હૃદયરોગથી સુરક્ષિત રાખવામાં ફાયદાકારક છે આ પ્રકારના આહારનું સેવન, બે અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો

helth tips

હૃદયરોગ વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી ગંભીર આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. ગંભીર પરિસ્થિતિઓમાં, લોકોને હાર્ટ એટેક પણ આવી શકે છે, કેટલીકવાર આ સ્થિતિ જીવલેણ બની શકે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર, જો હૃદયમાં લોહીનો પ્રવાહ અવરોધિત થાય તો હાર્ટ એટેક આવી શકે છે. હૃદયના અણધારા બંધ થવાથી કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા થઈ શકે છે. આ તમામ પરિસ્થિતિઓ જીવલેણ બની શકે છે, તેમજ હૃદયની બિમારીઓથી પીડાતા કોઈપણ વયના લોકોના લોકોને થઇ શકે છે.

વરિષ્ઠ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, હૃદયની મોટાભાગની સમસ્યાઓ આપણી નબળી જીવનશૈલીનું પરિણામ છે. નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ-યુકે) અનુસાર, જે લોકો વધારે ચરબીયુક્ત આહાર લે છે તેમને ધમનીઓ સખત થઇ જવાની (એથરોસ્ક્લેરોસિસ) સમસ્યાનું જોખમ વધારે હોય છે, જેનાથી લોકોને હાર્ટ એટેક આવી શકે છે. આ સમસ્યાઓને લઈને તાજેતરમાં જ કરવામાં આવેલા બે અભ્યાસોમાં વૈજ્ઞાનિકો આવા આહાર વિશે જણાવ્યું છે, જેનું સેવન હાર્ટ ફેલ્યર જેવા ગંભીર જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયેલા બે નવા અભ્યાસોમાં વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે છોડ આધારિત ખોરાક અને વધુ પૌષ્ટિક ખોરાકનું સેવન હૃદયને તંદુરસ્ત રાખવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

પ્રથમ અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું છે કે નાની ઉંમરથી છોડ પર કેન્દ્રિત આહાર લેવાથી મધ્યમ વયમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અને અન્ય હ્રદયરોગનું જોખમ ઘટાડી શકાય છે.

અન્ય એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે છોડ આધારિત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે, જે પોસ્ટમેનોપોઝલ મહિલાઓમાં હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે.

અભ્યાસમાં, સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે છોડ આધારિત ખોરાક ખાવાથી યુવા વયસ્કો અને પોસ્ટમેનોપોઝલ મહિલાઓ બંનેમાં હાર્ટ ફેલ્યોર ના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. સંશોધનમાં, વૈજ્ઞાનિકોએ વધુ ફળો અને શાકભાજી ખાવાના મહત્વને રેખાંકિત કર્યું છે, જોકે વૈજ્ઞાનિકો કહે છે કે છોડ આધારિત ખોરાક ખાવાનો અર્થ એ નથી કે તમારે સંપૂર્ણપણે શાકાહારી થઇ જવું જોઈએ.

અમેરિકન હાર્ટ એસોસિએશન લોકોને હૃદયરોગના જોખમથી બચવા માટે ખોરાક અને જીવનશૈલી સુધારવા પર ભાર મૂકે છે. સંશોધકો સૂચવે છે કે હૃદયરોગના જોખમને ઘટાડવા માટે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, કઠોળ અને નોન-ટ્રોપિકલ વનસ્પતિ તેલનો વધુ ઉપયોગ કરવો જોઈએ. જયારે સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મીઠાઈઓ અને શુગર ડ્રિંક્સ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.

અભ્યાસના મુખ્ય લેખક ડો.યુની ચોઈ કહે છે, હૃદયને તંદુરસ્ત રાખવા માટે, કુદરતી ખોરાકનો શક્ય તેટલો વપરાશ કરવો જોઈએ, તેમજ પ્રોસેસ્ડ વસ્તુઓના સેવનની માત્રામાં ઘટાડો કરવો વધુ સારું છે. પશુ ઉત્પાદનોને સમયાંતરે આહારમાં નાની માત્રામાં સમાવી શકાય છે, જોકે તેમાં ચરબીની માત્રા ધ્યાનમાં રાખવી જરૂરી છે. હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુના સૌથી મોટા કારણોમાંથી એક છે. તેથી લોકોએ નાની ઉંમરથી જ નિવારક પગલાં લેવાનું શરૂ કરી દેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *