હું 20 વર્ષની છું અને મને 40 વર્ષના જોડે પ્રેમ છે અમે ઘણીબધીવાર સબંધ પણ બાંધ્યો છે પણ મને…

GUJARAT

હું ૨૧ વરસનો છું. મને હસ્તમૈથુન કરવાની આદત છે. મારે એક ગર્લફ્રેન્ડ જોઈએ છે. પરંતુ કોઇને મારામાં રસ નથી. હું ઘણી એકલતા અનુભવું છું અને ડિપ્રેશનમાં આવી ગયો છું. મારી મદદ કરવા વિનંતી.
એક યુવક (આણંદ)

આ ઉંમરે તમારી કોઈ સ્ત્રીમિત્ર નથી એ જાણી નવાઈ લાગે છે. શું આ પાછળ કોઇ ડર જવાબદાર છે? કે પછી તમારો સ્વભાવ શરમાળ છે? સ્ત્રીઓથી તમારી જાતને દૂર રાખવા પાછળનું કારણ સૌ પ્રથમ જાણવું જરૂરી છે. તમારી એકલતા તેમ જ ડિપ્રેશન વિશે હું સમજી શકું છું. પરંતુ તમારે જીવનમાં રસ લેવાની જરૂર છે. રમતગમત, ડ્રામા ગુ્રપ, જેવી પ્રવૃત્તિઓમાં મન પરોવો. તેમ જ મિત્રવર્તુળ સાથે ફરવાનું રાખો. આ કારણે મન બીજા વિચારોમાં વળશે અને પ્રવૃત્ત રહેશે. તેમ જ આ ગુ્રપમાં સ્ત્રીઓ હશે તો ધીરે-ધીરે તમારો સંકોચ દૂર થશે. અને તમે પણ સ્ત્રી મિત્રો બનાવી શકશો. મનમાં હિણપતની કોઇ લાગણી હોય તો એ દૂર કરો.

હું ૧૭ વરસનો છું. મને રાત્રે સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વરસથી મને આ તકલીફ છે. અગાઉ હું હસ્તમૈથુન કરતો હતો. પરંતુ છેલ્લા બે વરસથી મેં આ બંધ કરી દીધું છે. સ્વપ્નદોષની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે શું કરવું જોઈએ?

એક યુવક (મહેમદાબાદ)

સ્વપ્નદોષ એ કોઈ બીમારી નથી. હસ્તમૈથુન કરતા હતા ત્યારે તમને સ્વપ્નદોષની તકલીફ નહોતી. હવે હસ્તમૈથુન બંધ કરવાના કારણે તમને ઉંઘમાં વીર્યસ્ખલન થાય છે. આનો કોઇ ઇલાજ નથી.

હું ૨૦ વરસની છું. તાજેતરમાં અમારા એક પરિણીત ફેમિલી મિત્ર, જેમની ઉંમર ૪૦ વર્ષની છે તેમણે મને પ્રપોઝ કર્યું હતું. અમે એકબીજાને મળીએ છીએ અને અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. લાંબો વિચાર કર્યાં પછી મેં આ સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું હતું. પરતું ઘર અને ઓફિસમાં પ્રોબ્લેમ હોવાથી મારી જરૂર હોવાનું કહી તેઓ મને છોડવા તૈયાર નથી. આ સંજોગોમાં પણ અમે મળીએ છીએ ત્યારે સંબંધ બંધાય જ છે. મારે શું કરવું તેની સલાહ આપશો. આમ ક્યાં સુધી ચાલશે?

એક યુવતી (ગુજરાત)

તમારા એ મિત્ર ઘણા સારા હશે, પરંતુ હકીકત એ છે કે તેઓ પરિણીત છે અને તેમનો પોતાનો સંસાર છે. આ ઉપરાંત તેમની ઉંમર પણ ઘણી છે. તેમને માત્ર તમારો ઉપયોગ કરવામાં જ રસ છે. આ સંબંધનું કોઇ ભવિષ્ય નથી. તેમના જીવનને થોડું રંગીન બનાવવા તેમ જ હજુ સુધી પોતે પોતાથી અડધી ઉંમરની છોકરીને આકર્ષી શકતા હોવાનો અહમ પોષવા તેઓ તમારો ઉપયોગ કરી તમારી લાગણીઓ સાથે રમી રહ્યા છે. તમારે મક્કમ મન કરી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી તમારા જીવનમાં આગળ વધવું જ પડશે. આ પુરુષને છોડી તમારી ઉંમરના યુવાનો સાથે મૈત્રી બાંધવાનું શરૂ કરો. હજુ પણ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર સમજી ભૂલ સુધારી લો.

Leave a Reply

Your email address will not be published.