હંમેશા પડછાયાની જેમ દીપિકાની સાથે રહેતો બોડીગાર્ડ કરે છે અધધ કમાણી, જાણીને આવી જશે ચક્કર

BOLLYWOOD

બૉડીગાર્ડ દરેક સેલિબ્રિટીના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણકે તે ભીડ વાળી જગ્યામાં સેલેબ્સનું ધ્યાન રાખે છે. દીપિકા પાદુકોણના બોડીગાર્ડ જલાલ અંગે વાત કરીએ તો ઘણા વર્ષોથી તે દીપિકાની સાથે છે. આપણે ઘણા મહત્વપૂર્ણ અવસરો પર અભિનેત્રીની સાથે તેણે પણ જોયો છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન દરમિયાન જલાલ છોકરીવાળા બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા હતા. જલાલ દીપિકાની ખૂબ નજીક છે. દીપિકા તેને પોતોના ભાઇ માને છે અને દર રક્ષાબંધને તેને રાખડી પણ બાંધે છે.

આ વાતથી કોઇ ઇન્કાર ન કરી શકે કે જલાલ દીપિકાના જીવનની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ શું તમે ક્યારેય અનુમાન લગાવ્યું છે કે તેનો વાર્ષિક પગાર શું હોય શકે ? મળતી માહિતી પ્રમાણે 2017માં જલાલનો પગાર પ્રતિ વર્ષ 80 રૂપિયા હતો. જેનો અર્થ છે કે હવે લગભગ 1 કરોડ થઇ ગયો હશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણે કબીર ખાનની ફિલ્મ 83માં જોવા મળશે. જેમા મુખ્ય ભૂમિકામાં પતિ રણવીર સિંહ પણ છે. અભિનેત્રી અંગે વાત કરતા કબીર ખાને કહ્યું હતું કે મને લાગે છે કે તથ્ય એવું છે કે તેના પિતા, પ્રકાશ પાદુકોણ એક સ્પોર્ટ્સ સુપરસ્ટાર હતા.

જેનાથી તે પ્રભાવિત થયા દીપિકાને આ ભૂમિકા પસંદ આવી. જેથી તે ફિલ્મ માટે રાજી થઇ. જ્યારે મેં કહાની દીપિકાને સંભળાવી તો મને ખબર હતી કે તે એક નાનો ભાગ છે. જેથી મેં દીપિકાને કહ્યું કે બસ, સાંભળ જો તું તેને પંસદ કરીશ તો બોર્ડ પર આી જો નહીં તો બોર્ડ પર નહીં આવે, તેને સાભળ્યું અને તેને ખબર હતી કે તે ટીમ અને છોકરા અને કપિલ અંગે છે. તે સ્ક્રિપ્ટથી પ્રેમ કરવા લાગી અને બોર્ડ પર આવી ગઇ.

Leave a Reply

Your email address will not be published.