હજારોમાં નહીં લાખો રૂપિયામાં હશે મહિનાની કમાણી! ઘરે જ ચાલુ કરી શકો છો આ બિઝનેસ, જાણો વિગતો

GUJARAT

જો તમે એવો બિઝનેશન કરવા માગો છો જેમાં રોકાણ ના કરવું પડે અને સારી એવી કમાણી થઈ શકે. તો અમે તમને જણાવીશું એક શાનદાર બિઝનેશનો આઈડિયા, જેમાં ખર્ચો ના બરાબર છે. પરંતુ આ બિઝનેશથી થનારી આવક લાખોમાં હશે.

અહીં લઈ શકો છો બિઝનેશ માટે ટ્રેનિંગ:
ઓછો ખર્ચ અને વધુ આવકવાળા આ બિઝનેશ છે નેચરલ મેડિસિનલ પ્લાન્ટની ખેતીનો. આજના સમયમાં નેચરલ પ્રોડક્ટની ઘણી ડિમાન્ડ છે. એટલે જ કેટલીક કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ઔષધિઓની ખેતી કરે છે. આ ખેતી શરૂ કરવા માટે તમારે સામાન્ય ખર્ચ કરવો પડે છે. પરંતુ એક વખત કામ શરૂ થયા બાદ લાખોની કમાણી થઈ શકે છે.

હાલના સમયમાં સૌથી વધુ માગ:
નેચરલ દવાઓ અને પ્રોડક્ટની હંમેશા માગ રહી છે. પરંતુ કોરોના કાળમાં આની માગમાં ખુબ જ વધારો થયો છે. આજે દરેક ઘરમાં હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટમાં તુલસી, એલોવેરા, મુલેઠી, અતીશ, કુઠ, કુટકી, કરંઝા, કપિકાચુ અને શંખપુષ્પી જેવી વસ્તુઓની જરૂર પડે છે. આમાથી કેટલાક છોડ નાના કુંડામાં પણ ઉગાડવામાં આવે છે. જેને સરળતાથી તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો. કેટલાક લોકો આ રોપાને ઘરની અગાશી પર પણ ઉગાડે છે. જેમાં થોડો ખર્ચ કરી વધુ કમાણી કરી શકો છો. દેશમાં અનેક કંપનીઓ આવા રોપા તૈયાર કરવા અને ખરીદવાનો કોન્ટ્રાક્ટ પણ આપે છે.

હર્બલ પ્રોડક્ટનું છે કરોડોનું માર્કેટ:
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ દેશમાં હર્બલ પ્રોડક્ટ્સનું બજાર લગભગ 50,000 કરોડ રૂપિયાનું છે. જે વાર્ષિક 15 ટકાના દરે વધી રહ્યું છે. જડીબુટ્ટીઓ અને સુગંધિત છોડ માટે વાવેતર હેઠળનો વિસ્તાર હજુ ઘણો ઓછો છે. જોકે તે વાર્ષિક 10 ટકાના દરે વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં કુલ 1058.1 લાખ હેક્ટરમાં પાકની ખેતી થાય છે. તેમાંથી માત્ર 6.34 લાખ હેક્ટરમાં જડીબુટ્ટીઓ અને સુગંધિત છોડ વાવેલા છે.

ઓછો ખર્ચ, કમાણી વધુ:
હર્બલ પ્રોડક્ટ્સની ખેતીથી ઘણા પૈસા મળે છે. તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણો છે. તેમાં યુજેનોલ અને મિથાઈલ સિનામેટ હોવાથી તેનો ઉપયોગ કેન્સરની દવા બનાવવા માટે થાય છે. જેથી બજારમાં તેની ઘણી માંગ છે. 1 હેક્ટરમાં તુલસી ઉગાડવા માટે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ 3 મહિના પછી આ પાક લગભગ 3 લાખ રૂપિયામાં વેચાય છે.

જડીબુટ્ટીની ખેતી કરશે માલામાલ:
આતિશ જડીબુટ્ટીની ખેતીથી એકર દીઠ 2.5થી 3 લાખની આવક સરળતાથી મેળવી શકાય છે. આતિશ મોટે ભાગે આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ખેડૂતો તેની ખેતી કરી રહ્યા છે. આ સિવાય લવંડરની ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 1.2-1.5 લાખ રૂપિયા સરળતાથી મળે છે. લવંડરમાંથી તેલ કાઢવામાં આવે છે. જેનાથી વિવિધ સુગંધિત વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ તમામ હર્બલ પ્લાન્ટની ખેતી માટે પતંજલિ, ડાબર, વૈદ્યનાથ જેવી આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહી છે.

થોડી તાલીમથી મેળવો મબલક ઉત્પાદન:
હર્બલ ખેતી સારી રીતે કરવા માટે તમે તાલીમ લઈ શકો છો. તાલીમ સાથે તમે આ પાક વિશે વધુ માહિતી મેળવી શકશો. આ માટે તમે લખનૌમાં આવેલ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (CIMAP)માં તમે તાલીમ લઈ શકો છો. CIMAP દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ તમારી સાથે કરાર કરે છે. જેનાથી તમારે પાકને વેચવા માટે ભટકવું નથી પડતું.

Leave a Reply

Your email address will not be published.