Happy Birthday: PM નરેન્દ્ર મોદીની ખરી સંપત્તિ કંઇ? જાણો અહીં વિગતે

nation

દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો 17મી સપ્ટેમ્બર એટલે કે આજે તેમનો 71મો જન્મદિવસ છે. ત્યારે આપણે તેમની સંપત્તિ અંગે જાણીશું. દરેક લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેમની પાસે કેટલી મિલકત, કેટલું બેન્ક બેલેન્સ અને કેટલો પગાર? વગેરે. પરંતુ આજે અમે તેમના જન્મદિવસ પર PM મોદીની ચલ-અચલ સંપત્તિ કરતા પણ તેમની સૌથી મૂલ્યવાન સંપત્તિ અંગે આપને જણાવીશું.

લોકોનો જનાધાર
PM મોદીની સૌથી મોટી મૂડી એટલે લોકોનો જનાધાર. 2019ની સાલમાં લોકસભાની ચૂંટણીમાં NDAને 353 સીટો મળી હતી તે તેમની સૌથી મોટી મૂડી કહી શકાય. જ્યારે પણ નરેન્દ્ર મોદી જાહેરમાં ભાષણ આપતા હોય છે ત્યારે તેમની સામે બેઠેલી લાખોની જનમેદનીને સામે પ્રશ્ન કરીને તેમની પાસે જવાબ માંગતા હોય છે આ એક સ્ટાઇલ વડાપ્રધાન તરીકે PM મોદીએ ડેવલપ કરી છે. દેશનો નાનામાં નાનો વ્યક્તિથી લઇ દરેક વર્ગના લોકો વડાપ્રધાનને સીધા ‘મોદી’ કહીને સંબોધતા હોય છે. આનાથી મોટી કોઇ સંપત્તિ હોય શકે ખરા.

આરોગ્ય
71 વર્ષના વડાપ્રધાનની તંદુરસ્તી યુવાનને પણ શરમાવે તેવી છે. તેમના ધનયોગની સાથો સાથ યોગા પણ તેમનું મોટું સુખ છે. તેઓ તેમના ડાઇટને લઇ ખૂબ જ સ્ટ્રિક્ટ છે. PM મોદી સામાન્ય રીતે ગુજરાતી જમવાનું પસંદ કરે છે. તેઓ ઘણા વર્ષોથી નવરાત્રિ કરે છે. પોતાના અમેરિકા પ્રવાસ દરમ્યાન પણ તેમણે આ પરંપરાને તોડી નહોતી અને માત્ર લીંબુ પાણી જ પીધું હતું. તેમનું માનવું છે કે ઉપવાસ શરીરને શુદ્ધ કરવામાં ખૂબ જ અગત્યનું છે. તેઓ દરરોજ યોગ અને ધ્યાન કરે છે. બીમારીઓથી દૂર રહેવા માટે યોગ, આયુર્વેદ, અને શાકાહારી જમવાનું તેમની પ્રાથમિકતા છે.

દ્રઢ નિર્ણય ક્ષમતા
વડાપ્રધાન મોદીને તેમના દ્રઢ નિર્ણયો માટે હંમેશા માટે યાદ કરાય છે. પછી તે નોટબંધી હોય કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય હોય. દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગૂ કરવાની યોજના હોય કે કૃષિ કાયદામાં સુધારાણા બિલ હોય. દરેક મોરચે તેમની દ્રઢ નિર્ણય ક્ષમતા દેખાય આવી છે.

યાદ શક્તિ
યાદ શક્તિથી બીજી કોઇ મોટી મૂલ્યવાન સંપત્તિ હોઇ જ ના શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાનામાં નાની વ્યક્તિને મળ્યા હોય કે મોટા અધિકારીને તેમને દરેકની સાથે મુલાકાત અને તેમની સાથે થયેલ સંવાદ યાદ રહી જતો હોય છે.

PM મોદીની ચલ-અચલ સંપત્તિ
www.pmindia.gov.in પર દર્શાવેલ માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી મોદીની 30 જૂન 2020 સુધીમાં લગભગ 2.85 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિના માલિક હતા. PM મોદીની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 1.60 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ છે. તેમનો દર મહિને 2 લાખ રૂપિયા પગાર છે. તેમની પાસે રોકડ 31,450 રૂપિયા છે. ચલ સંપત્તિની વાત કરીએ તો સેવિંગ્સ એકાઉન્ટમાં 3.38 લાખ રૂપિયા જમા, ફિક્સ્ડ ડિપોઝિટની કિંમત 1,60,28,039 રૂપિયા અને ચાર સોનાની વીંટી છે. તો અચલ સંપત્તિના ભાગરૂપે ગાંધીનગરમાં 1.1 કરોડના મકાનમાં 25 ટકા ભાગીદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *