હનુમાનજીની રાશિવાળા પર ક્યારેય નથી લાગતી પનોતી, શનિદેવ ક્યારેય કષ્ટ ન આપે

DHARMIK

આપણા ઘરે પરંપરા છે કે પ્રત્યેક શનિવારે શનિદેવ પર તેલ ચડાવવામાં આવે છે. આપણે સૌ ધર્મના નિયમોનુ ચુસ્તતાથી પાલન કરીએ છીએ. શાસ્ત્રો અને પુરાણોમાં કરવામાં આવેલ વર્ણન અનુસાર આપણે શનિદેવ પર તેલ ચડાવીએ છીએ.

શું તમે જાણો છો કે શા કારણે શનિદેવ પર તેલ ચડાવવામાં આવે છે? તમામ દેવતાઓમાં શનિદેવ પર જ કેમ તેલ ચડાવવામાં આવે છે ચાલો જાણીએ વિસ્તારથી.

શનિદેવ પોતાની શક્તિ અને પરાક્રમને કારણે ખુબજ પ્રસિદ્ધ થયા હતા આ વાતનો તેમને અભિમાન થયુ એ કાળમાં શ્રીરામના પરમ ભક્ત બજરંગબલીના પરાક્રમ તથા બળની ચારે બાજુ ચર્ચા હતી. જ્યારે શનિદેવને આ વાતની ખબર પડી તો તેમણે હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યુ અને હનુમાનજીને લલકાર્યા.

હનુમાનજી ભક્તિમાં લીન હતા. હનુમાનજીની સમધી છુટી તેમણે સમજાવ્યુ કે યુદ્ધ કરવુ રહેવા દો. હાલ હું પ્રભુની સાધનામાં લીન છુ પણ માને એ બીજા. શનિદેવને હનુમાનજીએ પોતાની પુંછડીમાં વીંટી દીધા અને શ્રી રામ સેતુની પરિક્રમા શરૂ કરી દીધી.

શનિદેવનું શરીર ધરતીપર ઘસડાવા લાગ્યુ તેમના આખા શરીરે ઇજાઓ થઇ. શરીર પરથી લોહી નીકળવા લાગ્યુ ખુબજ પીડા અને કષ્ટથી શનિદેવ તડપી ઉઠ્યા. જ્યારે શનિદેવે હનુમાનજીની માફી માગી તો હનુમાનજીએ કહ્યુ કે મારા ભક્તોને ક્યારે તમે નડશો નહી.

હનુમાનજીએ પોતાના હાથે શનિદેવને તેલ ચડાવ્યુ અને કહ્યુ જે પણ તમારા શરીર પર મારા નામે તેલ ચડાવશે તેમને ક્યારેય શનિદેવ નડશે નહી. બસ ત્યારથી શનિદેવને તેલ ચડાવવાની પ્રથા શરૂ થઇ ગઇ. શનિદેવ ક્યારેય તેમની રાશિના જાતકોને હેરાન કરતા નથી.

Leave a Reply

Your email address will not be published.