હથેળીની આ રેખાઓ જણાવે તમારા પ્રેમની કહાની, આવા લોકોની લવ-લાઈફમાં આવે છે અડચણ!

DHARMIK

દરેક વ્યક્તિના હાથમાં આવી કેટલીક રેખાઓ અને નિશાન હોય છે જે શુભ અને અશુભ પરિણામો આપે છે. આ નિશાન જોઈને વ્યક્તિ જીવન સાથે સંબંધિત આવી વસ્તુઓ વિશે અંદાજો લગાવી શકે છે. એ જ રીતે હાથમાં રેખાની ડિઝાઇન અને તેના પરના નિશાનીઓ એ પણ સૂચવે છે કે કોઈ વ્યક્તિ પ્રેમમાં સફળ થઈ શકશે કે કેમ.

આપણા બધાના હાથમાં જે હાર્ટ લાઇન હોય છે તેને લવ લાઇન કહેવામાં આવે છે. આ રેખા નાની આંગળીથી શરૂ થાય છે અને શનિ પર્વત પર જાય છે. જે લોકોના હાથમાં હૃદયની રેખા પુરી હોય છે તેને જીવનમાં સાચો પ્રેમ મળે છે. જ્યારે એવા લોકોની લવ લાઇફ મુશ્કેલ હોય છે કે જેના હાથમાં આ રેખા આખી નથી હોતી. અથવા તો તેના વૈવાહિક સંબંધોમાં પણ અણબનાવ આવે છે.

જો કોઈના હાથમાં હૃદય રેખા થોડી નમેલી હોય તો આવા લોકો પ્રેમમાં છેતરાઈ જાય છે. શક્ય છે કે તેના લગ્ન પછી પણ છૂટાછેડા આપવા પડે અથવા લેવા પડે. હૃદયની રેખા થોડી વળેલી હોય તો હૃદયના રોગો પણ થઈ શકે છે. આવા લોકોએ સાવચેત રહેવું જોઈએ અને ડોક્ટર દ્વારા ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

જે લોકોના હાથમાં હૃદય રેખા 3 અથવા 3થી વધુ ભાગોમાં વહેંચાયેલી હોય તો એવા લોકોનું જીવન જીવન ખૂબ જ શાનદાર હોય છે. પ્રેમના કિસ્સામાં તે કોઈની સાથે છેતરપિંડી કરતો નથી કે કોઈનાથી છેતરાતો પણ નથી. આ લોકો લવ મેરેજ કરે કે અરેન્જ તે હંમેશા સફળ જ રહે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો પ્રેમમાં યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય છે અને તેમના જીવનસાથી પણ તેમની સાથે ખૂબ ખુશ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *