હું 18 વર્ષની છું પણ મારો બોયફ્રેન્ડ મને ક્યાંય હરવા ફરવા કે કશું કરવા લઇ નથી જતો,હું એને કેમની કવ કે તું કંઈક કર

GUJARAT

હું ૨૫ વરસની અપરિણીત યુવતી છું. મારો એક રાખી ભાઇ છે. અમને બંનેને સારું બને છે. હું મારા આ ભાઇને ઘણો પ્રેમ કરું છું. જેની ઘણાને અદેખાઇ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેનું વર્તન ઘણું બદલાઇ ગયું છે. તે મારી અવગણના કરે છે અને બીજામાં વધુ રસ લે છે. હું તેના પ્રત્યે વધુ પડતી પઝેઝિવ બની ગઇ છું એ હું જાણું છું. પરંતુ હું મારી જાતને રોકી શકતી નથી. મારે મારા ભાઇને ગુમાવવો નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
એક યુવતી (સુરત)

મને તો લાગે છે કે તમે પોતે જ તમારી લાગણીઓમાં સ્પષ્ટ નથી. શું તમારા જીવનમાં એના સિવાય બીજો કોઇ છોકરો જ નથી? તેના પ્રત્યેનું તમારું વધુ પડતું વળગણ તેને તમારાથી દૂર કરી દે એવી શક્યતા છે. દરેક બાબત હદમાં જ શોભે છે એનો અતિરેક સારો નથી. ભાઇ-બહેનનો સંબંધ પણ આમા અપવાદ નથી. તેનું પોતાનું જીવન પણ છે. તેને પણ પોતા માટે થોડો અંગત સમય જોઇએ છે. તમારે તમારા માટે સાથી શોધી તમારું જીવન જીવવાની જરૂર છે.

હું ૧૭ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મારે મૈત્રી છે. અમે એક જ કૉલેજમાં ભણીએ છીએ. પરંતુ હવે મારે એનાથી છૂટકારો મેળવવો છે. પાંચ મહિના પહેલા જ અમારો સંબંધ શરૂ થયો હતો. પરંતુ હું એની સાથે બહાર ફરવા ગઇ નથી.

તે મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે અને હું તેને છોડી દઇશ તો તે આપઘાત કરવાનું કહે છે. મેં હજુ સુધી તેને કહ્યું નથી કે મારે તેની સાથે સંબંધ ચાલુ રાખવો નથી. તે ઘણો કંટાળાજનક છે. તે મને સહેલાઇથી છોડશે નહીં એ પણ હું જાણું છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

એ છોકરાને તમે પ્રોત્સાહન આપ્યું હોવું જોઇએ. શક્ય છે કે તેના તમારામાં રસને કારણે તમારો અહમ પોષાયો હોય. તમે એને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હોય નહીં તો તે તમારો મિત્ર કેવી રીતે બની શકતે? ખેર, તેને શાંતિથી સમજાવો કે તમે તેના પ્રેમના અતિરેકપણાથી કંટાળી ગયા છો અને હવે આ સંબંધ આગળ વધારવામાં તમને કોઇ રસ નથી. આ વાત તેની સમક્ષ સ્પષ્ટ કરવી જરૂરી છે. શરૂઆતમાં તેને જરા આઘાત લાગશે. પરંતુ પાછળથી બધુ વ્યવસ્થિત થઇ જશે. આમ પણ ગંભીર સંબંધ બાંધવા માટે તમારા બંનેની ઉંમર ઘણી નાની છે.

Leave a Reply

Your email address will not be published.