હાઇ પ્રોફાઇલ યુવતીઓએ લગ્ન પછી સુહાગ રાત્રે પણ બાપના બગીચામાં ફરજીયાત જવું પડતું, કારણ કે…

GUJARAT

અમદાવાદના પોષ ગણાતા સીંધુભવન રોડ પર વિસ્તારમાં પણ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. કાફે પર બેસીને નબીરાઓને ડ્રગ્સના રવાડે ચડાવતા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જોકે આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત ₹ 9.87 લાખના મુદામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ATSની માહિતી આધારે કરોડોનું ડ્રગ્સ પોર્ટ પરથી કબજે કરવામાં આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ,મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિ સિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસની વાત માનીએ તો આ ત્રણે ડ્રગ્સ પેડલરો એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 1700ના ભાવથી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા.

એસ જી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતા ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરતા હતા. એટલું જ નહિ પકડાયેલ ત્રણેય શખ્સો પોતે પણ ડ્રગ્સના આદી બનેલા છે. આ ઉપરાંત વેચવા માટે કેફે પર બેઠક બનાવી હતી. જ્યારે તે સીટી બેઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતા. જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા.

આરોપીઓ પોલીસની પકડમા આવે નહી તેના માટે કારની સીટ નીચે ડ્રગ્સ રાખતા હતા. કાફે પર આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા. કાર અને બુલેટમાં આવી પોતાની ઓળખ ઉભી કરી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસને આરોપીઓના મોબાઈલ તપાસ કરતા કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રુપ મળી આવ્યું છે. આ ગ્રુપ થકી નશાના બંધાણીઓની ઓળખ થતી, વાતચીત અને વ્યક્તિ પર વિશ્વાસ કરી ડ્રગ્સ આપવામાં આવતું. જોકે આ અંગે પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી ડ્રગ્સમાં રવાડે ચડેલા યુવાધનના પરિવારનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવાની પણ વિચારણા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.