‘હવે આર્યનના બચાવમાં આવી રહ્યા છે માફિયા પપ્પુ’, ઋતિકના સપોર્ટ બાદ કંગના ભડકી

BOLLYWOOD

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખના દીકરા આર્યન ખાનને બોલીવુ સ્ટાર્સનો ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આ વચ્ચે સૌથી અલગ વિચાર કરનારી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આર્યન માટે સહાનુભૂતિ વ્યક્ત કરનાર લોકો પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ તેને લઇને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.


કંગનાને સપોર્ટ કરનાર લોકો પર કોમેન્ટ કરતા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હવે દરેક માફિયા પપ્પુ આર્યનના બચાવમાં આવી રહ્યા છે. આપણે બધા ભૂલો કરીએ છીએ, પરંતુ આપણે તેનો મહિમા ન કરવો જોઈએ. મને ખાતરી છે કે આ આર્યનને તેના કામોનું પરિણામ ખબર પડશે. આશા છે કે આ તેને સામેલ થવામાં અને મોટા અને સારા વ્યક્તિ બનવામાં મદદ કરશે. જ્યારે લોકો ખરાબ સમયમાં હોય ત્યારે તેમના વિશે ગૉસિપ કરવી યોગ્ય નથી. પરંતુ તેમને એવું લાગે છે કે તેઓએ કશું ખોટું કર્યું નથી તે ગુનેગાર નથી.

તમને જણાવી દઈએ કે, કંગનાની આ પ્રતિક્રિયા આર્યન માટે રિતિક રોશનની પોસ્ટ પછી આવી છે. હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર આર્યન ખાન માટે મોટિવેશનલ પત્ર લખ્યો છે, જેમાં તે શાહરૂખ ખાનના પુત્રને સપોર્ટ કરતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *