મને ડાયાબિટિસ છે. શું આ કારણે મારી સેક્સ લાઈફ પર અસર પડી શકે છે ખરી?
એક પુરુષ (સુરેન્દ્રનગર)
* કેટલીક શારિરીક તકલીફો અને રોગ એવા હોય છે કે, જેનો સેક્સ લાઈફ પર પ્રભાવ પડે છે અને ડાયાબિટિસ પણ આમાનો એક છે. આ કારણે પુરુષોમાં પ્રીમેચ્યોર ઈજેક્યુલેશન અને ઈરેક્શન ન થવાની તકલીફ થઈ શકે છે.
જ્યારે સ્ત્રીઓને યોનિની શુષ્કતા તેમજ સમાગમ દરમિયાન દુઃખાવાની સમસ્યાનો સામો કરવો પડે છે. પરંતુ તમે યોગ્ય પરેજી પાળતા હતા હશો અને નિયમિત સારવાર લેતા હશો તો ચિંતા કરવાની જરૃર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઈફ માણી શકો છો. જો કે આ માટે તમે તમારા રિપોર્ટ સાથે કોઈ સારા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો.
હું ૧૮ વર્ષની છું. મને મારી ઉંમરના એક યુવક સાથે પ્રેમ છે. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ પરંતુ અમારી જ્ઞાાતિ અલગ અલગ હોવાથી અમારા પરિવારો આ લગ્ન માટે તૈયાર નથી. તેઓ મારી સગાઈ મારી જ્ઞાાતિના યુવક સાથે કરવા માંગે છે. તો શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (અનાવલ)
* લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. શું તમારો પ્રેમી પગભર છે? લગ્ન માટે માતા-પિતા સંમંતી જરૃરી છે. તમે તમારા વડીલોને સમજાવવાનો પ્રયાસ કરો. આજે નાત-જાતના બંધનો રહ્યા નથી. ઘર અને પાત્ર સારું હોય તો માતા-પિતા તેમના સંતાનોને લગ્ન માટે મંજૂરી આપે છે.
વેલ, તમારે ધીરજ ધરવી પડશે અને કોઈ વડીલની મદદ લઈ તમારા મમ્મી-પપ્પાને સમજાવવા પડશે. આશા છે કે, તમારા માતા-પિતા માની જશે. તમારા મમ્મી-પપ્પા આ ગ્ન માટે ન માને તો કુટુંબના કોઈ વડીલની સલાહ લઈ આગળ શું કરવું એનો નિર્ણય લો.