ગોળી મોંઘી પડે છે. શું આ ગોળીની આડઅસર થઇ શકે? રિપોર્ટમાં સારણગાંઠ બતાવેલી છે અને પાણી ભરાય છે તેમ કહ્યું છે. મહેરબાની કરી જવાબ આપવા વિનંતી.

ઉકેલ : ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી, માત્ર ખાલી ખાબોચિયાં જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે અને પુરુષની ઇન્દ્રિય સંભોગ કરવા કાબેલ બને છે. એક શુક્રાણુને બનતા આશરે ત્રણથી સવા ત્રણ મહિના જેટલો સમય લાગે છે. વળી, શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. તમારા શરીરમાં એક પણ શુક્રાણુ ના હોય તો પણ તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો. તમને વાયગ્રા દવા આપવામાં આવી છે, પણ એ દવા પૂરતી શારીરિક તપાસ પછી જ લેવી જોઇએ, કારણ કે આ દવાથી હાર્ટએટેક આવી શકે છે અને આંખે અંધાપો પણ ઘણાં લોકોને આવેલો છે. વૃષણ કોથળીનો દુ:ખાવો તમને સારણગાંઠના લીધે જ હશે તેમ માનું છું. તેના માટે ઓપેશન જ કરાવવું પડે. પરંતુ ચોક્કસ નિદાન કરાવીને જ નિર્ણય લેજો.

સમસ્યા : મારી ઉંમર 34 વર્ષની છે. મારો સવાલ એ છે કે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે અને રોજિંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી. તો યોગ્ય જવાબ આપવા વિનંતી. ઉકેલ : બાળક ન હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બન્ને પણ જવાબદાર હોઇ શકે છે. એ માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં, પરંતુ તેની હલનચલન શક્તિ પણ જોવી જરૂરી છે અને તેમાં રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. શુક્રાણુ વધારવાની દવા કરાવતાં પહેલાં રોગનું મૂળ દૂર કરવું આવશ્યક છે.

લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતીય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામિન ‘સી’વાળો ખોરાક, કઠોળ અને ઓછી ફેટવાળું દૂધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ, પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે અને સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

પ્રશ્ન: હું 21 વર્ષનો છું. હું એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પડ્યો છું. અમે એકબીજા વિના રહી શકતા નથી, પરંતુ પરિવારના સભ્યો આની વિરુદ્ધ છે. હું શું કરું?

જવાબ: તમારા પરિવારના સભ્યો સાચા છે. પરિણીત મહિલાના અફેરમાં તમે માત્ર તમારું જીવન જ બરબાદ કરી રહ્યા છો, પરંતુ તમે તેને પણ બરબાદ કરી રહ્યા છો. તેના પતિને ખબર પડે તો તે ક્યાંય નહીં રહે. એ સ્ત્રીથી દૂર રહેવામાં જ સૌનું ભલું છે.

Leave a Reply

Your email address will not be published.